કોરોના વાયરસ રસીકરણ થયુ શરૂ, આમને આપવામાં આવ્યો પહેલો ડોઝ
Coronavirus Vaccine First Dose: નવી દિલ્લીઃ ભારતમાં આજથી(16 જાન્યુઆરી) કોરોના વાયરસ રસીકરણ અભિયાન આખા દેશમાં શરૂ થઈ ગયુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સવારે 10.30 વાગે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી રસીકરણ અભિયાનની શરૂઆત કરી. રસીકરણની શરૂઆત કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ - દેશના વૈજ્ઞાનિકોનો ખૂબ ખૂબ આભાર. આજના દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ સાથે જ પ્રધાનમંત્રીએ Co-Win એપને પણ લૉન્ચ કર્યુ છે. રસી લગાવવાનો આખો ડેટા આ સૉફ્ટવેરમાં અપલોડ કરવામાં આવશે અને રસી લગાવનાર ડિજિટલ પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.
રાજધાની દિલ્લી સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા(AIIMS)માં એક સફાઈકર્મીને કોરોના વાયરસ વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે પહેલા તબક્કામાં ત્રણ કરોડ લોકોને વેક્સીન આપવામાં આવશે. જે વૃદ્ધો છે, ગંભીર બિમારીથી ગ્રસ્ત છે તેમને આ તબક્કામાં રસી લાગશે. બીજા તબક્કામાં આ રસીકરણને 30 કરોડ સુધી લઈ જવાનુ છે. પીએમે કહ્યુ કે 30 કરોડથી વધુ માત્ર 3 દેશોની વસ્તી છે ભારત, ચીન અને અમેરિકા.
આ બીમારીએ લોકોને તેમના પરિવારથી દૂર રાખ્યા, માતાઓ પોતાના બાળકો માટે રડી. જે લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા તેમના વિધિ-વિધાનથી અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા નથી. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ રસીકરણ અભિયાનના પહેલા તહક્કામાં આરોગ્યકર્મીઓ, ફ્રંટલાઈન વર્કર્સ અને 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન આપવામાં આવશે. જે ગંભીર બીમારીઓથી પીડિત છે. પહેલા તબક્કામાં સરકારનુ લક્ષ્ય આવા 30 કરોડ લોકોને વેક્સીન આપવાનુ છે જેમાંથી 3 કરોડ કોરોના વૉરિયર્સને ફ્રી વેક્સીન આપવામાં આવશે.
પીએમ મોદીએ શરૂ કર્યુ કોરોના રસીકરણ અભિયાન, વાંચો સંબોધન