કોણ છે UNGAમાં પાક PM ઈમરાન ખાનના ભાષણને છોડી જનાર ભારતીય ઑફિસર મિજિતો વિનીતો
ન્ચૂયોર્કઃ શુક્રવાર બાદથી જ ચારે તરફ યુનાઈટેડ નેશન્સ(યુએન)માં ભારતના રાજનાયિક મિજિતો વિનીતોની જ ચર્ચા છે. મિજિતો વિનીતો પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના યુનાઈટેડ નેશન્સ જનરલ અસેમ્બલી(ઉંગા)માં આપી રહેલ સંબોધનની વચ્ચે જ ઉઠીને ચાલ્યા ગયા હતા. તેમના આ અંદાજે ઘણા લોકોને તેમના કાયલ બનાવી દીધા છે. લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. ત્યારબાદ મિજિતોએ રાઈટ ટુ રિપ્લાયનો ઉપયોગ કર્યો અને પાકિસ્તાનની ધજ્જિયા ઉડાવી દીધી. તેમના વીડિયોઝને ટ્વિટર પર શેર કરવામાં આવી રહ્યા છે અને લોકો જાણવા માંગે છે કે છેવટે મિજિતો કોણ છે. તો આવો તમને જણાવીએ છે યુએનમાં આ ભારતીય રાજનાયિક વિશે.

નાગાલેન્ડના રહેવાસી છે મિજિતો વિનીતો
મિજિતો વિનીતો ભારતના નોર્થ ઈસ્ટથી આવે છે. તે નાગાલેન્ડના રહેવાસી છે અને વર્ષ 2010માં તેમની પસંદગી ઈન્ડિયન ફૉરેન સર્વિસ(આઈએફએસ) માટે થઈ હતી. મિજિતો આ પહેલા સાઉથ કોરિયામાં ભારતીય દૂતાવાસમાં સેકન્ડ સેક્રેટરી(વ્યાવસાયિક એન્ડ ઈન્ફૉર્મેશન) તરીક તૈનાત રહ્યા છે. હાલમાં તે યુએનમાં ભારતના સ્થાયી મિશનમાં પ્રથમ સચિવ તરીકે કાર્યરત છે. આ સાથે જ તેઓ સુરક્ષા પરિષદમાં પણ તૈનાત છે. શુક્રવારે જ્યારે ઈમરાન પોતાનુ સંબોધન આપી રહ્યા હતા તો મિજિતોએ ચૂપચાપ પોતાની બેગ ઉઠાવી અને હૉલમાં બધાની સામે વૉક કરીને બહાર નીકળી ગયા. તેમના નીકળતા જ ભારતનુ પ્રતિનિધિદળ પણ અહીંથી નીકળી ગયુ.
|
સુમી નાગા સમાજમાંથી આવે છે વિનીતો
જેવુ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને સંબોધનમાં કાશ્મીરનો રાગ આલાપવાનુ શરૂ કર્યુ અને ભારત પર હુમલો કર્યો, વિનીતો ત્યાંથી ઉઠીને ચાલ્યા ગયા. મિજિતો વિનીતો નાગાલેન્ડના સુમી નાગા પ્રજાતિ સમાજમાંથી આવે છે. આ ગ્રુપ નાગાલેન્ડના ઝુહેનબોતો, દીમાપુર અને ખિપહાઈરે જિલ્લામાં છે. હવે નાગાલેન્ડના બાકી જિલ્લામાં પણ આ સમાજના લોકોને જોવામાં આવે છે. સુમી નાગાને નાગાલેન્ડનો સૌથી બહાદૂર સમાજ માનવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે રાજ્યમાં ક્રિશ્ચિયન મિશનરીઝ નહોતી આવી ત્યારે આ સમાજ બાગી નાગા લોકોની જેમ જ એક ખાસ વિદ્યામાં માહિર હતો.

મિજિતોએ ખોલી પાકિસ્તાનની પોલ
મિજિતો વિનીતોએ યુએનજીએમાં ઈમરાનના સંબોધનના જવાબમાં કહ્યુ કે છેલ્લા 70 વર્ષોથી પાકિસ્તાન પાસે એક જ મહાનતા બચીછે અને તે છે આતંકવાદ. યુએનમાં ભારતના સ્થાયી મિશન પર પ્રથમ સચિવ તરીકે તૈનાત વિનીતોએ ઈમરાનના ભાષણને પુલિંદા ગણાવ્યુ અને તેને માનવાનો ઈનકાર કરી દીધો. તેમણે આ સાથે જ પાકને સ્પષ્ટ કરી દીધુ કે ભારત પાસે હવે માત્ર પીઓકેની ચર્ચા બચી છે અને પાકે આના પર ગેરકાયદે કબ્જો છોડવો પડશે. ભારત તરફથી પાકિસ્તાનને જવાબ આપતા મિજિતો વિનીતોએ કહ્યુ, 'પાકિસ્તાનના નેતાએ આજે કહ્યુ કે આવા લોકો જે નફરત અને હિંસા ફેલાવવાનુ કામ કરે છે, તેમને ગેરકાયદે ઘોષિત કરી દેવા જોઈએ. પરંતુ તેમણે જ્યારે આવુ કહ્યુ તો અમને ઘણી નવાઈ લાગી, શું તે ખુદનો જ ઉલ્લેખ કરી રહ્યા હતા?'

ક્યારેક લાદેનને ગણાવ્યો હતો શહીદ
તેમણે પાકિસ્તાન પર આગળ વધુ પ્રહાર કર્યા અને કહ્યુ, 'આ એ જ દેશ છે, જે ખૂંખાર અને લિસ્ટેડ આતંકીઓને રાજ્ય ફંડમાંથી પેન્શન આપે છે. જે નેતાને આજે આપણે સાંભળ્યા, તેઓ એ જ વ્યક્તિ છે જેમણે જુલાઈ મહિનામાં પોતાના સંસદની એક ચર્ચા દરમિયાન આતંકવાદી ઓસામા બિન લાદેનને શહીદ કહ્યો હતો.' યુએનજીએમાં ઈમરાનના ભાષણની ધજ્જિયા ઉડાવીને મિજિતો વિનીતોએ કહ્યુ, 'જે નેતાએ આજે ફરીથી ઝેર ઓક્યુ છે, તે એ જ છે, જેમણે વર્ષ 2019માં અમેરિકામાં સાર્વજનિક રીતે એ સ્વીકાર્યુ હતુ કે તેમના દેશમાં હજુ પણ 30-40 હજાર આતંકવાદી હાજર છે જેમને પાકિસ્તાન તરફથી ટ્રેનિંગ મળી છે.'
મુંબઈમાં NCBની ઑફિસ પહોંચી દીપિકા, થઈ શકે છે લાંબી પૂછપરછ