શું છે કૃષિ સંબંધી બિલ, જેના પર થઈ રહ્યો છે હોબાળો?
નવી દિલ્લીઃ કૃષિ સંબંધી બિલ લોકસભામાં પાસ થયા બાદ પણ મોદી સરકાર ટેન્શનમાં છે કારણકે વિપક્ષી દળો અને ખેડૂતો સાથે સાથે હવે તો મોદીના નેતૃત્વવાળા એનડીએના સહયોગી દળ પણ કૃષિ બિલ સામે ઉભા થઈ ગયા છે, કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રી હરસિમરત કૌર બાદલે ગુરુવારે મોદી કેબિનેટથી કૃષિ સંબંધી બિલનો વિરોધ કરીને રાજીનામુ આપી દીધુ જેને રાષ્ટ્રપતિએ મંજૂર પણ કરી લીધુ છે. ત્યારબાદ હવે અકાલી દળ, એનડીએમાં રહેશે કે નહિ તેના પર પણ સવાલ ઉઠવા લાગ્યા છે. હવે સવાલ એ છે કે છેવટે આ કૃષિ બિલ છે શું, જેના પર આટલો હોબાળો મચ્યો છે, ચાલો જાણીએ વિસ્તારથી..

કૃષિ સંબંધી બિલ પર મચ્યો છે હોબાળો
સોમવારે લોકસભામાં ત્રણ બિલ રજૂ કરવામાં આવ્યા, મંગળવારે તેમાંથી એક બિલ પાસ થઈ ગયુ અને બાકી બે બિલ કાલે એટલે કે ગુરુવારે પાસ થયા પરંતુ આના પર હોબાળો મચી ગયો. આ છે એ 3 બિલ
પહેલુ બિલ છેઃ કૃષિ ઉપજ વેપાર અને વાણિજ્ય(સંવર્ધન અને સુવિધા)
બીજુ બિલ છેઃ મૂલ્ય આશ્વાસન અને કૃષિ સેવાઓ પર ખેડૂત(સંરક્ષણ તેમજ સશક્તિકરણ બિલ)
ત્રીજુ બિલ છેઃ આવશ્યક વસ્તુ સંશોધન બિલ

ખેડૂતો માટે વરદાન છે આ બિલઃ કેન્દ્ર સરકાર
સરકારના જણાવ્યા મુજબ આ બિલ ખેડૂતો માટે વરદાન છે. આ બિલનો ઉદ્દેશ ખેડૂતોને ઉપજ માટે લાભકારી મૂલ્ય અપાવવાનો છે કે જે ખુદ ખેડૂતો જ નક્કી કરશે. નવા બિલ મુજબ હવે વેપારી બજારમાંથી બહાર પણ ખેડૂતોનો પાક ખરીદી શકશે. પહેલા પાકની ખરીદી માત્ર બજારમાં જ થતી હતી પરંતુ હવે બજારની બહાર પણ ખરીદ-વેચાણ થઈ શકશે. કેન્દ્રએ હવે દાળ, બટાકા, ડુંગળી, અનાજ અને ખાદ્ય તેલ વગેરે જરૂરી વસ્તુ નિયમથી બહાર કરી દીધા છે. કેન્દ્રએ કૉન્ટ્રાક્ટ ફૉર્મિંગ (અનુબંધ કૃષિ)ને પ્રોત્સાહન આપવા પર પણ કામ શરૂ કર્યુ છે.

કેમ કરી રહ્યા છે ખેડૂતો વિરોધ?
ખેડૂત સંગઠનોનો આરોપ છે કે નવા કાયદાથી કૃષિ ક્ષેત્ર પણ પૂંજીપતિઓ કે કૉર્પોરેટ હાઉસોના હાથમાં જતુ રહેશે અને આનાથી ખેડૂતોને જ નુકશાન થશે. હવે બજારમાં એક વાર ફરીથી માલેતુજારોની બોલબાલા હશે અને સામાન્ય ખેડૂતના હાથમાં કંઈ નહિ આવે અને તે પૂંજીપતિઓ માટે માત્ર દયાના પાત્ર રહી જશે. આ બિલ મોટી કંપનીઓ દ્વારા ખેડૂતોના શોષણની સ્થિતિને જન્મ આપનારુ છે. કૃષિ ઉપજ વેપાર અને વાણિજ્ય(સંવર્ધન અને સુવિધા) બિલ પર ખેડૂતોને સૌથી મોટો વાંધો છે. ખેડૂતોનુ કહેવુ છે કે લઘુત્તમ સમર્થન મૂલ્યુ પ્રણાલીની જોગવાઈ ખતમ થઈ જશે કે જે ખેડૂતો માટે યોગ્ય નથી.

શું કહ્યુ પીએમ મોદીએ?
બિલ પાસ થયા બાદ પીએમ મોદીએ કહ્યુ, 'ખેડૂતોને ભ્રમિત કરવામાં ઘણી બધી શક્તિઓ લાગેલી છે પરંતુ હું મારા ખેડૂત ભાઈઓ અને બહેનોને ભરોસો આપુ છુ કે MSP અને સરકારી ખરીદીન વ્યવસ્થા ચાલુ રહેશે. આ બિલ વાસ્તવમાં ખેડૂતોને ઘણા વિકલ્પ આપીને તેમને સાચા અર્થમાં સશક્ત કરવાનુ છે.' વળી, કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ ઉપજ તેમજ કિંમત આશ્વાસન સંબંધી બિલોને પરિવર્તનકારી ગણાવીને ગુરુવારે કહ્યુ કે ખેડૂતોના લઘુત્તમ ટેકાના મૂલ્ય(એમએસપી)ચાલુ રહેશે અને આ બિલોના કારણે તંત્ર પર કોઈ પ્રભાવ નહિ પડે. તોમરે કહ્યુ કે આ ખેડૂતોને બાંધનાર બિલ નથી પરંતુ ખેડૂતોને સ્વતંત્રતા આપનાર બિલ છે.
ભારતમાં નવેમ્બર સુધી ઉપલબ્ધ થઈ શકે છે કોવિડ-19 વેક્સીન