• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન?

|

2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીએ જ નક્કી કરી દીધુ હતુ કે રાજ્યમાં ભાજપ માટે 2019ની લોકસભા ચૂંટણી સરળ નહિ રહે. ગઈ વખતે તો નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી રહીને આખા દેશમાં ચૂંટણી પ્રચારની આગેવાની કરી રહ્યા હતા. તે પોતે વડોદરા સીટ પરથી પાર્ટીના ઉમેદવાર પણ હતા. ત્યારે મોદી રેલીઓ માટે દેશમાં ક્યાંય પણ ગયા પરંતુ રાતના સમયે ગાંધીનગર પાછા આવવાનું ન ભૂલ્યા. ગુજરાતની બધી સીટો જીતવાનો તેમનો લક્ષ્ય હતો એટલા માટે તે દરેક સીટ પર વ્યક્તિગત રીતે નજર રાખી રહ્યા હતા. એટલા માટે ત્યાં લોકસભાની બધી 26 સીટ પર જીતવુ પાર્ટી માટે વધુ મુશ્કેલ નહોતુ. પરંતુ હવે આ વખતે ન તો મોદી ત્યાં છે અને ના રાજ્યની કોઈ સીટ પરથી તેમના ચૂંટણી લડવાના અણસાર છે. આવી સ્થિતિમાં મોદી નહિ તો કમસે કમ તેમના જમણા હાથ સમાન અમિત શાહની સક્રિય હાજરી જરૂરી સમજવામાં આવી રહી છે. સત્ય તો એ છે કે આજની તારીખમાં ભાજપ ગુજરાતમાં એટલી મજબૂત નથી રહી જેટલી ગઈ વખતે હતી. એટલા માટે અમિત શાહને અહીંથી ચૂંટણી લડાવીને પાર્ટી એક સાથે ઘણા મોરચે મિશન-26 ના સંકલ્પને પૂરુ કરવા ઈચ્છે છે.

ભાજપના મિશન-26માં ફિટ બેસે છે શાહ

ભાજપના મિશન-26માં ફિટ બેસે છે શાહ

મુકાબલો અઘરો છે પરંતુ ભાજપના રણનીતિકારોને લાગે છે કે આ વખતે પણ ગુજરાતમાં મિશન-26 ના લક્ષ્યને ભેદવાનું અસંભવ નથી. પાર્ટી અધ્યક્ષ અમિત શાહ તો આની તૈયારી મહિનાઓથી કરી રહ્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં જ તેમણે ગુજરાતમાંથી પાર્ટીના બધા ચૂંટાયેલા સાંસદોની દિલ્લીમાં ઘણી બેઠક બોલાવી હતી. વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને ત્રણ આંકડા સુધી પહોંચવાનું મુશ્કેલ લાગી રહ્યુ હતુ ત્યારે મોદી-શાહના કાન ઉભા થઈ ગયા હતા. ગઈ લોકસભા ચૂંટણાં ભાજપ ગુજરાતની બધી 26 લોકસભા સીટો જીત્યુ હતુ તો નરેન્દ્ર મોદી ગુજરાતમાં જ હતા. આ વખતે લોકસભા ચૂંટણીમાં પાર્ટી કાર્યકર્તા ત્યાં તેમની કમી એટલી જ અનુભવી રહ્યા છે જેટલી વિધાનસભા ચૂંટણી દરમિયાન હતી. એવામાં મિશન-26ના સંકલ્પને લક્ષ્ય સુધી પહોંચાડવા માટે મોટા અને પ્રભાવશાળી નેતાની સક્રિય ભાગીદારીની જરૂર અનુભવાતી હતી. એક એવા નેતા જે માત્ર કાર્યકર્તાઓને હિંમત પૂરી પાડે અને ગુજરાતમાં મોદીની દરેક પળની હાજરીનો અહેસાસ પણ કરાવે. આ દ્રષ્ટિએ મોદી અને પાર્ટીની નજરે અમિત શાહથી સારો કોઈ વિકલ્પ નહોતો. પ્રધાનમંત્રી તેમના પર કેટલો ભરોસો કરે છે એ ગુજરાત નહિ પરંતુ દેશના બધા લોકો સારી રીતે જાણે છે. એટલા માટે પાર્ટીને લાગે છે કે કુલ મળીને અમિત શાહ જ છે જે નરેન્દ્ર મોદીના નામ પર મિશન-26નું સપનુ પૂરુ કરવામાં મદદ કરી શકે છે.

અડવાણી સેિવાય ગાંધીનગરમાં મોદી કે શાહ જ ફિટ

અડવાણી સેિવાય ગાંધીનગરમાં મોદી કે શાહ જ ફિટ

લાલકૃષ્ણ અડવાણી 1991થી જ ગાંધીનગરનું પ્રતિનિધિત્વ કરતા રહ્યા છે. આ સીટે તેમને વાજપેયી સરકારમાં ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી પદ સુધી પહોંચાડ્યા. અડવાણીની ભરપાઈ માટે ગાંધીનગર જેવી હાઈપ્રોફાઈલ સીટપર ભાજપના કોઈ કદાવર નેતા જ જોઈતા હતા. અડવાણીના કદના આજની તારીખમાં ભાજપમાં કોઈ નેતા હોય તો તે નરેન્દ્ર મોદી છે. પરંતુ મોદી આ વખતે ગુજરાતની સીટ પરથી ચૂંટણી કદાચ નહિ લડે. એટલા માટે પાર્ટીએ તેમના સૌથી નજીકના નેતા અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પર ભરોસો કરવાનું યોગ્ય માન્યુ છે. સત્ય એ પણ છે કે અમિત શાહે પોતાના રાજકીય કેરિયરની શરૂઆતના દિવસોમાં અડવાણી માટે પ્રચારની જવાબદારી ગાંધીનગરથી સંભાળી છે. એટલા માટે એક હાઈ પ્રોફાઈલ સીટ પર હાઈપ્રોફાઈલ ઉમેદવારના ચૂંટણી પ્રતિનિધિ હોવાના અનુભવનો પણ લાભ મેળવી શકાય છે.

સૌથી મોટી વાત તો એ છે કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસે ગાંધીનગરમાં પોતાની રાજકીય હાજરી માટે ઘણા પ્રયત્નો કર્યા છે. આ મહિને કોંગ્રેસે 58 વર્ષ બાદ પોતાની વર્કિંગ કમિટીની બેઠક પણ ગાંધીનગર પાસે અડાલજમાં કરી હતી. આ વાત ન ભૂલવી જોઈએ કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગાંધીનગર પાસે અડાલજમાં પોતાની પહેલી ચૂંટણી જનસભા કરી હતી. એટલા માટે બેમત નથી કે કોંગ્રેસે ગાંધીનગરમાં પોતાના સંગઠનને મજબૂત કરવા માટે હાલમાં ઘણી કોશિશ કરી છે. એવામાં તેમની રણનીતિઓનો રાજકીય જવાબ આપવા માટે અમિત શાહથી સારો વિકલ્પ ન હોઈ શકે. કારણકે કોંગ્રેસને અંદાજો હતો કે અડવાણી આ વખતે ચૂંટણી નહિ લડે. એટલા માટે તે પણ આ સીટ પર પોતાની દાવેદારી મજબૂતીથી રાખવા ઈચ્છે છે.

2017ના પડકારો સામે લડવુ જરૂરી

2017ના પડકારો સામે લડવુ જરૂરી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતના ધરમપુરથી લોકસભા ચૂંટણીનો પ્રચાર અભિયાન શરૂ કરીને બતાવી દીધુ હતુ કે તેમની પાર્ટી ગુજરાતમાં કોઈ પણ કિંમતે ભાજપને વૉકઓવર નહિ આપે. 2014થી 2017 વચ્ચે રાજ્યમાં ભાજપની વોટ બેંકમાં કોંગ્રેસે જે રીતે ગાબડુ પાડ્યુ છે તે ભાજપ નેતૃત્વ માટે બહુ મોટી ચિંતાનો વિષય છે. ખાસ કરીને પાટીદાર આંદોલન બાદથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની પરિસ્થિતિઓ પાર્ટીને અનુકૂળ નથી. જાણકારી મુજબ અમિત શાહની ગુજરાતમાં હાજરીથી ઉત્તર ગુજરાતની રાજકીય સ્થિતિ બદલાઈ શકે છે. 2017ના ચૂંટણી પરિણામો ઉપર નજર કરીએ તો ઉત્તર ગુજરાતની 4 સીટો ભાજપ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે જ્યાંથી પાર્ટીને પછડાવાનો ડર છે. આ સીટો છે - બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ અને અમરેલી તેમજ સુરેન્દ્રનગર અને મધ્ય ગુજરાતના આણંદમાં પાર્ટીનો રસ્તો સરળ નથી. નોંધનીય છે કે આ તમામ પડકારોને હાલના સમયમાં મોદી ઉપરાંતજો કોઈ ભાજપ નેતા ઉકેલી શકે તો તે માત્ર અમિત શાહ જ છે. તે લગભગ સાડા 6 કરોડ ગુજરાતીઓને માટીના લાલ માટે મત માંગીને નરેન્દ્ર મોદીને ફરીથી પ્રધાનમંત્રી બનાવવાનો રસ્તો સરળ કરી શકે છે. આ ઉપરાંત રાજકીય ગલીઓમાં ભવિષ્યમાં અમિત શાહને મોદીના ઉત્તરાધિકારી બનાવવાની ચર્ચા પર થતી રહે છે. એવામાં બની શકે છે કે મોદીના દિમાગમાં અમિત શાહ માટે આગળનો પણ કોઈ ગેમપ્લાન પહેલેથી તૈયાર હોય.

આ પણ વાંચોઃ ફોર્મ ભરવાના થોડા કલાક પહેલા પ્રકાશ રાજ સામે આચાર સંહિતાના ઉલ્લંઘનનો કેસ નોંધાયો

English summary
Know what is the BJPs gameplan to take Amit Shah from Gandhinagar seat?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X