For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીનો રોડ શૉ, છાવણીમાં બદલાયું ભોપાલ, જાણો આખો કાર્યક્રમ

માનસરોવર યાત્રાથી પાછા આવેલા રાહુલ ગાંધી સોમવારે ભોપાલમાં રોડ શૉ કરવા જઈ રહ્યા છે. રાહુલ ગાંધીના આ રોડ શૉને કોંગ્રેસ પોતાની તાકાત બતાવવાનો રસ્તો પણ માની રહી છે.

|
Google Oneindia Gujarati News

માનસરોવર યાત્રાથી પાછા આવેલા રાહુલ ગાંધી સોમવારે ભોપાલમાં રોડ શૉ કરવા જઈ રહ્યા છે. રાહુલ ગાંધીના આ રોડ શૉને કોંગ્રેસ પોતાની તાકાત બતાવવાનો રસ્તો પણ માની રહી છે. બધા જ જિલ્લાના કાર્યકર્તાઓ અહીં પહોંચી રહ્યા છે. રાહુલ ગાંધીના રોડ શૉને કારણે પોલીસ પ્રશાશન પણ ઘણું એલર્ટ છે. રાહુલ ગાંધી જે વિસ્તારથી પસાર થવાના છે તે આખો વિસ્તાર છાવણીમાં બદલાઈ ગયો છે. પોલીસ જવાનો સાદા યુનિફોર્મમાં પણ આ રોડ શૉનો ભાગ હશે. બીજી બાજુ બીજેપી ઘ્વારા રાહુલ ગાંધીના રોડ શૉ પહેલા રાજનૈતિક રમતો રમવાનું ચાલુ કરી દીધું છે. શહેરમાં એવા પોસ્ટર પણ જોવા મળ્યા જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી જ્યાં પણ જાય છે ત્યાં કોંગ્રેસને ડુબાડે છે.

5 કલાક શહેરમાં રહેશે રાહુલ ગાંધી

5 કલાક શહેરમાં રહેશે રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે ભોપાલમાં 5 કલાક રહેશે. તેમની સુરક્ષામાં 1500 જવાનો અને કુયુઆરએફ ફોર્સ ગોઠવી દેવામાં આવી છે. રાહુલ ગાંધીના રોડ શૉ વાળા રસ્તે પોલીસ અધિકારીઓ મોક ડ્રિલ કરીને સુરક્ષા તપાસી રહ્યા છે. રાતથી જ શહેરના રસ્તાઓ છાવણીમાં બદલાઈ ગયા છે. શહેરની સીમમાં પ્રવેશ કરવામાં આવી રહેલા બધા જ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.

રાહુલ ગાંધીના કાફલાના દરેક રુટ પર પોલીસ હાજર

રાહુલ ગાંધીના કાફલાના દરેક રુટ પર પોલીસ હાજર

પોલીસનું ખુફિયા તંત્ર સક્રિય છે. બધા જ રાજનૈતિક સંગઠનો પર ગુપચુપ નજર રાખવામાં આવી રહી છે. ભોપાલ રેન્જ આઇજી જયદીપ પ્રસાદ અનુસાર 1500 કરતા પણ વધારે જવાનો શહેરના રસ્તા પર સુરક્ષા માટે ગોઠવી દેવામાં આવ્યા છે. એરપોર્ટથી લઈને રાહુલ ગાંધીના કાફલા સુધી દરેક રુટ પર પોલીસ હાજર છે.

જાણો રાહુલ ગાંધીના રોડ શૉનો રુટ

જાણો રાહુલ ગાંધીના રોડ શૉનો રુટ

રાહુલ ગાંધી દિલ્હી એરપોર્ટથી ભોપાલ એરપોર્ટ એક વિશેષ પ્લેન ઘ્વારા જશે. ત્યારપછી રોડ શૉ એરપોર્ટથી ઈમામી ગેટથી રોશનપુરા થઈને પસાર થશે. આખી સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ આઇજી જાતે કરી રહ્યા છે. કોઈ પણ પ્રકારની હરકત કરનારને છોડવા નહીં આવે તેવું જણાવવામાં આવ્યું છે. કાર્યક્રમ સ્થળ પર પણ સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાકર્મીઓ સાથે પોલીસ જવાનો સિવિલ ડ્રેસમાં હાજર રહેશે.

ત્રણ કલાકનો રોડ શૉ અને દોઢ કલાકનો સંવાદ

ત્રણ કલાકનો રોડ શૉ અને દોઢ કલાકનો સંવાદ

રાહુલ ગાંધીનો રોડ શૉ સોમવારે બપોરે લાલઘાટીથી શરુ થશે. આ દરમિયાન તેમનું કેટલીક જગ્યાઓ પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા રાહુલ ગાંધી આખા કાર્યક્રમ દરમિયાન સુરક્ષા ઘેરામાં રહેશે. રાહુલ ગાંધી શહેરના અલગ અલગ માર્ગથી પસાર થઈને બપોરે 4 વાગ્યે ભેલ દશહરા મેદાને પહોંચશે જ્યાં તેઓ સાંજે સાઢા પાંચ વાગ્યા સુધી પદાધિકારીઓ સાથે સંવાદ કરશે. ત્યારપછી તેઓ દિલ્હી જવા માટે રવાના થઇ જશે.

English summary
know the rahul gandhi road show route in bhopal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X