જલ્દી બજારમાં મળશે કોરોનાની વેક્સીન, એક ડોઝ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા
નવી દિલ્લીઃ દેશમાં રોજના સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે 3 લાખની નજીક પહોંચવાની છે. આ દરમિયાન મંગળવારે રાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યા. સાથે જ 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને વેક્સીન આપવાની વાત કહી. પીએમના જણાવ્યા મુજબ બધી કંપનીઓની વેક્સીન ખુલ્લા બજારમાં પણ વેચાશે. આશા રાખવામાં આવી રહી છે કે આની કિંમત 700થી 1000 રૂપિયા પ્રતિ ડોઝ હશે. હાલમાં સરકારે આની કિંમત ખાનગી હોસ્પિટલોમાં 250 રૂપિયા રાખી છે જ્યારે સરકારી હોસ્પિટલોમાં તે ફ્રી છે.

કોવિશિલ્ડની કિંમત હશે વધુ
સીરમ ઈન્સ્ટીટ્યુટના સીઈઓ અદાર પૂનાવાલાએ થોડા દિવસ પહેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે તેમની કંપનીની કોવિશિલ્ડની બજારમાં કિંમત 1000 રૂપિયા આસપાસ હશે. વળી, ડૉ. રેડ્ડીઝ રશિયન વેક્સીન સ્પૂતનિક વીની આયાત કરશે. તેની કિંમત 750થી ઓછી હોવાની આશા છે. જો કે આ અંગે હજુ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમુક કંપનીઓનુ કહેવુ છે કે આ બધુ માર્કેટમાં સપ્લાય, એક્સપોર્ટ અને સપ્લાય ચેન પર પણ ડિપેન્ડ કરશે.

આ કારણે ભાવ હશે અલગ
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ બજારમાં એન્ટ્રી કરનાર એક કંપનીએ કહ્યુ કે સરકારે પ્રતિ ડોઝ 150 રૂપિયાની કિંમત નક્કી કરી છે કે જે ઘણી ઓછી છ. અમે એક સ્થાયી મૂલ્ય પર કામ કરીશુ. આપણે એ વાત જાણવી જોઈએ કે ટેકનોલૉજી પ્લેટફૉર્મ, સેલ લાઈન અને ઉપકરણ દરેક કંપનીના અલગ અલગ હોય છે. આ ઉપરાંત વેક્સીન બનાવવા માટે કાચા માલ પણ અલગ અલગ દેશોમાંથી આવે છે. આના કારણે બધી કંપનીઓની વેક્સીનની કિંમત અલગ-અલગ હોઈ શકે છે.

રેવન્યુ ભેગી કરવાનુ દબાણ
વળી, બીજી તરફ કંપનીઓએ વેક્સીનમાં બહુ મોટુ રોકાણ કર્યુ છે. એવામાં તેમના પર એ દબાણ રહેશે કે તે સારી રેવન્યુ ભેગી કરી શકે. જો વેક્સીન બીજા દેશમાંથી આયાત કરવામાં આવેતો ઘણા અન્ય તથ્યો જોવા પડશે. જો કે, આસામ અને યુપી જેવા રાજ્યોએ પહેલેથી જ એલાન કરી દીધુ છે કે બજાર મૂલ્ય ભલે ગમે તે હોય તે ફ્રીમાં જનતાને વેક્સીન ઉપલબ્ધ કરાવશે.



Click it and Unblock the Notifications
