For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાપ પંચાયતનો ઐતિહાસિક નિર્ણય, આંતરજ્ઞાતિય લગ્નને આપી મંજૂરી

|
Google Oneindia Gujarati News

ડીગઢ, 21 એપ્રિલ: હરિયાણાની સૌથી મોટી ખાપ પંચાયતે આંતરજ્ઞાતિય વિવાહને મંજૂરી આપીને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રવિવારે હિસારની સત્રોલ ખાપે લગ્નને સંબંધિત નિયમોમાં ફેરફાર કરીને ઇતિહાસ રચી દીધો છે. અત્રે નોંધનીય છે કે આવું કરીને 650 વર્ષથી પણ વધારે સમય ચાલી આવતી પરંપરામાં ફેરફાર કર્યો છે.

પરંપરાના નામ પર આંતરજ્ઞાતિય વિવાહ, આંતર-ગાંમ વિવાહ (જે અંતર્ગત 42 ગામ આવે છે.) અને એક જ ગોત્રમાં વિવાહનો ખાપ પંચાયત દ્વારા હંમેશાથી વિરોધ થતો આવ્યો છે. રવિવારે થયેલી બેઠકમાં સતરોલ ખાપે 42 ગામના પરિવારોમાં વિવાહ કરવા અને આંતરજ્ઞાતિય વિવાહ પર મંજરી આપી દીધી છે. જોકે રવિવારે મળેલી એક બેઠકમાં સતરોલ ખાપે 42 ગામોના પરિવારમાં વિવાહ કરવા તથા આંતરજ્ઞાતિય વિવાહ પર મંજૂરી આપી દીધી છે. જોકે એક જ ગામ અને ગામની સરહદ સાથે જોડાયેલા ગામડામાં લગ્ન પર પહેલાની જેમ જ પ્રતિબંધ લાગેલો રહેશે. તેની સાથે જ એક જ ગોત્રમાં લગ્ન કરવા પર લાગેલ પ્રતિબંધ જારી રહેશે અને માત્ર અભિભાવકોની સહમતિ બાદ જ આંતરજ્ઞાતીય વિવાહ કરવાની પરવાનગી રહેશે. આવું કરીને ખાપે 650 વર્ષથી પણ વધારે સમયથી ચાલી આવતી પરંપરામાં સંશોધન કરીને મોટો વિવાદ સમાપ્ત કરી નાખ્યો છે.

khap
અત્રે નોંધનીય છે કે હરિયાણામાં પરંપરાના નામે ખાપ પંચાયતો આંતરજ્ઞાતિય વિવાહ, સમાન ગોત્રમાં વિવાહ અને એક જ ગામમાં લગ્નનો વિરોધ કરે છે. અહીં સુધી કે સમ્માનના નામે પ્રેમી યુગલની હત્યા સુધી કરી દેવામાં આવે છે. જેના સમાચાર મીડિયામાં ઓનર કિલિંગના નામે જાણવામાં આવે છે.

રવિવારે મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે સત્રોલ ખાપના અંતર્ગત આવનાર 42 ગામના લોકો હવે અંદરો અંદર છોકરા-છોકરીઓના લગ્ન કરાવી શકશે. સાથે સાથે આંતરજ્ઞાતિય વિવાહ પણ કરી શકશે. જોકે સમાન ગોત્ર અને એક જ ગામમાં લગ્ન પર પ્રતિબંધ જારી રહેશે. ખાપ પંચાયતના આ ઐતિહાસિક નિર્ણયને ચોતરફથી આવકાર મળી રહ્યો છે.

English summary
Haryana’s biggest khap panchayat scripts history, allows inter caste marriages.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X