For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કોણ છે મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર હરિભાઉ બાગડે?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા): હરિભાઉ બાગડે કોણ છે, હવે આ પ્રશ્ન કોઇ નહી પૂછે કારણ કે તે આજે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર ચૂંટવામાં આવ્યા છે. તે મહારાષ્ટ્રમાં પહેલાં રહી ચૂકેલી ભાજપ-શિવસેના સરકારમાં મંત્રી રહી ચૂક્યાં છે. તે ઔરંગાબાદ વિસ્તારમાંથી આવે છે. તેમની આખા ઔરંગાબાદ ક્ષેત્રમાં જનતાની જોરદાર પકડ છે. હરિભાઉ બાગડેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ખૂબ જ ઓજસ્વી વક્તા છે. તે મરાઠી અને હિન્દીમાં ખૂબ ઉત્તમ ભાષણ આપવાની ક્ષમતા ધરાવે છે. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહના ખાસ ગણવામાં આવે છે.

haribhau-bagde

શ્રીખંડના શોખીન
રાજધાનીના મહારાષ્ટ્ર સદનના એક કર્મીએ જણાવ્યું હતું કે હરિભાઉ બાગડે રાજધાનીમાં આવતાં મહારાષ્ટ્ર સદનમાં જ રોકાવવાનું પસંદ કરે છે. તેમને શ્રીખંડ ખૂબ પસંદ છે.

પાયાવિહોણા આરોપોથી દૂર
હરિભાઉ બાગડે પોતાના ભાષણોના દમ પર પોતાની વિરોધીઓ પર ભારે પડે છે. તે શાલીન છે. તે પોતાના વિરોધીઓ પર પણ ક્યારેય પાયાવિહોણા આરોપ લગાવતાં નથી.

આ પહેલાં શિવસેના અને કોંગ્રેસ ઉમેદવાર દ્વારા નામ પરત લેવામાં આવ્યા બાદ હરિભાઉ બાગડે નિર્વિરોધ મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર ચૂંટવામાં આવ્યા છે. જો કે શિવસેનાએ દેવેન્દ્ર ફડણવીસ સરકાર વિરૂદ્ધ આકરું વલણ અપનાવતાં વિશ્વાસમત વિરૂદ્ધ વોટ આપવાનો નિર્ણય કર્યો છે. તેના માટે શિવસેનાએ પોતાના ધારસભ્યોને સદનમાં હાજર રહેવા માટે વ્હિપ રજૂ કરી હતી.

વાતચીત ચાલુ
તો બીજી તરફ વિશ્વાસ મત પહેલાં ભાજપ અને શિવસેનાના નેતાઓ વચ્ચે વાતચીત ચાલુ છે. આ બેઠકમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, વિનોદ તાવડે, વિજય અવતીની સાથે શિવસેના રામદાસ કદમ હાજર હતા. સેના હજુ પણ 10 મંત્રી અને ઉપમુખ્યમંત્રીની માંગ પર અડેલી છે જ્યારે ભાજપ છ મંત્રીપદ આપવા માટે તૈયાર છે.

મહારાષ્ટ્રના રાજકારણના જાણકારો જણાવે છે કે હરિભાઉ બાગડેના કટ્ટર વિરોધ તેમના પર ભ્રષ્ટ આચરણનો આરોપ ન લગાવી શકે. સૌથી વાત એ છે કે તેમના બધા પક્ષોમાં અંગત મિત્ર છે.

English summary
Who is Haribhau Bagade? He is a senior BJP leader and now new speaker of Maharashtra Assembly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X