સુપર Cycloneનું નામ કેવી રીતે પડ્યું 'Amphan', જાણો 10 મહત્વની વાતો
નવી દિલ્હીઃ ભારતીય હવામાન ખાતા મુજબ બંગાળની ખાડીમાં ઉઠેલા ચક્રવાી તોફાન અમ્ફાને અત્યંત ભીષણ ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરી લીધું છે, જ્યારે ગૃહ મંત્રાલયે કહ્યું કે આ ચક્રવાતી તુફાન બુધવારે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના તટ પર ટકરાશે. આ દરમિયાન 185 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફુંકાશે.

નામ આમ્ફાન કેવી રીતે પડ્યું
વર્તમાનમાં આ ચક્રવાતી તુફાન દક્ષિણી બંગાળની ખાડીની નજીક આવેલ પશ્ચિમ-મધ્ય અને મધ્ય બાગો ઉપર છે જે પારાદીપ (ઓરિસ્સા)થી 790 કિમી દક્ષિણ, પશ્ચિમ બંગાળથી 940 કિમી દક્ષિણ-પશ્ચિમ અને બાંગ્લાદેશથી 1060 કિમી દક્ષિણ-પશ્ચિમમાં છે, આ વખતે આ વાવાઝોનાનું નામ થાઈલેન્ડે આપ્યું છે, તો આવો આ વાવાઝોડાનું નામ આમ્ફાન કેવી રીતે પડ્યું તે જાણીએ.

સુપર સાઈક્લોનનું નામ થાઈલેન્ડે આપ્યું
જણાવી દઈએ કે અમ્ફાન (Amphan) તોફાન વર્ષ 2004માં તૈયાર કરાયેલ વાવાઝોડાઓની યાદીનું છેલ્લું નામ છે, જેને થાઈલેન્ડ દ્વારા આપવામાં આવ્યું હતું, ભારતમાં વાવાઝોડાનું નામ આપવાનું ચલણ 2004થી જ શરૂ થયુ છે, ભારતની સાથોસાથ પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, મ્યાનમાર, ઓમાન અને થાઈલેન્ડ પણ તોફાનના નામ પાડવાનું કામ કરે છે, આ 8 દેશો તરફથી સૂચવેલા નામોના પહેલા અક્ષર મુજબ જ તેમનો ક્રમ નક્કી કરવામાં આવે છે અને તે ક્રમ મુજબ જ ચક્રવાતોના નામ રાખવામાં આવે છે.

વર્લ્ડ મેટ્રોલૉજિકલ ઓર્ગેનાઈઝેશન
આ તમામ આઠ દેશો વર્લ્ડ મેટ્રોલૉજિકલ ઓર્ગેનાઈઝેશ તોફાનની યાદી તૈયાર કરે છે, જો આ આઠ દેશોમાં ચક્રવાત આવે છે તો મોકલાયેલા નામોમાંથી વારાફરતી નામ પસંદ કરવામાં આવે છે, આ વખતે આ વાવાઝોડાનું નામ આપવાનો વારો થાઈલેન્ડનો હતો.

Amphan વિશે 10 જરૂરી વાતો
- ચક્રવાત અમ્ફાન બંગાળની ખાડીમાં એક પ્રચંડ તોફાનમાં તબ્દીલ થઈ ચૂક્યું છે.
- 20મી મેના રોજ વાવાઝોડું અમ્ફાન પશ્ચિમ બંગામાં સાગર દ્વીપસમૂહ અને બાંગ્લાદેશના હતિયા દ્વીપ સમૂહ વચ્ચે પશ્ચિમ બંગાળ- બાંગ્લાદેશના તટીય ક્ષેત્રોથી પસાર થશે.
- આ દરમિયાન 155-165 કિમી પ્રતિ કલાકની ગતિથી હવા ચાલશે જે ગમે ત્યારે 185 કિમી પ્રતિ કલાકની ગતિ પકડી શકે છે.
- જ્યારે તોફાનથી ટકરાય તો ઘણી ક્ષતિની આશંકા છે.
- બાલાસોર, ભદ્રક, જાજપુર, મયૂરભંજ જિલ્લા સૌથી પ્રભાવિત થઈ શકે છે.
- આગલા 4 દિવસ માટે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં વરસાદનીચેતવણી જાહેર કરવામાં આવી છે.
- એનડીઆરએફે કોઈપણ પરિસ્થિતિથી નિપટવા માટે પોતાની 10 ટીમોને ઓરિસ્સા અને પોતાની સાત ટીમોને પશ્ચિમ બંગાળ મોકલી છે.
- માછીમારોને બંગાળની ખાડી અને હિંદ મહાસાગરના ઉંડા સમુદ્રી ક્ષેત્રોમાં આવવા ના દેવાની સલાહ આપવામાં આવી છે.
- અમ્ફાનના રસ્તેથી પસાર થતી શ્રમિક સ્પેશિયલ ટ્રેનોને રદ્દ કરવાની સલાહ આપવામાં આવી છે.
- 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે વિશેષ ઈંતેજામ કર્યા છે.
- 24 પરગના જિલ્લા, કોલકાતા, પૂરવી અને પશ્ચિમી મિદનાપુર, હાવડા અને હુગલીમાં અલર્ટ જાહેર.
1 લાખને પાર પહોંચ્યા કોરોનાના મામલા, 24 કલાકમાં 4970 કેસ નોંધાયા