મહારાષ્ટ્રમાં ઝડપથી કેમ ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ? સામે આવ્યા કારણ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં આ મહિનાની શરૂઆતથી કોરોના વાયરસના કેસોમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. રાજ્યનો અમરાવતી જિલ્લો હૉટસ્પૉટ બની રહ્યો છે. પરંતુ કોરોનાના કેસોમાં આ વધારો કેમ થઈ રહ્યો છે? મહારાષ્ટ્રના એક ડૉક્ટરે આની પાછળના કારણો વિશે માહિતી આપી છે. તેમણે કહ્યુ કે મહારાષ્ટ્રના વિવિધ ક્ષેત્રના અમરાવતી અને અચલપુર શહેરમાં કોરોના વાયરસના કેસોમાં વૃદ્ધિ માટે ત્રણ કારણ જવાબદાર છે. મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગના ટેકનિકલ સલાહકાર ડૉ. સુભાષ સાળુકેએ જણાવ્યુ કે તેમણે હાલમાં જ અમરાવતી અને અચલપુર શહેરનો પ્રવાસ કર્યો હતો. ત્યાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારા માટે ત્રણ મુખ્ય કારણો જવાબદાર છે...

અન્ય જિલ્લાઓમાં પણ ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ
પહેલુ કારણ વાયરસ, તેની સંરચના, ઉત્પરિવર્તન અને તેની સંચરણની ક્ષમતા છે. બીજુ કારણ એ વ્યક્તિ છે જે સંક્રમિત થઈ જાય છે અને તેને બીજા સુધી પહોંચાડે છે અને ત્રીજુ પર્યાવરણ અને હવામાન છે. તેમણે કહ્યુ કે કોરોના વાયરસ મ્યુટેશન ઘણી વાર થયુ છે અને તે સામાન્ય વાયરસની સરખામણીએ ઝડપથી સંક્રમિત કરી રહ્યુ છે. તેમણે ચેતવણી આપીને કહ્યુ કે આ વાયરસ ધીમે ધીમે પૂણે અને મુંબઈ જેવા અન્ય જિલ્લાઓમાં પણ ફેલાઈ રહ્યો છે.

અન્ય રાજ્યોમાં પણ ફેલાશે
ડૉ. સાળુકેએ જણાવ્યુ કે જો આ વાયરસને રોકવા માટે જલ્દી વ્યવસ્થા કરવામાં ન આવી તો એ દિવસ દૂર નથી જ્યારે દેશના અન્ય રાજ્યોમાં પણ તે ફેલાઈ જશે. જો કે તેમણે એ પણ કહ્યુ કે અમરાવતી અને યવતમાલ જિલ્લાઓમાં જે વાયરસ મળ્યો છે તે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસોમાં વધારા માટે જવાબદાર નથી. તેમણે કહ્યુ કે મહારાષ્ટ્રમાં થઈ રહેલ કોરોના વાયરસના રસીકરણે નિશ્ચિત રીતે તેને કંટ્રોલ કરવાનુ કામ કર્યુ છે.

કોરોના વાયરસ વેક્સીન
ડૉ. સાળુકેએ જણાવ્યુ કે તેમણે મંગળવારે કોરોના વાયરસની બીજી વેક્સીન લગાવી લીધી છે. તે ઉપરાંત સંભાગીય કમિશ્નર સૌરવ રાવ અને પોલિસ કમિશ્નર (પૂણે સિટી) અમિતાભ ગુપ્તાને પણ કોરોના વાયરસની વેક્સીન આપવામાં આવી છે.