For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: આફ્રિકા સાથે જોડાયેલી 10 ખાસ વાત

|
Google Oneindia Gujarati News

સોમવારથી રાજધાની નવી દિલ્હીમાં ઇન્ડો-આફ્રિકન સમિટની શરૂઆત થઇ છે. આ ત્રીજુ સંમેલન છેકે જેનો હેતુ ભારત અને આફ્રિકાના દેશો વચ્ચે સહયોગ વધુ મજબૂત બનાવવાનો છે.

આફ્રિકા દુનિયાનો તે ભાગ છે જે ઝડપથી વિકસી રહ્યો છે. ભારતની જેમ જ આફ્રિકા પણ પોતાની અંદર ઘણી સંસ્કૃતિને સમાવીને બેઠો છે.

ભારત અને આફ્રિકા વચ્ચે સંબંધોની શરૂઆત મહાત્મા ગાંધીએ કરી હતી. અને તે આજ સુધી જળવાઇ રહ્યાં છે. આગળની સ્લાઇડ્સ પર ક્લીક કરીને જાણો આફ્રિકા અંગે એવી જ કેટલીક ખાસ વાતો.

54 દેશનો માલિક આફ્રિકા

54 દેશનો માલિક આફ્રિકા

આફ્રિકામાં 54 દેશ છે. સૌથી નવો દેશ દક્ષિણ સુડાન છે. જેને સુડાનને વિભાજીત કરીને બનાવવામાં આવ્યો છે.

10 ગણો મોટો

10 ગણો મોટો

આફ્રિકા અને ભારતમાં સૌથી મોટો તફાવત એ છેકે આફ્રિકા ભારત કરતા 10 ગણો મોટો દેશ છે.

કોસ્ટલ લાઇન

કોસ્ટલ લાઇન

આફ્રીકાની કોસ્ટલ લાઇન એટલે કે સમુદ્ર તટ 26000 કિલોમીટરની લંબાઇ ધરાવે છે.

આબાદી

આબાદી

આફ્રિકાની આબાદી એક અરબ 10 કરોડ છે.

ભારતની જેમ જ યુવા શક્તિથી સજ્જ

ભારતની જેમ જ યુવા શક્તિથી સજ્જ

આફ્રિકાની 65 ટકા વસ્તીની ઉંમર 35 વર્ષથી ઓછી છે. ઘણાં દેશોમાં અડધી વસ્તીની ઉંમર 25 વર્ષથી ઓછી છે.

ભારતીયોનું બીજુ ઘર

ભારતીયોનું બીજુ ઘર

આફ્રિકી દેશોમાં લગભગ 27 લાખ પ્રવાસી ભારતીય રહે છે.

શું છે સબ સહારા?

શું છે સબ સહારા?

આફ્રિકાનું મુખ્ય ક્ષેત્ર સબ સહારા કહેવાય છે. જેમા ઉત્તર આફ્રિકાના ઇસ્લામી દેશ જેમકે ઇજિપ્ત, અલ્જીરીયા, ટ્યુનિશીયા, મોરક્કો, લિબીયા, અને મોરિતાનિયા શામેલ નથી. સબ સહારા આફ્રિકામાં 48 દેશનો સમાવેશ થાય છે. જેમાથી 6 દ્રીપ રાષ્ટ્ર છે.

નાઇઝીરિયા સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ

નાઇઝીરિયા સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ

નાઇઝીરિયા આફ્રિકાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. નાઇઝીરિયાની વસ્તી 17 કરોડથી વધુ છે. બીજા નંબરે સાડા 8 કરોડની વસ્તી સાથે ઇજીપ્ત છે.

સૌથી નાનો અને સૌથી મોટો દેશ

સૌથી નાનો અને સૌથી મોટો દેશ

ક્ષેત્રફળના હિસાબે અલ્જીરીયા આફ્રિકાનો સૌથી મોટો દેશ છે. જેનું ક્ષેત્રફળ 25 લાખ વર્ગ કિલોમીટર છે. સૌથી નાનો દેશ સેશલ્સ છે. જેનું ક્ષેત્રફળ 453 કિલોમીટર છે.

300 જાતીય સમૂહ

300 જાતીય સમૂહ

આફ્રિકામાં ઓછામાં ઓછા 300 જાતીય સમૂહ છે. માત્ર નાઇઝીરિયામાં આવા વિસ્તારોની સંખ્યા 370થી વધુ છે.

English summary
Few amazing facts about Africa on Indo-African Summit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X