જાણો કયા રાજ્યોમાં ખુલ્લે આમ વેચાય છે, ગૌ માંસ

Posted By:
Subscribe to Oneindia News

કેન્દ્રમાં એનડીએ સરકારના આવ્યા બાદ દેશભરમાં ગૌ માંસને લઇને એક નવો વિવાદ ઊભો થઇ રહ્યો છે. અનેક રાજ્યમાં ભાજપની સરકાર બન્યા પછી ગૌ માંસને અપરાધ ગણાવી તેની પર બૈન લગાવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રમાં ગૌ માંસને અવૈધ કરી દીધો છે. અને માર્ચ મહિનામાં ગૌ માંસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ કાનૂનને તોડનારની 5 વર્ષની સજા કે દસ હજાર રૂપિયાના દંડની પણ જોગવાઇ કરવામાં આવી હતી. અને અમુક કેસમાં આ બન્ને પણ લાગુ થઇ શકે છે. ત્યાં જ હરિયાણામાં ગૌ માંસ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. જો કે રાષ્ટ્રપતિએ આ મામલે ગંભીર સજા આપવાની અનૂમતિ હજી નથી આપી. તેથી આ મામલામાં હજી કોઇને ગંભીર સજા આપવામાં નથી આવી

 

કયા રાજ્યોમાં છે સંપૂર્ણ પ્રતિબંધ
ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, પંજાબના ગૌ માંસ પર સંપૂર્ણ પણે પ્રતિબંધ છે. એટલું જ નહીં બિહાર, તમિલ નાડૂ, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને ઓડ્ડિસામાં પણ ગૌ માંસ પર પ્રતિબંધ છે.

પશ્ચિમ બંગાળ ખાસ વ્યવસ્થા
વધુમાં પશ્ચિમ બંગાળમાં કેટલાક મુખ્ય મુસ્લિમ ઉત્સવો દરમિયાન ગૌ માંસ વેચવા માટે સર્ટિફિકેટ આપવામાં આવે છે. અને પછી જ ગૌ હત્યાની મંજૂરી આપવામાં આવે છે.

નોંધનીય છે કે દેશભરમાં 29 રાજ્યોમાંથી 24 રાજ્યોમાં ગૌ માંસ પર પ્રતિબંધ છે. આ સૂચિમાં તેલંગાના પણ સામેલ છે. ત્યાં જ કેરળમાં સૌથી વધુ ગૌ માંસ ખવાય છે. ત્યારે આ અંગે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

ગુજરાત
  

ગુજરાત

આપણા ગુજરાતમાં પણ ગૌ માંસ પર પૂર્ણપણે પ્રતિબંધ છે. એટલું જ નહીં વર્ષ 2011માં ગૌ હત્યા કરનારની સામે સજા પણ વધારવામાં આવી છે. અહીં આ કારણે 6 મહિનાથી લઇને 7 વર્ષની સજા થઇ શકે છે.

અરુણાચલ પ્રદેશ
  

અરુણાચલ પ્રદેશ

અરુણાચલ પ્રદેશ ગૌ માંસ ખૂબ જ સરળતાથી મળે છે. અને અહીં તેની પર કોઇ પ્રતિબંધ નથી.

મેધાલય
  

મેધાલય

પૂર્વોત્તર રાજ્યમાં મેધાલયમાં સૌથી વધુ ગૌ માંસ ખાવામાં આવી છે. અને અહીં તે સરળતાથી મળે પણ છે.

નાગાલેન્ડ
  
 

નાગાલેન્ડ

નાગાલેન્ડમાં પણ મોટા પ્રમાણમાં ગૌ માંસ વેચાય છે. અને અહીં પણ તેની પર કોઇ કાનૂન નથી.

મિઝોરમ
  

મિઝોરમ

મિઝોરમમાં પણ ગૌ માંસની વેચાણ પર કોઇ પણ પ્રકારનો પ્રતિબંધ નથી.

લક્ષદ્રિપ
  

લક્ષદ્રિપ

કેન્દ્ર શાસિત પ્રદેશ ગણાતા લક્ષદ્રિપ પર પણ ખુલ્લેઆમ ગૌ માંસ વેચાણ છે અને ખવાય પણ છે.

English summary
Know the states where beef is banned and where you can eat it. There are 5 states where beef selling is not prohibited.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.