For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યામાં લોકો ભવ્ય મંદિરની પ્રતીક્ષા કરી રહ્યા છે અને તે બનશેઃ કેશવ પ્રસાદ મૌર્ય

ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પણ મંદિર નિર્માણ અંગે મોટુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

રામ મંદિર નિર્માણ અંગે ભાજપ નેતાઓના નિવેદનોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક તરફ જ્યાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે ત્યાં જલ્દી નિર્માણ કાર્ય શરૂ થવાનું છે તો બીજી તરફ રાજ્યના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પણ મંદિર નિર્માણ અંગે મોટુ નિવેદન આપ્યુ છે. મૌર્યએ કહ્યુ કે અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો તેનો પોતાનો વિશેષાધિકાર હોઈ શકે છે પરંતુ ભગવાન રામનું ભવ્ય મંદિર બનશે.

આ પણ વાંચોઃ સ્કૂલમાંથી 79 બાળકોનું અપહરણ, પ્રિન્સિપાલને પણ સાથે ઉઠાવી ગયાઆ પણ વાંચોઃ સ્કૂલમાંથી 79 બાળકોનું અપહરણ, પ્રિન્સિપાલને પણ સાથે ઉઠાવી ગયા

બાબરના નામનો એક પણ પત્થર નહિ

બાબરના નામનો એક પણ પત્થર નહિ

મૌર્યએ કહ્યુ કે એ બિલકુલ સંભવ નથી કે બાબરના નામનો એક પણ પત્થર લાગે. આ પહેલા આરએસએસએ પણ નિવેદન આપ્યુ હતુ કે જો જરૂર પડી તો તે રામ મંદિર નિર્માણ અંગે ફરીથી આંદોલન કરવામાં તે બિલકુલ ખચકાશે નહિ. મૌર્યએ કહ્યુ કે મે પહેલા પણ સ્પષ્ટપણે કહ્યુ છે કે આ સમગ્ર વિવાદ પર સુપ્રીમ કોર્ટનો વિશેષાધિકાર હોઈ શકે છે પરંતુ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ જરૂર થશે. તેમણે કહ્યુ કે અયોધ્યામાં મુઘલ શાસક બાબરના નામનો એક પણ પત્થર લગાવી શકાશે નહિ.

રામની મૂર્તિ અને મંદિર અલગ મુદ્દો

રામની મૂર્તિ અને મંદિર અલગ મુદ્દો

ઉલ્લેખનીય છે કે 16મી સદીમાં બનેલી બાબર મસ્જિદને ડિસેમ્બર 1992માં ધ્વસ્ત કરી દેવામાં આવી હતી. ઉપમુખ્યમંત્રીએ કહ્યુ કે લાંબા ચાલી રહેલ આ મામલે ના તો યાચિકાકર્તા અને ના સરકાર કંઈ કરી શકે છે. પરંતુ અયોધ્યામાં ભગવાન રામની ભવ્ય મૂર્તિના નિર્માણને રામ મંદિર નિર્માણ સાથે ન જોડવુ જોઈએ. તેમણે કહ્યુ કે આને અયોધ્યાના વિકાસ સાથે જોડવુ જોઈએ. ભગવાન રામની મૂર્તિનું નિર્માણ અને ભગવાન રામના મંદિરનું નિર્માણ બે અલગ અલગ વસ્તુઓ છે.

વિકાસ કરીશુ

વિકાસ કરીશુ

મૌર્યએ કહ્યુ કે મને લાગે છે કે અયોધ્યાનો વિકાસ થવો જોઈએ અને દરેક ભક્તની પણ એ જ ઈચ્છા છે. છેલ્લા 15 વર્ષોમાં અહીં કોઈ પણ પ્રકારનો વિકાસ કરવામાં આવ્યો નથી. પરંતુ અમારી સરકાર બની ત્યારથી અહીં વિકાસ શરૂ થયો છે. લોકોની આસ્થાને ધ્યાનમાં રાખીને અયોધ્યાનો વિકાસ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ આ વર્ષે ભગવાન શિવના ધામ કેદારનાથમાં દિવાળી મનાવશે પીએમ મોદીઆ પણ વાંચોઃ આ વર્ષે ભગવાન શિવના ધામ કેદારનાથમાં દિવાળી મનાવશે પીએમ મોદી

English summary
Keshav Prasad Maurya said people await grand lord Ram Temple and will be built.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X