Monsoon Session 2020: 68 વર્ષના ઈતિહાસમાં સંસદમાં પહેલી વાર જોઈ આ અનોખી વાતો
નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસનુ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે જ્યાં હવે રોજના 90 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ દરમિયાન સંસદનુ ચોમાસુ સત્ર આજથી શરૂ થયુ. સાંસદોમાં કોરોના વાયરસ માટે ભય વ્યાપી ગયો છે પરંતુ સંસદ સચિવાલયે આના બચાવ માટે ઘણી વિશેષ વ્યવસ્થાઓ કરી છે. આમાં અમુક વસ્તુઓ તો એવી છે જે સંસદના ઈતિહાસમાં પહેલી વાર થઈ રહી છે.

આ વખતે શું છે ખાસ?
1. આ વખતે કોરોના મહામારીના કારણે સત્રમાં માત્ર 50 ટકા સભ્ય જ રહેશે. વર્તમાન સમયમાં રાજ્યસભા અને લોકસભામાં સભ્યોની સંખ્યા લગભગ 780 છે.
2. બધા સાંસદોનો કોવિડ-19 ટેસ્ટ કરાવવામાં આવ્યો. જે સભ્યોનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે, તેમને સત્રમાં આવવાની મંજૂરી મળી છે.
3. સૂત્રો મુજબ દિલ્લીના સાંસદ મિનાક્ષી લેખી, આંધ્ર પ્રદેશના સાંસદ દેવી માધવી, નાગોર(રાજસ્થાન)ના સાંસદ હનુમાન બેલીવાલ, બુલઢાણા(મહારાષ્ટ્ર)ના સાંસદ પ્રતાપ રાવ જાધવ અને મહારાજગંજ(બિહાર)ના સાંસદ જનાર્દન સિંહ સિગ્રીવાલ કોરોના પૉઝિટીવ છે. તેઓ આ સત્રમાં ભાગ નહિ લે.
4. ICMR એ સંસદ માટે એક વિશેષ વ્યવસ્થા કરી હતી જે હેઠશ અત્યાર સુધી સાંસદો અને કર્મચારીઓના મળીને લગભગ 4 હજાર ટેસ્ટ કર્યા છે.
5. જે પત્રકારોનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે તેમને જ સંસદમાં જવાની મંજૂરી છે. આ ઉપરાંત મીડિયાવાળા સાંસદો અને મંત્રીઓના ઈન્ટરવ્યુ સંસદ પરિસરમાં નહિ લઈ શકે. ફોટોગ્રાફર અને કેમેરામેનને પણ અંદર જવાની મંજૂરી નથી.

સંસદીય સંચાલન ડિજિટલ કરવામાં આવ્યુ
6. મોટાભાગે સંસદીય સંચાલન ડિજિટલ થઈ ચૂક્યુ છે. સ્પીકર ઓમ બિડલાના જણાવ્યા મુજબ બધા સાંસદોએ પોતાના પ્રશ્ન ડિજિટલ માધ્યમથી મોકલ્યા છે.
7. સુરક્ષામાં તલાશીની જગ્યાએ સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે. બધા દરવાજાને ટચ ફ્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત થર્મલ સ્ક્રીનિંગ પણ ટચ-ફ્રી છે. સંસદ પરિસરની અંદર 40 અલગ અલગ જગ્યાઓએ સેનિટાઈઝર લગાવવામાં આવ્યા છે. કોઈ પણ ઈમરજન્સી સામે લડવા માટે ત્યાં એમ્બ્યુલન્સ તૈયાર છે.
8. સત્ર 1 ઓક્ટોબર સુધી ચાલશે, જેમાં એક પણ દિવસ રજા નહિ હોય. મંગળવારથી રાજ્યસભાની કાર્યવાહી સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી હશે. વળી, લોકસભાની કાર્યવાહી બપોરે 3 વાગ્યાથી 7 વાગ્યાસુધી ચાલશે.
9. સંસદની અંદર સોશિયલ ડિસ્ટંસીંગનુ પૂરુ પાલન થશે જે હેઠળ દર્શક વિઝિટર ગેલેરીમાં પણ સાંસદો બેસશે. આ ઉપરાંત બધા માટે માસ્ક અનિવાર્ય હશે.
10. સામાન્ય રીતે સાંસદોને બોલવા માટે ઉભુ થવુ પડતુ હતુ પરંતુ આ વખતે આવુ નહિ થાય. તે બેસીને પણ પોતાની વાત કહી શકે છે. આ ઉપરાંત સંક્રમણને રોકવા માટે સૂક્ષ્મ કીટાણુનાશક અલ્ટ્રાવાયોલેટ વિકિરણ-લાઈટ્સનો ઉપયોગ કરવામાં આવશે. એસી દ્વારા વાયરસ ન ફેલાય તેના માટે પણ વિશેષ ઉપાય કરવામાં આવ્યા છે.

બધા સાંસદોને મળી છે મલ્ટી-યુટિલિટી કોરોના વાયરસ કિટ
11. બધા સાંસદોને મલ્ટી-યુટિલિટી કોરોના વાયરસ કિટ મળી છે. જેમાં 40 ડિસ્પોઝિબલ માસ્ક, પાંચ એન-095 માસ્ક, 50 મિલીલિટરના સેનિટાઈઝરની 20 બોટલો, 40 જોડી ગ્લવ્ઝ, ટચ કર્યા વિના દરવાજા ખોલવા અને બંધ કરવા માટે વિશેષ હુક શામેલ છે. આ ઉપરાંત આમાં ઈમ્યુનિટીને વધારનાર ટી-બેગ પણ છે. આ કિટને ડીઆરડીઓએ તૈયાર કરી છે.
12. આરોગ્ય મંત્રાલયે બધા સાંસદોને નિર્દેશ આપ્યા છે કે તે ફેસ ટુ ફેસ વાત ન કરે. તેમને સમજાવવા માટે એક વિશેષ ક્લિપ પણ તૈયાર કરવામાં આવી છે.
13. વળી, બધા કાર્યાલયો અને એન્ટ્રી પોઈન્ટ પર અલ્ટ્રાવાયોલેટ બૉક્સ રાખવામાં આવ્યા છે જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે બહારથી આવતા બધા દસ્તાવેજ સેનિટાઈઝ થઈને આવે.
14. સાંસદો દ્વારા ઉપયોગમાં લેવાયેલ જૂતા, ફર્નીચર, બેગ, ટ્રોલીઓ અને કારોને સમયે-સમયે સેનિટાઈઝ કરવામાં આવશે. સેન્ટ્રલ હૉલને પૂર્વ સભ્યો અને પત્રકારો માટે નો ગો ઝોન ઘોષિત કરવામાં આવ્યો છે.
15. અત્યાર સુધી કમસે કમ 7 મંત્રી કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. આ ઉપરાંત બે ડઝન સાંસદ એવા છે જે કોરોના વાયરસથી રિકવર થઈ ચૂક્યા છે. એક રિપોર્ટ અનુસાર 785 સાંસદોમાંથી લગભગ 200 એવા છે જેમની ઉંમર 65 વર્ષથી વધુ છે. અત્યાર સુધી કોરોનાથી એક સાંસદનુ મોત થયુ છે.
સંસદમાં અધીર રંજને કહ્યુ- લોકતંત્રનુ ગળુ દબાવવાની કોશિશ