For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2019 જીતવા માટે રાવણને જેલની બહાર કાઢ્યો ભાજપે?

રાવણને જેલ બહાર કાઢવા પાછળ ભાજપનો છે આ પ્લાન.

|
Google Oneindia Gujarati News

સહારનપુરઃ 2017માં થયેલ જાતીય હિંસાના મુખ્ય આરોપી અને ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર ઉર્ફે રાવણને સમય પહેલા જ છોડી મૂક્યો. ત્યારે રાવણની જેલ મુક્તિને રાજનૈતિક કારણો સાથે જોડીને જોવામાં આવી રહી છે. નિષ્ણાંતો મુજબ એસસી/એસટી એક્ટમાં સંશોધન બાદ સવર્ણોના નિશાના પર આવેલ ભાજપ નથી ઈચ્છતું કે પશ્ચિમ યુપીમાં દલિત-મુસ્લિમનું ગઠબંધન બને. માટે લોકસભા ચૂંટણી પહેલા જ ભાજપ દલિતો પ્રત્યે હમદર્દીનો સંદેશો આપવા માગે છે.

જાતિય હિંસાના આરોપમાં ગયો હતો જેલ

જાતિય હિંસાના આરોપમાં ગયો હતો જેલ

મે 2017માં સહારનપુરમાં થયેલ જાતિય હિંસાના મુખ્ય આરોપી બનાવીને ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર ઉર્ફે રાવણને જેલ મોકલી આપવામાં આવ્યો હતો. હિમાચલ પ્રદેશના ડલહોજીથી તેની ધરપકડ કરવામાં આવી હતી. એવામાં રાવણની સમય પહેલા જ જેલ મુક્તિ ભાજપની કોઈ ચાલ લાગી રહી છે. જણાવી દઈએ કે 2 એપ્રિલ 2018ના રોજ દલિત હિંસા અને 6 ઓગસ્ટના SC/ST એક્ટ પર કેન્દ્ર સરકારના ફેસલાથી ભજપ દેશભરમાં સવર્ણોના નિશાન પર આવી ગઈ છે. ભાજપને લોકસભા ચૂંટણી 2019 પહેલા પોતાના ઉપર લાગેલ દલિત વિરોધી હોવાના દાગને ધોવા માટે એડી ચોટીનું જોર લગાવવું પડી રહ્યું છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારે જવાબ આપવાનો હતો

કેન્દ્ર અને રાજ્ય સરકારે જવાબ આપવાનો હતો

1 નવેમ્બર 2018ના રોજ રાવણ પરથી રાષ્ટ્રીય સુરક્ષા કાયદાની અવધી સમાપ્ત થવાની હતી. હાઈકોર્ટથી રાહત ન મળતા રાવણ તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. રાવણના વકીલ હરપાલ સિંહનું માનીએ તો સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજી પર કેન્દ્ર અને રાજ્ય સરકારે આજે એટલે કે 14મી સપ્ટેમ્બરે જવાબ આપવાનો હતો.

દલિત ચેહરાના રૂપમાં સામે આવ્યો

દલિત ચેહરાના રૂપમાં સામે આવ્યો

જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશની રાજનીતિમાં માયાવતી સૌથી મોટા દલિત ચેહરા છે. જો કે સહારનપુર જાતીય હિંસા બાદ ચંદ્રશેખર રાવણને ઓળખ મળી. તે માયાવતી બાદ યૂપીમાં સૌથી મોટા દલિત ચેહરાના રૂપમાં સામે આવ્યા. એટલું જ નહીં, કેરાના અને નૂરપુર ઉપ ચૂંટણીના સમયે પણ ભીમ આર્મીએ રાલોદ અને સપા ગઠબંધનને સમર્થન આપ્યું હતું. જેના પરિણામ સ્વરૂપે કેરાના લોકસભા સીટમાં આવતી સહારનપુર જિલ્લાની બે વિધાનસભા સીટ પર ભાજપને આકરી હાર મળી.

ચંદ્રશેખર કેવી રીતે બન્યો ભીમ આર્મીનો ‘રાવણ', જાણો દલિત નેતા બનવાની કહાની ચંદ્રશેખર કેવી રીતે બન્યો ભીમ આર્મીનો ‘રાવણ', જાણો દલિત નેતા બનવાની કહાની

English summary
Know the Bjp plan for bhim army chief chandrashekhar rawan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X