ભારતમાં મહિલાઓના અધિકાર, સૂર્યાસ્ત બાદ ધરપકડ થઇ શકે નહીં

Posted By:
Subscribe to Oneindia News

હાલમાં ભારતમાં વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. મહિલાઓ પુરૂષ સમોવડી બની રહી છે. પરંતુ ભારતમાં આજની તારીખમાં પણ એવી અનેક મહિલાઓ છે જેમને પોતાના હક્ક માટે ઠોકરો ખાવી પડે છે. નિયમોથી અજાણ હોવાના કારણે તે હંમેશા લાચાર અને બીજા લોકોની મદદની અપેક્ષા રાખતી જોવા મળે છે.

ભારતમાં એવા અનેક નિયમો અને કાયદા છેકે જે મહિલાઓને કાયદાકીય અધિકાર અને રક્ષણ આપે છે. આ અધિકારો માત્ર સંપતિ સાથે જોડાયેલા નથી પરંતુ પારિવારિક હિંસા સાથે પણ જોડાયેલા છે.

પિતાની સંપતિમાં અધિકાર
  

પિતાની સંપતિમાં અધિકાર

મહિલાઓનો પોતાના પિતાની સંપતિ પર અધિકાર હોય છે. જો પિતાએ પોતાની વસિયત નથી કરી તો પિતાના મૃત્યુ બાદ છોકરીને પણ પોતાની માતા અને ભાઇની જેમ જ સંપતિમાં સમાન હક્ક મળે છે. મહિલાઓને આ અધિકાર વિવાહ બાદ પણ મળે છે.

પતિની સંપતિમાં અધિકાર
  

પતિની સંપતિમાં અધિકાર

લગ્ન બાદ મહિલાઓને તેમના પતિના ઘરની સંપતિમાં પણ અધિકાર મળે છે. પતિ સાથે વિવાદની ઉપસ્થિતિમાં મહિલાઓને ગુજરાન ભથ્થુ મેળવવાનો અધિકાર છે. જો પતિનું મૃત્યુ થાય તો પણ પતિની વસિયત અનુસાર સંપતિમાં મહિલાઓને હક્ક મળે છે.

ગુજરાન ભથ્થુ મેળવી શકે છે
  

ગુજરાન ભથ્થુ મેળવી શકે છે

જો પતિ પત્નીએ અલગ રહેવાનો નિર્ણય કર્યો છે, તો CRPCની કલમ 125 હેઠળ પત્ની બાળકો અને પોતાના માટે ગુજરાન ભથ્થુ માંગી શકે છે. જો બંનેના છુટાછેડા થઇ જાય છે તો હિંદુ મેરેજ એક્ટની કલમ 24 મુજબ પત્ની વળતરની રકમની માંગ પણ કરી શકે છે.

પોતાના પૈસા ખર્ચ કરવાની આઝાદી
  
 

પોતાના પૈસા ખર્ચ કરવાની આઝાદી

મહિલાઓને તે અધિકાર આપવામાં આવ્યો છેકે તે પોતાની કમાણી અને પૈતૃક સંપતિનું જે ચાહે તે કરી શકે છે. જો મહિલા ઇચ્છે તો પોતાના બાળકોને સંપત્તિમાંથી બેદખલ પણ કરી શકે છે.

પોલીસ અધિકાર
  

પોલીસ અધિકાર

મહિલાઓને પોલીસ સંબધિત કેટલાક વિશેષ અધિકાર પ્રાપ્ત છે. કોઇ પણ મહિલાની સૂર્યોદય પહેલા અથવા તો સૂર્યાસ્ત બાદ ધરપકડ નથી કરી શકાતી. મહિલાની ધરપકડ કરવાનું કારણ જણાવવુ પડે છે. ધરપકડ કરવામાં આવેલી મહિલાના નિકટના સંબંધીને તરત જ જાણ પણ કરવી પડે છે.

મફત વકીલ સેવા
  

મફત વકીલ સેવા

મહિલાઓની ધરપકડ અથવા તો કોઇ પણ અન્ય મામલામાં મફત કાનુની સેવાનો પણ અધિકાર છે. સરકારી ખર્ચે મહિલા કોર્ટ પાસેથી વકીલની માંગ કરી શકે છે.

English summary
Know the rights of women in India both in property and in other cases. Women have right to claim the property of both husband and father.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.