• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

S-400 Triumf મિસાઈલ: મોદી-પુતિન હસ્તાક્ષરથી લાહોરથી થનાર હુમલા થશે નિષ્ફળ

|

ભારત અને રશિયા વચ્ચે પાંચ બિલિયન ડૉલરવાળી S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ડીલ લગભગ ફાઈનલ થઈ ચૂકી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ તરફથી જાણકારી આપવામાં આવી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વચ્ચે થયેલી મુલાકાતમાં ભારતે આ ડીલ માટે હામી ભરી દીધી છે. આ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને અમેરિકાના થાડ મિસાઈલ ડિફેન્સથી પણ વધુ શક્તિશસાળી માનવામાં આવે છે. એટલા માટે આ દુનિયામાં સૌથી ખતરનાક સિસ્ટમ ગણવામાં આવે છે. એવામાં જ્યારે દેશની પશ્ચિમી સીમા કે જે પાકિસ્તાના સાથે જોડાયેલી છે ત્યાં તણાવ સતત વધી રહ્યો છે ત્યારે આ ડીલને એક મોટુ પગલુ માનવામાં આવી રહ્યુ છે. ઈન્ડિયન એરફોર્સ (આઈએએફ) ચીફ માર્શલ બીએસ ધનોઆએ પણ આ સિસ્ટમને સેનાઓ માટે ઘણુ શક્તિશાળી ગણાવ્યુ છે. આવો આપને જણાવીએ કે શું છે આ સિસ્ટમ અને કેવી રીતે કામ કરે છે.

વર્ષ 2015 થી ઓપરેશનલ

વર્ષ 2015 થી ઓપરેશનલ

આ મિસાઈલ સિસ્ટમને રશિયાની અલ્માઝ સેન્ટ્રસ ડિઝાઈન બ્યૂરો તરફથી વર્ષ 1990 થી ડેવલપ કરવામાં આવી રહ્યુ છે અને 2007 માં સિસ્ટમ ઓપરેશનલ થઈ હતી. વર્ષ 2015 માં જ્યારે ટર્કીએ રશિયાના ફાઈટર જેટને મારી દીધુ હતુ તો રશિયાએ સીરિયા બોર્ડર પર પોતાની સૌથી શકિતશાળી મિસાઈલ S-400 તૈનાત કરવાનું એલાન કર્યુ છે. જો કે બાદમાં રશિયાએ આ વાતનો ઈનકાર કરી દીધો હતો.

ટ્રાઈમ્ફ સિસ્ટમ કોઈ પણ બેલેસ્ટીક મિસાઈલ હુમલા સામે કોઈ રક્ષા કવચનું કામ કરે છે. રશિયાની S-400 ને જેને ટ્રાઈમ્ફ કહે છે, નાટોએ એસએ-21 ગ્રોવલર નામ આપ્યુ છે. આને અત્યાર સુધી જમીનથી હવા સુધી કામ કરનાર દુનિયામાં સૌથી ખતરનાક સિસ્ટમ તરીકે માનવામાં આવે છે. આ મિસાઈલ સિસ્ટમ અમેરિકાના ટર્મિનલ હાઈ ઓલ્ટીટ્યૂડ એરિયા ડિફેન્સ સિસ્ટમ એટલે કે થાડથી પણ વધુ ખતરનાક છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાને અમેરિકાને કહ્યું- ભારતને વાતચીત માટે મનાવો, જવાબ મળ્યો 'નો'

એફ-35 ને પણ કરી શકે છે ધ્વસ્ત

એફ-35 ને પણ કરી શકે છે ધ્વસ્ત

આ સિસ્ટમ 400 કિલોમીટર દૂરથી આવનારા દરેક પ્રકારના એરક્રાફ્ટ, યુએવી ઉપરાંત બેલેસ્ટિક અને ક્રૂઝ મિસાઈલને ઓળખીને તેને ધ્વસ્ત કરી શકે છે. તમને જણાવી દઈએ કે દિલ્હીથી લાહોરનું અંતર 400 કિલોમીટરથી થોડુ જ વધુ એટલે કે 412 કિલોમીટર છે. એન્ટી બેલિસ્ટિક મિસાઈલ સિસ્ટમ એસ-400 ખરીદ્યા બાદ ભારત, ચીન કે પાકિસ્તાન તરફથી કોઈ પણ મિસાઈલ હુમલાની સ્થિતિમાં જડબાતોડ જવાબ આપી શકશે. આ રડારની પકડવા ન આવનારી અમેરિકન એફ-35 ફાઈટર જેટને પણ મારી શકે છે. રશિયાની એસ-400 રક્ષા પ્રણાલીમાં અલગ અલગ ક્ષમતાની ત્રણ પ્રકારની મિસાઈલો હાજર છે. આ મિસાઈલ સિસ્ટમ સીરિયા બોર્ડર પર તૈનાત છે. હાલમમાં ચીને પણ મિસાઈલ સિસ્ટમ રશિયાથી ખરીદી છે અને આના કારણે તેના પર અમેરિકી પ્રતિબંધ પણ લગાવી દેવામાં આવ્યા છે. માત્ર આટલુ જ નહિ આ સિસ્ટમ 40 કિલોમીટર દૂરથી આવી રહેલી કોઈ પણ ક્રૂઝ મિસાઈલને તેના લો લેવલના કારણે ડિટેક્ટ કરીને તેને ધ્વસ્ત કરી શકે છે.

એક સાથે 386 મિસાઈલ હેન્ડલ કરવામાં સક્ષમ

એક સાથે 386 મિસાઈલ હેન્ડલ કરવામાં સક્ષમ

આ મિસાઈલ સિસ્ટમ એક સેકન્ડમાં 18,500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. એક મિસાઈલ સિસ્ટમને જો આઠ બટાલિયનમાં તૈનાત કરવામાં આવે તો માત્ર એક સિસ્ટમ 72 લોન્ચર્સને કંટ્રોલ કરી શકે છે. માત્ર આટલુ જ નહિ આ સિસ્ટમ એક સાથે વધુમાં વધુ 384 મિસાઈલોને પણ હેન્ડલ કરવામાં સક્ષમ છે. તે એર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ બેલેસ્ટિક મિસાઈલ અને હાઈપર સોનિક ટાર્ગેટ્સને પણ સેકન્ડઝમાં મારી શકે છે. એસ-400 મિસાઈલ સિસ્ટમમાં ત્રણ પ્રકારની મિસાઈલ લોન્ચ કરવાની તાકાત છે. તે રશિયા પાસે હાજર સૌથી આધુનિક અને સૌથી એડવાન્સ મિસાઈલ એર ડિફેન્સ સિસ્ટમ છે. આ મિસાઈલ પોતાના છેલ્લા વર્ઝન એસ-300 થી 2.5 ગણી વધુ ઝડપી છે.

આ પણ વાંચોઃ નૈના સાહનીના શબને કાપીને તંદૂરમાં બાળનાર સુશીલની સમય પહેલા મુક્તિ નહિ

English summary
Know all about the most lethal missile system of world S-400 Triumf India going to buy from Russia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X