For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જગન્નાથ પુરી મંદિરના ખજાનાની ચાવી ગાયબ, રાજકારણ ગરમાયુ

વિશ્વપ્રસિધ્ધ જગન્નાથ પુરી યાત્રાધામમાં હાલમાં હોબાળો મચેલો છે કારણકે અહીંના ખજાનાની ચાવી ગાયબ થઈ ગઈ છે. જેને લઈને પુરીના શંકરાચાર્ય અને ભાજપે આકરો વિરોધ દર્શાવ્યો છે અને આ કારણે અહીં હોબાળો મચેલો છે.

|
Google Oneindia Gujarati News

વિશ્વપ્રસિધ્ધ જગન્નાથ પુરી યાત્રાધામમાં હાલમાં હોબાળો મચેલો છે કારણકે અહીંના ખજાનાની ચાવી ગાયબ થઈ ગઈ છે. જેને લઈને પુરીના શંકરાચાર્ય અને ભાજપે આકરો વિરોધ દર્શાવ્યો છે અને આ કારણે જ અહીં હોબાળો મચેલો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર શ્રી જગન્નાથ મંદિર વ્યવસ્થાપન સમિતિના સભ્ય રામચંદ્ર દાસ મહાપાત્રાએ કહ્યુ કે ઓડિશા હાઈકોર્ટના હુકમ બાદ અહીં એક તપાસ સમિતિ 4 એપ્રિલના રોજ આવી હતી. ત્યારબાદથી જ ખજાનાની ચાવી ગાયબ છે. ચાવી ન તો શ્રી જગન્નાથ મંદિર વ્યવસ્થાપન પાસે છે કે ના તો પુરી જિલ્લા કોષાગાર પાસે છે. ખજાનાની ચાવી ન મળતા ઘણી બધી વસ્તુઓમાં અંતરાયો આવી રહ્યા છે.

ઓડિશા હાઈકોર્ટના આદેશ બાદ તપાસ સમિતિ મંદિર આવી હતી

ઓડિશા હાઈકોર્ટના આદેશ બાદ તપાસ સમિતિ મંદિર આવી હતી

ઉલ્લેખનીય છે કે 4 એપ્રિલના રોજ સમિતિની બેઠક થઈ હતી, ઓડિશા હાઈકોર્ટના આદેશ બાદ 16 સભ્યોની એક ટીમે 34 વર્ષો બાદ તપાસ માટે એ રૂમમાં પ્રવેશ કર્યો જે રૂમમાં ખજાનો રાખવામાં આવ્યો હતો. મંદિરની દેખરેખ કરનારી ટીમનું કહેવુ છે કે એ દિવસથી જ ચાવી ગાયબ છે.

ખજાનાની ચાવી ગાયબ, થયો હોબાળો, રાજકારણ ગરમાયુ

ખજાનાની ચાવી ગાયબ, થયો હોબાળો, રાજકારણ ગરમાયુ

આ મામલે રાજકારણ ગરમાતા હોબાળો મચ્યો. પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ આ ઘટના માટે ઓડિશા સરકારની ટીકા કરી. તો આ તરફ ભાજપના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ ઘટના પર સ્પષ્ટીકરણ આપવાની માંગ કરી છે અને સરકારને પૂછ્યુ છે કે ચાવી કેવી રીતે ગાયબ થઈ?

હિંદુઓના ચાર ધામોમાંથી એક છે જગન્નાથપુરી

હિંદુઓના ચાર ધામોમાંથી એક છે જગન્નાથપુરી

નોંધનીય છે કે પુરીમાં સ્થિત જગન્નાથ મંદિર હિંદુઓના ચાર ધામમાંથી એક છે જેની કુલ સંપત્તિ 250 કરોડ રૂપિયા છે, આ વૈષ્ણવ સંપ્રદાયનું મંદિર છે. જે ભગવાન વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણને સમર્પિત છે. આ મંદિરનો વાર્ષિક રથ યાત્રા ઉત્સવ પ્રસિધ્ધ છે.

English summary
The keys of the 12-century Jagannath Temple's treasury have reportedly gone missing,triggering protests by the Shankaracharya of Puri and the opposition BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X