• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Happy Birthday PM Modi : જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસની દિનચર્યા

|
Google Oneindia Gujarati News

Happy Birthday PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ પર તેમની દિનચર્યા યોગ અને કસરત સાથે શરૂ કરશે, જે માટે તેમને રોજની જેમ સવારે વહેલા ઉઠ્યા બાદ સ્નાન અને ધ્યાન કરશે. જે બાદ તેમને પોતાના ઇમેઇલ્સ ચેક કરશે અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપશે.

જે બાદ તેમને ન્યૂઝ વેબસાઇટ્સ અને અખબારોમાં સમાચારો વાંચશે. વડાપ્રધાનનો દિવસ રાબેતા મુજબ વ્યસ્ત રહેશે. 16થી 18 કલાક કામ દરમિયાન તેમને અડધો ડઝનથી વધુ પ્રત્યક્ષ અને વર્ચ્યુઅલ બેઠકો કરશે.

વડાપ્રધાનના જન્મદિવસ એટલે કે 12 કલાકે ગુરુવાર અને શુક્રવારની મધ્યરાત્રિએ નમો એપ પર વર્ચ્યુઅલ પ્રદર્શન ચલાવવામાં આવશે. આ પ્રદર્શન વડાપ્રધાનના જીવન પર આધારિત હશે. વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ નમો એપ પર આપી શકાય છે, પરંતુ ઈચ્છતા તમામ લોકોએ એક પ્રણ લેવું પડશે. જેમાં તેમને માત્ર મેક ઇન ઇન્ડિયા વસ્તુઓનો ઉપયોગ કરશે, સ્વચ્છતા માટે પ્રયત્ન કરશે, પર્યાવરણ અને વૃક્ષારોપણ કરી વૃક્ષોની સંખ્યામાં વધારો કરશે.

સમાજ સેવા કરવી પડશે

આ સાથે નમો એપ પર 'અમૃત પ્રયાસો' ના નામથી તમારે વડાપ્રધાનના જન્મદિવસે કામોમાં ભાગ લેવો પડશે. આ માટે તેમને સમાજ સેવા કરવી પડશે. જેમાં રક્તદાન શિબિર, સ્વચ્છતા અભિયાન, વૃદ્ધાશ્રમમાં સેવા અને સમાન સામાજિક સેવા પ્રવૃત્તિઓમાં ભાગ લેવો પડશે. વડાપ્રધાન પોતાનો 71મો જન્મદિવસ સામાન્ય દિવસ તરીકે વ્યસ્ત દિનચર્યા સાથે અને કોઈપણ ઉજવણી વગર પસાર કરશે.

English summary
Prime Minister Narendra Modi will start his daily routine on his birthday with yoga and exercise, for which he will bathe and meditate after waking up early in the morning as usual.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X