પ્રેમીને મળવા માટે પરિવારને બેભાન કરતી હતી, પતિએ કહ્યું- મારા પ્રાઈવેટ પાર્ટ પર..
મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં ધ્રુજાવી દે તેવો એક મામલો સામે આવ્યો છે. અહીં ટીપી નગર પોલીસ સ્ટેશનથી એક મહિલા દરરોજ રાતે પોતાના પતિ અને બાળકોને ઊંઘની દવા ખવડાવી પોતાના પ્રેમીને ઘરે બોલાવતી હતી. આ સિલસિલો લાંબા સમયથી ચાલી રહ્યો હતો. જો કે શુક્રવારની મોડી રાતે મહિલાને તેના પાડોસીઓએ પ્રેમી સાથે પકડી લીધી. ત્યારે ઘરમાં આખો પરિવાર બેભાન હાલતમાં મળ્યો, જેમને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા. હોશમાં આવેલા પતિએ આરોપ લગાવ્યો કે તેની પત્નીએ તેના ગુપ્તાંગમાં હાર્પિક નાખી બેકાર કરી નાખ્યું. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.

અડધી રાતે લવર મળવા આવતો
જણાવી દઈએ કે મલિયાનામાં શાદાબ પોતાની પત્ની ચાંદની અને ત્રણ દીકરીઓ સાથે રહે છે. શાદાપના સંબંધી મોહસીન મુજબ શુક્રવારની મોડી રાતે ક્ષેત્રના લોકોએ શાદાબના ઘરમાં એક અજાણ્યા વ્યક્તિને દાખલ થતાં જોયો. બદમાશ ઘુસ્યો હોવાનું સમજી આ વિસ્તારના લોકોએ શાદાબના સંબંધીઓને જાણકારી આપી. જે બાદ શાદાબના કેટલાક સંબંધીઓ અને ક્ષેત્રના લોકોએ બદમાશને પકડવા માટે શાદાબના ઘરે પહોંચી ગયા.

બેભાન હાલતમાં મળ્યો પરિવાર
આરોપ છે કે આ દરમ્યાન ચાંદનીએ ઘરમાં ઘૂસેલા પોતાના પ્રેમી ડૉક્ટર વસીમને બાથરૂમમાં બંધ કરી દીધો. જે બાદ તેણે પોતાના હાથની નસ કાપી ખોટા મામલામાં ફસાવવાની ધમકી આપવા લાગી. પરંતુ લોકોએ હિમ્મત દેખાડી ચાંદનીને દબોચી લીધી અને તેનો પ્રેમી ફરાર થઈ ગયો. બીજી તરફ રૂમમાં શાદાબ અને તેની ત્રણેય દીકરી બેભાન હાલતમાં મળી. સ્થાનિકોએ શાદાબ અને તેની દીકરીઓને હોસ્પિટલે દાખલ કરાવી.

પોલીસે કાર્યવાહી હાથ ધરી
હોશમાં આવ્યા બાદ શાદાબે આરોપ ગલાવ્યો કે તેની પત્ની પાછલા ઘણા સમયથી બધાને નશીલી ગોળીઓ ખવડાવી પ્રેમી સાથે ઘરમાં રંગરેલિયાં મનાવતી હતી. શાદાબનો આરોપ છે કે તેની પત્નીએ ગુપ્તાંગ પર હાર્પિક નાખી બરબાદ કરી નાખ્યું. શાદાબે પોતાની પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ ટીપી નગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી. હવે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
10 વર્ષની બાળકીએ કપાવી દીધા 31 ઈંચ લાંબા વાળ, કારણ જાણી લોકો કરી રહ્યા છે સલામ