ખેડૂતની મજબૂતીથી આત્મનિર્ભર ભારતનો પાયો મજબૂત થશેઃ પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશની જનતાને સંબોધિત કરી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલગ અલગ મુદ્દાઓ પર પોતાનો મત આપી દેશની જનતાથી રૂબરૂ થાય છે. આ વખતે કરેલા મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ ખાસ કરીને ખેડૂતો પર ચર્ચા કરી.
- મન કી બાત કાર્યક્રમમાં મહાત્મા ગાંધીને યાદ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગીંધીજીના વિચાર આજે વધુ પ્રાસંગિક છે. 2 ઓક્ટોબર આપણા માટે પ્રેરક અને પવિત્ર દિવસ છે.
- શહિદ ભગત સિંહને યાદ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભગત સિંહનો જુસ્સો આપણા દિલમાં હોવો જોઈએ. દેશની આઝાદીમાં ભગતસિંહનું મોટું યોગદાન છે. શહીદ વીર ભગત સિંહને નમન કરું છું. એ 23 વર્ષના યુવકથી અંગ્રેજ હકૂમત ડરી ગઈ હતી. 28 સપ્ટેમ્બરે શહીદ વીર ભગતસિંહની જયંતી મનાવશું. હું સમસ્ત દેશવાસીઓ સાથે સાહસ અને વીરતાની પ્રતિમૂર્તિ શહીદ વીર ભગતસિંહને નમન કરું છું.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હરિયાણાના એક ખૂડત ભાઈએ મને જણાવ્યું કે એક સમય હતો જ્યારે તેમને મંડીથી બહાર ફળ અને શાકભાજી વેચવામાં સમસ્યા આવતી હતી. પરંતુ 2014માં ફળ અને શાકભાજીને APMC ACTથી બહાર કરી દેવામાં આવ્યો, જેનો તેમને અને તેમના આસપસાના ખેડૂતોને બહુ ફાયદો મળ્યો. આ ખેડૂત પોતાના ફળ, શાકભાજી ગમે ત્યાં, કોઈને પણ વેચવાની તાકાત છે અને આ તાકાત આ પ્રગતિનો આધાર છે.
- કોરોના કાળમાં કૃષિ ક્ષેત્રએ પોતાનો દમખમ દેખાડ્યો. દેશના ખેડૂતો, ગામો જેટલાં મજબૂત થશે, દેશ એટલો જ આત્મનિર્ભર થશે. ખેડૂતોની મજબૂતીથી જ આત્મનિર્ભર ભારતનો પાયો મજબૂત થશે. ખેડૂત મજબૂત થશે તો ભારત આત્મનિર્ભર બનશે.
Jaswant Singh Profile: અટલના હનુમાન કહેવાતા હતા જસવંત સિંહ, સૈનિકના રૂપમાં દેશની સેવા કરી હતી
સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાની અપીલ કરી ચે. મન કી બાદ કાર્યક્રમમાં વડાપ્રધાને કહ્યું કે કોરોનાના સમયમાં બે ગજની દૂરી બનાવી રાખવી જરૂરી છે. કોરોનાના આ કાળખંડમાં આખી દુનયા અનેક પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહી છે. આજે જ્યારે બે ગજની દૂરી એક જરૂરી બની ગઈ છે તો આ સંકટ કાળે પરિવારોના સભ્યોને આપસમાં જોડવા અને કરીબ લાવવાનું કામ પણ કર્યું છે