For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇમાં આવી મોનોરેલ, જાણો તેનો ઇતિહાસ

|
Google Oneindia Gujarati News

મુંબઇઃ દેશની આર્થિક રાજધાની મુંબઇને ટ્રાફિકમાં રાહત આપવા માટે આજથી મોનોરેલની શરૂઆત થઇ રહી છે. જે દેશની પહેલી મોનોરેલ છે. જેનો ખર્ચ 3 હજાર કરોડ છે, પરિયોજનાનું પહેલું ચરણ પૂર્ણ થઇ ગયું છે, તેનો ટ્રેક વડાલા-ચેમ્બુર હશે, જેનું ઉદ્ઘાટન આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે કર્યું છે. આગામી ચરણમાં તેનો વિસ્તાર દક્ષિણ મુંબઇમાં સંત ગડગે મહારાજ ચોક સુધી હશે.

મોનોરેલમાં ચાર કોચ હશે, પ્રત્યેક કોચમાં 18 યાત્રીઓ માટે બેસવાની વ્યવસ્થા હશે, જ્યારે 124 લોકો ઉભા રહીને મુસાફરી કરી શકશે.

શું છે મોનોરેલ
મોનોરેલ એવી ટ્રેન છે, જે રેલવે લાઇન પર નહીં પરંતુ એક બીમના સહારે ચાલે છે અને તેના બધા જ કોચ બીમ સાથે જોડાયેલા હોય છે. તેનો પાથ સડક માર્ચથી લગભગ 10 ફૂટ અથવા તેનાથી અધિક ઉચાંઇ પર બનાવવામાં આવે છે, જેનાથી યાત્રાઓને ટ્રાફિકમાંથી સમસ્યા મળે છે, સાથે જ યાત્રીઓની સુવિધાનું ધ્યાન રાખવામાં આવ્યુ છે. તેમાં સફર દરમિયાન દુર્ઘટનાની સંભાવના પણ નથી રહેતી, તેની રફતાર પણ અન્ય ટ્રેનો અને બસોથી ઝડપી છે.

મોનોરેલનો ઇતિહાસ
વિશ્વની પહેલી મોનોરેલ 1820માં રશિયામાં ઇવાન ઇલમાનોવ દ્વારા સારી યાતાયાતના વિકલ્પ માટે બનાવવામાં આવી હતી. ત્યારબાદ 1821માં તેનું પહેલું ટ્રાયલ દક્ષિણી લંડનના ડપ્ટફોર્ડ ડોકયાર્ડના હાર્ડફોર શેરથી રિવર લી સુધી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1900માં ગાયરોમોનોરેલનું પરિક્ષણ કરવામાં આવ્યું. 1901માં તેનો લિવરપુલથી મેનચેસ્ટરની વચ્ચે પ્રયોગ પણ કરવામાં આવ્યું. 1910માં ગાયરોમોનોરેલનો પ્રયોગ અલાસ્કાની ખાણોમાં થોડાક સમય સુધી કરવામાં આવ્યો. 1980 બાદ શહેરીકરણને વધારવાની સાથોસાથ જાપાન અને મલેશિયામાં તેનો સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો. આજે ટોકિયા મોનોરેલ વિશ્વનું સૌથી વ્યસ્ત નેટવર્ક છે, જેનો પ્રયોગ દરરોજ એક લાખ સત્તાવીશ હજાર યાત્રી કરે છે.

રશિયાની મોનોરેલ

રશિયાની મોનોરેલ

રશિયાની રાજધાની મોસ્કોમાં મોનોરેલ

ગાયરોમોનોરેલનું પરિક્ષણ

ગાયરોમોનોરેલનું પરિક્ષણ

1907માં ગાયરોમોનોરેલનું પરિક્ષણ કરવામાં આવ્યું

જાપાનમાં થયો પ્રયોગ

જાપાનમાં થયો પ્રયોગ

આયરન મોનોરેલનો પ્રયોગ જાપાનમાં 1996થી 2001 સુધી કરવામાં આવ્યો

લોસ વેગાસની મોનોરેલ

લોસ વેગાસની મોનોરેલ

લોસ વેગાસની કંવેશનલ સેન્ટર સ્ટેશનની મોનોરેલ

જર્મનીની મોનોરેલ

જર્મનીની મોનોરેલ

જર્મનીની યોરોકા પાર્કમાં મોનોરેલ

વિજળીથી વિશ્વની પહેલી મોનોરેલ

વિજળીથી વિશ્વની પહેલી મોનોરેલ

વિજળીથી ચાલતી વિશ્વની પહેલી મોનોરેલ

સીડનીની મોનોરેલ

સીડનીની મોનોરેલ

સીડનીમાં આવેલી મોનોરેલ

ઓસાકાની મોનોરેલ

ઓસાકાની મોનોરેલ

ઓસાકાની મોનોરેલ જેમાં સ્ટોરેજ સુવિધા પણ ઉપલબ્ધ છે

ટોકિયોની મોનોરેલ

ટોકિયોની મોનોરેલ

ટોકિયોની ઉચ્ચ ક્ષમતાની મોનોરેલ

English summary
The first Monorail is getting start in Mumbai today. See here, how many countries are using this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X