ખુર્શીદથી 'નારાજ' કેજરીવાલે માગ્યું 'રાજીનામુ'

ખુર્શીદે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે કેજરીવાલે જે આરોપો લગાવ્યાં છે તેના જવાબો તે કોર્ટમાં આપશે. અને સાથે સાથે કેજરીવાલ વિરૂદ્ધ માનહાનિનો કેસ કરશે. બુધવારે કેજરીવાલે સલમાન ખુર્શીદ અને તેમની પત્ની લુઇસ ખુર્શીદની એનજીઓ હુસૈન મેમોરિયલ ટ્રસ્ટ પર 71.50 લાખ રૂપિયાની હેરાફેરી કરવાનો આરોપ લગાવ્યો હતો. કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે એનજીઓ કે યૂપીના કેટલાક જીલ્લાઓમાં જઇને અધિકારીઓની નકલી સહી કરીને પૈસામાં ગોટાળા કર્યા.
કેજરીવાલનો આરોપ છે કે ખુર્શીદનું ટ્રસ્ટ વિકલાંગ લોકોને સહાયતા પૂરી પાડવાના નામે પૈસાની ઉઘરાણી કરે છે. આ આરોપો સાથે કેજરીવાલે ખુર્શીદ પાસે રાજીનામાની માંગણી કરી છે.












Click it and Unblock the Notifications
