For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી આજે બંગાળ અને અસમના પ્રવાસે, કોલકત્તામાં 'પરાક્રમ દિવસ' સમારંભને કરશે સંબોધિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શનિવારે(23 જાન્યુઆરી)એ સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતિના પ્રસંગે કોલકત્તામાં આયોજિત પરાક્રમ દિવસ સમારંભને સંબોધિત કરશે.

|
Google Oneindia Gujarati News

PM Narendra Modi address Parakram Diwas today: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શનિવારે(23 જાન્યુઆરી)એ સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતિના પ્રસંગે કોલકત્તામાં આયોજિત પરાક્રમ દિવસ સમારંભને સંબોધિત કરશે. પીએમઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પ્રધાનમંત્રી મોદી અસમના શિવશાગર જિલ્લા સ્થિત જેરેંગા પઠારમાં પણ જશે અને ત્યાં 1.6 લાખ ભૂમિ પટ્ટા ફાળવણી પ્રમાણપત્ર વિતરણ કરશે. પીએમઓએ કહ્યુ છે કે પીએમ નરેન્દ્ર મોદી કોલકત્તાના વિક્ટોરિયા મેમોરિયલમાં પરાક્રમ દિવસ સમારંભના ઉદઘાટન કાર્યક્રમની અધ્યક્ષતા કરશે.

modi

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતિને પરાક્રમ દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતિ 23 જાન્યુઆરીએ મનાવવામાં આવી રહી છે. આ અવસર પર પીએમ મોદી નેતાજીના જીવન પર આધારિત એક સ્થાયી પ્રદર્શન અને એક પ્રોજેક્શન મેપિંગ શોનુ પણ ઉદઘાટન કરવાના છે. પીએમ મોદી આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની યાદમાં એર સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ જાહેર કરશે. આ દરમિયાન નેતાજી સુભાષ ચંદ્ર બોઝ પર આધારિત એક સાંસ્કૃતિક કાર્યક્રમ 'આમરા નૂતોન જોવોનેરી દૂત'નુ પણ આયોજન કરવામાં આવશે.

પીએમ મોદી આ સાથે આજે કોલકત્તાની નેશનલ લાઈબ્રેરીની પણ મુલાકાત લેશે. ત્યાં '21મી સદીમાં નેતાજીના વારસાનુ પુનઃઅવલોકન' વિષય પર એક આંતરરાષ્ટ્રીય સંમેલન આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં કલાકારો અને સંમેલનમાં ભાગ લેનાર પ્રતિયોગીઓને પીએમ મોદી સંબોધિત કરશે. તમને જણાવી દઈએ કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતિ મનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 85 સભ્યોની એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે જે આખુ વર્ષ યોજાનાર કાર્યક્રમોનુ પ્લાનિંગ કરશે.

જો આજે ચૂંટણી થાય તો NDAને 321 સીટ મળે, મોદી સૌથી પોપ્યુલર નેતાજો આજે ચૂંટણી થાય તો NDAને 321 સીટ મળે, મોદી સૌથી પોપ્યુલર નેતા

English summary
Kolkata: PM Modi will address ‘Parakram Diwas’ celebrations today for 125th birth anniversary of Netaji Subhas Chandra Bose.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X