ભજનપુરા હત્યાકાંડમાં આરોપીએ કર્યા મોટા ખુલાસા, આખા પરિવારને કેવી રીતે રહેંસી નાખ્યો
રાજધાની દિલ્લીના ભજનપુરા વિસ્તારથી ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પોલિસે આ હત્યાકાંડની ગુત્થી 24 કલાકમાં જ ઉકેલી દીધી છે. સમગ્ર પરિવારની હત્યા પાછળ તેમના સંબંધીનો જ હાથ હતો. માહિતી સામે આવી છે કે મૃતક શંભૂનાથની ફોઈના દીકરા પ્રભુનાથે જ આખા પરિવારને લોખંડની પાઈપથી મોતને ઘાટ ઉતાર્યા. તેમના ઘરના પાંચ લોકોને માત્ર 4 કલાકની અંદર મારી નાખ્યા.
આરોપી વ્યક્તિએ ખુલાસો કર્યો કે તે ઉધાર લીધેલા 30 હજાર રૂપિયા પાછા આપી રહ્યા નહોતા. બાદમાં તેણે આખા પરિવારની હત્યા કરી દીધી હતી. પોલિસે ઘટનામાં ઉપયોગમાં લીધેલી લોખંડની રૉડ પણ જપ્ત કરી લીધી છે. પોલિસને ઘટનાની સૂચના 12 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે મળી હતી. તેમણે જણાવ્યુ હતુ કે સી બ્લૉકમાં સ્થિત આ ઘરમાંથી વાસ આવી રહી છે. જ્યારે પોલિસે ઘરનો દરવાજો ખોલીને જોયુ તો તે ચોંકી ગયા. અંદર પાંચ શબ મળ્યા હતા.

આખા પરિવારને પ્રભુનાથે એકલાએ માર્યા
શબોની ઓળખ શંભૂનાથ, તેમની પત્ની સુનીતા અને બે દીકરા સચિન અને શિવમ અને એક દીકરી કોમલ તરીકે થઈ છે. આ પરિવાર મૂળ રીતે બિહારના સુપૌલ જિલ્લાના મલહની ગામનો રહેવાસી હતો. પોલિસે તપાસ માટે ઘણી ટીમોને લગાવી હતી. બાદમાં તેમની ફોન ડિટેલ અને સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી. જેમાં પ્રભુનાથનુ નામ સામે આવ્યુ. જે મૃતકોના ઘરેથી થોડે દૂર જ રહે છે. પુરતા પુરાવા મળ્યા બાદ પોલિસે તેને ગુરુવારે પકડી લીધો હતો. પૂર્વી જિલ્લાના જિલ્લા પોલિસ કમિશ્નર આલોક કુમારે જણાવ્યુ કે પાંચ લોકોની હત્યા જોઈને લાગી રહ્યુ હતુ કે ઘણા લોકોએ ઘટનાને અંજામ આપ્યો હશે. પરંતુ એવુ નહોતુ, આ બધાને પ્રભુનાથે એકલાએ માર્યા. બધી હત્યા એક-એક કરીને કરવામાં આવી. આ શબ દસ દિવસથી રૂમમાં આ જ રીતે પડેલા હતા. પોલિસ હાલમાં આરોપીની પૂછપરછ કરી રહી છે.

સુનિતાના માથે હુમલો કરતો ગયો
પૂછપરછમાં આરોપી પ્રભુનાથે જણાવ્યુ કે ત્રણ ફેબ્રુઆરીએ તેણે શંભૂનાથને પૈસા માટે લક્ષ્મી નગર બોલાવ્યા. ત્યારબાદ શંભૂનાથ તો ત્યાં પહોંચી ગયો. પરંતુ પ્રભુનાથ અહીં પહોંચ્યા બાદ ખુદ શંભૂનાથના ઘરે જતો રહ્યો. બપોરે લગભગ ત્રણ વાગે શંભૂનાથની પત્ની સુનિતા ઘરે એકલી હતી. સુનિતાએ પ્રભુનાથને ઉધાર આપેલા પૈસા માંગ્યા તો તેણે ના પાડી દીધી. ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ. પછી આરોપીએ મહિલાનુ ગળુ દબાવીને મારી નાખી. પછી તે આટલેથી ન અટક્યો, ત્યારબાદ તેને ઘરમાં પડેલી લોખંડની પાઈપ દેખાઈ અને તે સતત સુનિતાના માથે હુમલો કરતો ગયો.

ગુનો કબૂલ્યો
સુનિતાની હત્યા કર્યા બાદ જ્યારે તેની દીકરી કોમલ ટ્યુશનમાંથી આવી તો પ્રભુનાથે તેની પણ લોખંડની પાઈપ મારીને હત્યા કરી દીધી. પછી શંભુનાથનો મોટો દીકરો શિવમ જેવો ટ્યુશનમાંથી ઘરે પહોંચ્યો, તેને પણ લોખંડની રૉડથી મારી દીધો. ત્યારબાદ તે ઘરનો દરવાજો બંધ કરીને જતો રહ્યો. પછી તેણે શંભૂનાથને ગાંવણી ગામ બોલાવ્યો અને બહુ દારૂ પીવડાવ્યો. પછી તે શંભૂનાથને લઈને તેના ઘરે આવ્યો અને ગળુ દબાવીને લોખંડની પાઈપ મારીને હત્યા કરી દીધી. બધાની હત્યા કર્યા બાદ તે ઘરની બહાર તાળુ મારીને ભાગી ગયો.
પોલિસે કેસની તપાસ દરમિયાન જ્યારે શંભૂનાથનો ફોન ચેક કર્યો તો તેણે છેલ્લા કૉલ પ્રભુનાથનો મળ્યો. બાદમાં પોલિસે ઘરની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો તેમને તેમાં પ્રભુનાથ દેખાયો. જે ઘરના દરવાજે તાળુ લગાવી રહ્યો હતો. ત્યારબાદ પોલિસને તેના પર શંકા ગઈ અને તેને કસ્ટડીમાં લઈને તેની પૂછપરછ કરી. ત્યારબાદ તેણે પોતાનો ગુનો કબૂલી લીધો.
આ પણ વાંચોઃ Valentines Day 2020: જાણો કેમ છે 14 ફેબ્રુઆરી પ્રેમનો દિવસ?