For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિરણ બેદીનું ફરમાન, ખુલ્લામાં શૌચ કરી તો નહિ મળે રેશન

પુડુચેરીની લેફ્ટનન્ટ ગવર્નર કિરણ બેદીએ એક વાર ફરીથી એવુ ફરમાન જારી કર્યુ છે જેના કારણે વિવાદ થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

પુડુચેરીની લેફ્ટનન્ટ ગવર્નર કિરણ બેદીએ એક વાર ફરીથી એવુ ફરમાન જારી કર્યુ છે જેના કારણે વિવાદ થઈ શકે છે. કિરણ બેદીએ કહ્યુ છે કે આ ક્ષેત્ર ખુલ્લામાં શૌચ મુક્ત અને કચરા મુક્ત થઈ ગયુ છે તેવું સંયુક્ત પ્રમાણપત્ર જ્યાં સુધી સ્થાનિક પ્રશાસન પ્રસ્તુત ન કરે ત્યાં સુધી પુડુચેરીના ગ્રામીણોને મફત ચોખાનું વિતરણ કરવામાં નહિ આવે. કિરણ બેદીએ રાજ્યમાં ફેલાયેલી ગંદકીના ફોટા ટ્વીટ કરતા લખ્યુ કે જે સ્વચ્છતા પ્રત્યે સજાગ હોય તેવા ગામોને જ મફતમાં ચોખા આપવામાં આવશે. રાજ્યની અડધાથી વધુ જનતાને મફત ચોખા વહેંચવામાં આવે છે માટે આ પગલુ કારગર સાબિત થશે.

kiran bedi

ઉપરાજ્યપાલ કાર્યાલય તરફથી રાજ્યના બધા વિધાયકો અને અધિકારીઓને સ્ટેટમેન્ટ જારી કરવામાં આવ્યું છે. કિરણ બેદીએ સ્પષ્ટ કહ્યું છે કે જે શરતો પ્રમાણે ચોખા આપવાની વાત કહેવામાં આવી છે તેમાં પણ ઘણા પ્રમાણિત આધાર જોડવામાં આવ્યા છે. ઉપરાજ્યપાલનું નવુ ફરમાન જૂનથી લાગુ થશે અને બધા જ ક્ષેત્રોને ચાર સપ્તાહની ડેડલાઈન આપવામાં આવી છે, જેથી તે ગંદકી દૂર કરવા માટે બાધિત થઈ જાય.

kiran bedi 1

કિરણ બેદીએ કહ્યુ કે તેમના રાજ્યએ સફાઈ માટે ધીમી ગતિએ પગલાં લીધા છે. તેમણે કહ્યુ કે એક પણ ગામ એવુ સામે નથી આવ્યુ જેણે નિશ્ચિત સમયમાં સફાઈનું કામ પૂરુ કર્યુ હોય. તેમણે કહ્યું કે વિધાયકો લોકો માટે ફંડ માંગે છે પરંતુ જ્યારે પણ હું ગામોમાં તપાસ કરવા ગઈ તો સ્વચ્છતા માટે કોઈ સકારાત્મક પગલા જોયા નહિ. બેદીએ કહ્યું કે તેમને આશા છે કે આ અભિયાનથી માત્ર પ્રશાસન જ નહિ પરંતુ લોકો પણ સ્વચ્છતામાં મદદ કરશે.

English summary
kiran bedi says no free rice until puducherry villages are open defecation garbage free
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X