• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો અમૃતા પ્રીતમ વિશે જેમની 100મી જયંતિ પર ગૂગલે સમર્પિત કર્યુ પોતાનુ ડૂડલ

|

અમૃતા પ્રીતમનું નામ પોતાનામાં જ એક પરિચય છે. અમૃતા પ્રીતમ પ્રસિદ્ધ કવયિત્રી, ઉપન્યાસકાર, નિબંધકાર અને 20મી સદીના પંજાબી ભાષાના સર્વશ્રેષ્ઠ કવયિત્રી પણ હતા. આજે તેમની 100મી જયંતિ છે. તેમનો જન્મ 31 ઓગસ્ટ, 1919ના રોજ ગુજરાવાલા, પંજાબ (અત્યારે પાકિસ્તાન)માં થયો હતો. તેમની 100મી જયંતિ પર ગૂગલે એક ખૂબ સરસ ડૂડલ તેમને સમર્પિત કર્યુ છે.

નાની ઉંમરથી જ લખવાનુ શરૂ કર્યુ

નાની ઉંમરથી જ લખવાનુ શરૂ કર્યુ

અમૃતા પ્રીતમનું બાળપણ લાહોરમાં વીત્યુ. શિક્ષણ પણ ત્યાં થયુ. બહુ નાની ઉંમરથી જ તેમણે લખવાનુ શરૂ કરી દીધુ હતુ. તેમની પ્રતિભા આગળ વધુ નિખરતી ગઈ. ભારત-પાક ભાગલા વખતે તે ગર્ભવતી હતા. તેમણે 1947માં લાહોર છોડીને ભારત આવવુ પડ્યુ હતુ અને ભાગલા વખતે લખેલી તેમની કવિતા "અજ્જ આખાં વારિસ શાહ નૂ" સરહદની બંને તરફ ઉજડી ગયેલા લોકોની તકલીફને એક જ જેમ વર્ણવે છે. એ જણાવે છે કે પીડાની કોઈ સરહદ નથી હોતી.

અમૃતા અને સાહિર લુધિયાનવી

અમૃતા અને સાહિર લુધિયાનવી

અમૃતા પ્રીતમની વાત જ્યારે આવે ત્યારે એની સાથે ગીતકાર અને શાયર સાહિર લુધિયાનવી અને ચિત્રકાર ઈમરોઝની પણ વાતો થાય છે. અમૃતા અને સાહિરનો સંબંધ આખી ઉંમર ચાલ્યો પરંતુ કોઈ અંજામ સુધી પહોંચી ન શક્યો. આ દરમિયાન અમૃતાના જીવનમાં ચિત્રકાર ઈમરોઝ આવ્યા. બંને આખી જીંદગી સાથે રહ્યા પરંતુ સમાજના કાયદા અનુસાર ક્યારેય લગ્ન ન કર્યા. પરંતુ આનાથી અલગ અમૃતાની અસલી ઓળખ તેમની કલમથી થઈ. સ્ત્રી મનને ખૂબ જ સુંદરતાથી ફંફોસીને તેની સંવેદનાઓને વાચા આપવાની તેમના કળા હતી. તેમનુ જ લખેલુ એક ઉપન્યાસ છે પિંજર જેમાં તેમણે લખ્યુ છે, "કોઈ ભી લડકી, હિંદુ હો યા મુસ્લિમ, અપને ઠિકાને પહુંચ ગઈ તો સમઝના કિ પૂરો કી આત્મા ઠિકાને પહોંચ ગઈ", આ પણ વિભાજન અને સાંપ્રદાયિકતાથી ઉપજેલી તકલીફોની અભિવ્યક્તિ છે જે તેમના ચિંતનના મૂળમાં હંમેશાથી જ રહી છે.

આ પણ વાંચોઃ ચેટિંગ દરમિયાન ઈમોજીનો ઉપયોગ કરનારાના વધી જાય છે ડેટિંગના ચાન્સ, રિસર્ચમાં ખુલાસો

અમૃતા - ઈમરોઝ

અમૃતા - ઈમરોઝ

અમૃતાની જ લખેલી એક કવિતા મેરા પતા હે, જેની અભિવ્યક્તિમાં પણ બંધનોથી આઝાદી છે.

"આજે મેને

અપને ઘરકા નંબર મિટાયા હે

ઓર ગલી કે માથે પર લગા

ગલી કા નામ હટાયા હે

ઓર હર સડક કી

દિશા કા નામ પોંછ દીયા હે

પર અગર આપકો મુઝે જરૂર પાના હે

તો હર દેશ કે, હર શહર કી,

હર ગલી કા દ્વાર ખટખટાઓ

યહ એક શાપ હે, યહ એક વર હે

ઓર જહાં ભી આઝાદ રૂહ કી ઝલક પડે

- સમઝના વહ મેરા ઘર હે"

તેમણે કુલ મળીને લગભગ સોથી વધુ પુસ્તકો લખ્યા છે જેમાં તેમની ચર્ચિત આત્મકથા ‘રસીદી ટિકટ' પણ શામેલ છે. અમૃતા એ સાહિત્યકારોમાં હતી જેમના લખેલા પુસ્તકોનુ ઘણી ભાષાઓમાં અનુવાદ થયુ છે. તેમને સાહિત્ય એકેડમી પુરસ્કાર પણ મળી ચૂક્યો છે અને ભારતનું બીજુ સૌથી મોટુ સમ્માન પદ્મવિભૂષણ પણ.

English summary
Know Amrita Pritam on whose 100th birth anniversary Google dedicated his doodle
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more