For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કોણ છે વકીલ સીમા, જેણે નિર્ભયાના હેવાનોને ફાંસી સુધી પહોંચાડ્યા

જાણો કોણ છે વકીલ સીમા, જેણે નિર્ભયાના હેવાનોને ફાંસી સુધી પહોંચાડ્યા.

|
Google Oneindia Gujarati News

એક ફેબ્રુઆરીના રોજ નિર્ભયા સાથે હેવાનિયત કરનાર ચારે નરાધમોને ફાંસી પર ચડાવી દેવામાં આવશે. સાત વર્ષ સુધી નિર્ભયાના માતાપિતાએ દીકરીને ન્યાય અપાવવા માટે જંગ લડી. આ જંગમાં માતાપિતા સાથે દેશભરના લોકોની દુઆઓ હતી અને એક એવા વકીલનો સાથ હતો જેણે દરેક ક્ષણ કેસની બારીકાઈઓને સમજી. આ વકીલે ક્યારે હાર ન માની. જ્યારે પટિયાલા હાઉસ કોર્ટે ચારે નરાધમોને ફાંસીની સજા સંભળાવી ત્યારે આ વકીલને પોતાના પહેલા જ કેસમાં વિજય મળ્યો.

દરેક પળ નિર્ભયાના માતાપિતા સાથે

દરેક પળ નિર્ભયાના માતાપિતા સાથે

સીમા સમૃદ્ધિ કેસને લડનારી એ વકીલ છે જે છેલ્લા ઘણા વર્ષોથી નિર્ભયાના માતાપિતા સાથે ઉભી છે. એક ફેબ્રુઆરીના રોજ નિર્ભયાના દોષિતો પવન, વિનય, અક્ષય અને મુકેશને સવારે છ વાગે ફાંસી આપી દેવામાં આવશે. આ કેસ પર જ્યાં લગભગ આઠ વર્ષથી આખા દેશની નજર ટકેલી હતી ત્યાં સીમાએ પણ નક્કી કરી લીધુ હતુ કે તેણે આમાં માત્ર જીત જ મેળવવાની છે. સીમા, 24 જાન્યુઆરી, 2014ના રોજ નિર્ભયા જ્યોતિ ટ્રસ્ટ સાથે જોડાયા હતા. સીમાએ દિલ્લી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો અને ડિસેમ્બર 2014માં સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે જોડાયા.

આઈએએસની તૈયારી કરી રહ્યા હતા સીમા

આઈએએસની તૈયારી કરી રહ્યા હતા સીમા

સીમા અભ્યાસમાં બાળપણથી જ ઘણા હોશિયાર રહ્યા છે. સીમાનુ સપનુ આઈએએસ બનવાનુ હતુ અને તે યુપીએસસી પરીક્ષા આપવા માટે તૈયાર થઈ ચૂક્યા હતા. વર્તમાન સમયમાં તે સુપ્રીમ કોર્ટમાં એક પ્રેક્ટીસિંગ લૉયર છે. સીમાની માનીએ તો નિર્ભયાનો કેસ લડવો તેમના માટે પણ એક મોટો પડકાર હતો. નિર્ભયાના પરિવાર સાથે તેમને એક ભાવનાત્મક સંબંધ છે. ખાસ કરીને તેમની મા સાથે.

કેવી રીતે કરી સીમાએ કેસની તૈયારી

કેવી રીતે કરી સીમાએ કેસની તૈયારી

સીમાએ કેસ લડતા પહેલા દરેક કાનૂની દાવપેચને ખૂબ જ બારીકાઈથી તૈયાર કર્યા હતા. તેના દરેક પાસાંને સારી રીતે વાંચ્યા અને સમજ્યા. સીમાની માનીએ તો આના કારણે જ તે આ કેસને ખ તાર્કિક નિષ્કર્ષ સુધી લઈ જઈ શક્યા. જ્યારે કોર્ટે નિર્ભયાના દોષિતોનુ ડેથ વોરન્ટ જારી કર્યુ તો મા ઉપરાંત આ જંગ લડી રહેલા સીમા માટે પણ તે પળ ખુશીથી કમ નહોતી.

ટૂંક સમયમાં થશે નિર્ભયાના દોષિતોને ફાંસી

ટૂંક સમયમાં થશે નિર્ભયાના દોષિતોને ફાંસી

સીમા ટ્વિટર પર પણ ઘણા સક્રિય છે. છેલ્લા અમુક દિવસોથી ક્યારેક નિર્ભયાના કોઈ દોષી તરફથી દયા અરજી મોકલવામાં આવે છે તો કોઈ દોષી એ કહીને કોર્ટ પહોંચી જાય છે કે તે ઘટના સમયે સગીર હતો. જ્યારે એક દોષીએ દયા અરજી દાખલ કરી તો સીમાએ ટ્વીટ કર્યુ અને લખ્યુ, ‘નિર્ભયા કેસમાં ચારે ગુનેગારોને જલ્દી ફાંસી થશે. એક દીકરીનુ આ વચન નિર્ભયાના માતાપિતાને.'

આ પણ વાંચોઃ દિલ્લી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી અંતિમ યાદીઆ પણ વાંચોઃ દિલ્લી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી અંતિમ યાદી

English summary
Know about the woman lawyer fighting for Nirbhaya case wanted to become an IAS and wins her first case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X