For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ

પશ્ચિમ બંગાળના ફેમસ જાદુગર ચંચલ લાહિડ઼ી ઉર્ફ મેન્ડરિકની મૌત થઇ ચુકી છે. ચંચલ લાહિડ઼ી રવિવારે પોતાના હાથ-પગ બાંધીને પોતાને એક બોક્સમાં બંધ કરીને હાવડા બ્રીજથી હુગલી નદીમાં ઉતર્યા હતા.

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળના ફેમસ જાદુગર ચંચલ લાહિડ઼ી ઉર્ફ મેન્ડરિકની મૌત થઇ ચુકી છે. ચંચલ લાહિડ઼ી રવિવારે પોતાના હાથ-પગ બાંધીને પોતાને એક બોક્સમાં બંધ કરીને હાવડા બ્રીજથી હુગલી નદીમાં ઉતર્યા હતા. જાદુગરનો દાવો હતો કે થોડી જ સેકન્ડમાં તેઓ ચેન અને બોક્સનું તાળું તોડીને બહાર આવી જશે, પરંતુ તેઓ બહાર આવી શક્યા નહીં. ત્યારપછી પોલીસને સૂચના આપીને તેમની શોધ શરુ કરવામાં આવી. સોમવારે સાંજે નદીમાંથી તેમની લાશ મળી આવી.

આ પણ વાંચો: સેલ્ફી માટે સારો એંગલ શોધવાના ચક્કરમાં ગંગામાં ડૂબી ગઈ બે બહેનો

સ્ટંટ માટે તેમની તૈયારી વ્યવસ્થિત ના હતી

સ્ટંટ માટે તેમની તૈયારી વ્યવસ્થિત ના હતી

41 વર્ષના જાદુગર ચંચલની લાશ સોમવારે હાવડા પાસે મળી આવી છે. પોલીસ તપાસમાં ખબર પડી છે કે પોતાના જાદુગરીના કારનામામાં ચંચલે કેટલીક ભૂલો કરી હતી, જેની કિંમત તેને પોતાનો જીવ ગુમાવીને ચૂકવવી પડી. પોલીસે જણાવ્યું કે જે સમયે ચંચલ પાણીમાં ઉતર્યો ત્યારે તેના હાથ અને પગ બંધાયેલા હતા. તેને એવા કપડાં અને બીજી કેટલીક વસ્તુઓ પહેરી હતી, જેને કારણે ભારે વહેણમાં તરવું મુશ્કિલ થઇ ગયું.

100 વર્ષ પહેલા અમેરિકી જાદુગરે આવો કરતબ કર્યો હતો

100 વર્ષ પહેલા અમેરિકી જાદુગરે આવો કરતબ કર્યો હતો

હાથ પગ બાંધીને નદીમાં ઉતરવું અને પછી તેને ખોલીને બહાર આવી જવું, તેવો કરણામો આજથી 100 વર્ષ પહેલા ફેમસ એમરિકી જાદુગર હેરી હુદીનીએ કર્યો હતો. આ કરતબને કરવામાં જાદુગર ચંચલ જીવ ગુમાવી બેઠા. ચંચલના હાથ-પગ બંધાયેલા હતા અને તેઓ એક બોક્સમાં બંધ હતા. આ બધા વચ્ચે તેમને નદીની બહાર પણ નીકળવાનું હતું.

ચંચલ પહેલા પણ આવો સ્ટંટ કરી ચુક્યા છે

ચંચલ પહેલા પણ આવો સ્ટંટ કરી ચુક્યા છે

ચંચલ લાહિડ઼ી પશ્ચિમ બંગાળના લોકપ્રિય જાદુગરોમાં ગણાય છે. ચંચલે નદીમાં ઉત્તરતા પહેલા દાવો કર્યો હતો કે આ ખતરનાક સ્ટંટ તેઓ પહેલીવાર નથી કરી રહ્યા પરંતુ પહેલા પણ તેઓ આવું કરી ચુક્યા છે. જયારે તેઓ હાથ-પગ બાંધીને નદીમાં કુદ્યા હતા અને 21 સેકન્ડમાં જ બહાર આવી ગયા હતા, પરંતુ આ વખતે તેમને વધારે જ જોખમ લીધું હતું.

English summary
Kolkata Magician Dies Underwater After Stunt Fails, body found
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X