For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરનમાં સૈન્ય અભિયાન સમાપ્ત, પાક.નો હાથ હોવાનો સેના પ્રમુખનો દાવો

|
Google Oneindia Gujarati News

શ્રીનગર/નવી દિલ્હી, 9 ઓક્ટોબર: સેનાએ મંગળવારે જમ્મુ અને કશ્મીરમાં નિયંત્રણ રેખા પર કેરન સેક્ટરમાં 15 દિવસથી ચાલી રહેલા અભિયાન સમાપ્ત થવા અંગેની જાણકારી મંગળવારે આપી. સેના પ્રમુખ જનરલ વિક્રમ સિંહે જણાવ્યું કે આ અતિક્રમણ નહીં, પરંતુ ઘુસણખોરીનો નિષ્ફળ પ્રયત્ન હતો. જનરલ વિક્રમ સિંહે જણાવ્યું કે કુપવાડામાં ચલાવવામાં આવેલા અભિયાનમાં સાત આતંકીઓ માર્યા ગયા છે. સાથે સાથે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે પાકિસ્તાનની મદદ વગર આ આતંકી ઘુસણખોરી ના થઇ શકે.

રાષ્ટ્રીય રાજધાની પાસે આવેલા હિંડનમાં વાયુદળના વાર્ષિક દિવસની ઉજળવણીમાં ભાગ લેવા માટે આવેલા જનરલ સિંહે સમારંભથી અલગ પત્રકારોની સાથે વાતચીતમાં જણાવ્યું કે આ અતિક્રમણ ન્હોતું, આ ઘુસણખોરીની નિષ્ફળ કોશીશ હતી. તેમણે જણાવ્યું કે આતંકવાદી એક હાલ્લાહ (સુખી ધારા)માં છૂપાયેલા હતા. એક નાળામાં બેસવાના કારણે તેમને ફાયદો મળ્યો. સાત આતંકવાદીઓને ઠાર મરાયા છે.

bikram singh
ઉત્તરી કમાનના પ્રમુખ લેફ્ટિનેન્ટ જનરલ સંજીવ ચચરાએ જણાવ્યું કે અભિયાન સમાપ્ત થઇ ગયું છે. ઉત્તરી કમાને જ આતંકવાદીઓની સામે અભિયાન ચલાવ્યું. સેનાના કમાંડરે જણાવ્યું કે સેનાએ આઠ આતંકવાદીઓને ઠાર માર્યા છે, જેમના મૃતદેહો અને હથિયાર મીડિયા સામે પ્રદર્શિત કરાઇ હતી.

સેના પ્રમુખ જનરલ વિક્રમ સિંહે મંગળવારે જણાવ્યું કે પાકિસ્તાની સેનાની જાણકારી વગર જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓની ઘુસણખોરી શક્ય નથી. જનરલે જણાવ્યું કે પાકિસ્તાની સેનાની જાણકારી વગર નિયંત્રણ રેખા પર કોઇ આતંકવાદી પ્રવૃત્તિ ચાલી શકે નહી.

તેમણે પાકિસ્તાન તરફ ઇશારો કરતા જણાવ્યું કે સેનાની પાસે પૂરતા પુરાવા છે કે , આતંકવાદીઓની પાસે એક પત્ર હતો, જેમાં સરહદી વિસ્તાર અંગેની જાણકારીઓ આપેલી છે. તેમણે જણાવ્યું કે ઘુસણખોરીને સુરક્ષા આપવા માટે પાછળથી ગોળીબાર પણ પાકિસ્તાન ચોકીઓથી કરવામાં આવે છે. જનરલે જણાવ્યું કે મને પાક્કો વિશ્વાસ છે કે નિયંત્રણ રેખા પરના વિસ્તારોમાં ફેરફારોની જાણકારી વગર અને પાકિસ્તાની સેનાની મદદ વગર આતંકવાદીઓ ઘુસણખોરી કરી શકે નહીં.

English summary
Keran infiltration impossible without Pakistan Army knowledge said General Bikram Singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X