સોશ્યલ મીડિયા પર હાલ લોકો એક પછી એક પાખંડી બાબાઓની પોલ ખોલી રહ્યા છે. ત્યારે થોડાક સમયથી એક બાબાની અશ્લીલ ફોટો પર સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ હતી. જેમાં બાબા હાઇવે પર એક યુવતી સાથે આપત્તિજનક સ્થિતિમાં દેખાયા હતા. આ ફોટો વોટ્સઅપ અને ફેસબુક પર ભારે વાયરલ થયા પછી આ મામલે એક ચોંકવનારો ખુલાસો થયો છે. આ ફોટો વાયરલ થયા પછી ફોટોમાં દેખાઇ રહેલી યુવતીએ આ તસવીર મામલે દિલ્હી પોલીસને ફરિયાદ કરી છે. આ યુવતી દિલ્હીની રહેવાસી છે અને તેની ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે આ ફોટો વાયરલ કરીને એક યુવક તેને બદનામ કરી રહ્યો છે.
પીડિતાએ આ ફોટોને ખોટી જણાવીને કહ્યું કે તેના લગ્ન થઇ રહ્યા છે તે માટે મામલે રંજ રાખીને તેના પડોશી યુવકે જ તેને આ રીતે બદનામ કરી છે. વળી ફોટોમાં જે કિસિંગ બાબા દેખાય છે તેમણે પણ આ ફોટોને ખોટા ગણાવ્યો છે. બાબાની આ તસવીર વાયરલ થયા પછી તેમને આશ્રમ માંથી નીકાળી દેવામાં આવ્યા છે. હરમેલ દાસ નામના આ બાબાનું કહેવું છે કે તે નિર્દોષ છે અને આ ફોટો ખોટો છે. આમ ફોટો વાયરલ થયા પછી યુવતીની બદનામ કરવાની વાત સામે આવી છે.