For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: કિરણ બેદીએ આ વૃદ્ધાને સમજી લીધા PMના માતા

કિરણ બેદીએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર એક માજીનો વીડિયો શેર કર્યો હતો અને ભૂલમાં તેમને પીએમ મોદીના માતા હીરાબા સમજી લીધા હતા.

By Shachi
|
Google Oneindia Gujarati News

પુડુચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદી ટ્વીટર એકાઉન્ટ પર 97 વર્ષના એક વૃદ્ધાનો વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમણે આ વીડિયો સાથે ટ્વીટમાં લખ્યું હતું કે, 97 વર્ષની ઉંમરે પણ તેમના ઉત્સાહને દાદ આપવી પડે. આ વીડિયોમાં પીએમ મોદીના માતા હીરાબા દિવાળીની ઉજવણી કરતા નજરે પડે છે. કિરણ બેદીનું આ ટ્વીટ અને તેમણે પોસ્ટ કરેલ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યાં છે. જો કે, આ વીડિયોમાં જોવા મળતા વૃદ્ધા પીએમ મોદીના માતા હીરાબા નથી. વળી આ વીડિયો પણ દિવાળીનો નથી. આ કારણે કેટલાક લોકોએ ટ્વીટર કિરણ બેદીની હાંસી પણ ઉડાવી હતી.

kiran bedi

પ્રાપ્ત માહિતી અનુસાર, આ વીડિયો ઇન્ટરનેટ પર 3 ઓક્ટોબરના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો અને તેમાં વૃદ્ધા અંબાજીની છબી સામે ગુજરાત લોકગીત પર મટુકી કરતાં નજરે પડે છે. જે પરથી કહી શકાય કે, આ વીડિયો નવરાત્રિના સમયગાળા દરમિયાન લેવાયો હશે. વળી, ધ્યાનથી જોતાં ખ્યાલ આવે છે કે, આ માજી પીએમ મોદીના માતા તો ચોક્કસપણે નથી. કિરણ બેદીને પણ આ વાતનો ખ્યાલ આવતાં તેમણે પોતાની ભૂલ સુધારી હતી અને અન્ય એક ટ્વીટ કરતાં લખ્યું હતું કે, મારાથી ઓળખ કરવામાં ભૂલ થઇ છે. પરંતુ આ માતાના ઉત્સાહને હું સલામ કરું છું. આશા રાખું કે, હું પણ 96 વર્ષની ઉંમરે આટલો જ ઉત્સાહ બતાવી શકું.

English summary
Kiran Bedi shares a video of old woman on the name of PM Modi's mother by mistake.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X