For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાળકોને બિમારીઓથી બચાવવા અનોખી પહેલ, શાળા યાદ કરાવે ક્યારે પીવાનુ છે પાણી

બાળકોને પાણીની ઉણપના કારણે થતી બિમારીઓથી બચાવવા માટે કેરળની શાળાઓમાં એક ખાસ પ્રકારની પહેલ શરૂ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

પાણીની ઉણપના કારણે હંમેશા વિવિધ પ્રકારની બિમારીઓ થઈ જતી હોય છે. શાળામાં અભ્યાસ કરતા બાળકો સૌથી વધુ આનો શિકાર બને છે. હવે બાળકોને પાણીની ઉણપના કારણે થતી બિમારીઓથી બચાવવા માટે કેરળની શાળાઓમાં એક ખાસ પ્રકારની પહેલ શરૂ કરવામાં આવી છે. જે હેઠળ બાળકોને વૉટર બ્રેક આપવામાં આવે છે. એટલે કે એ બ્રેક જેમાં બાળકો પાણી પીવે છે આના માટે દિવસમાં ત્રણ વાર ઘંટ વાગે છે. આનાથી બાળકોને યાદ કરાવવામાં આવે છે કે તેમને પાણી પીવાનુ છે. ઘંટ વાગ્યા બાદ શાળાના બધા બાળકોને પાણી પીવાનુ હોય છે.

kerala

પ્રશાસનને પણ આપ્યા નિર્દેશ

આના માટે પહેલો ઘંટ સવારે 10.35 કલાકે વાગે છે. બીજો ઘંટ બપોરે 12 કલાક વાગે છે અને ત્રીજો ઘંટ 2 કલાકે વાગે છે. આ વૉટર બ્રેક 15થી 20 મિનિટનો હોય છે. કેરળ સરકારની આ પહેલને હવે તમિલનાડુ અને કર્ણાટક સરકાર પણ અપનાવવા લાગી છે. આ વિશે કર્ણાટકના શિક્ષણ મંત્રી સુરેશ કુમારે પ્રશાસનને પણ નિર્દેશ આપ્યા છે.

છોકરીઓને વધુ મુશ્કેલી

રિપોર્ટ્સ મુજબ છોકરીઓ છોકરાઓની સરખાણીમાં ઓછુ પાણી પીવે છે. આવુ એટલા માટે કારણકે શાળાઓમાં સ્વચ્છ શૌચાલયોની કમી હોય છે. પાણીની ઉણફથી ડિહાઈડ્રેશન થઈ જાય છે અને આના કારણે બાળકો બિમાર પડે છે. ડૉક્ટરોનુ કહેવુ છે કે છોકરીઓ ખાસ કરીને યોગ્ય માત્રામાં પાણી પીતી નથી.

આ પણ વાંચોઃ છાતીએ વળગાડીને એક પિતાએ દીકરીને કરાવ્યુ Breastfeed, વાયરલ થયો Videoઆ પણ વાંચોઃ છાતીએ વળગાડીને એક પિતાએ દીકરીને કરાવ્યુ Breastfeed, વાયરલ થયો Video

English summary
kerala schools reminds children to drink water with the help of water bell.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X