• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પામેલા ગોસ્વામીની ધરપકડ થતાં ભાજપને લાગ્યો ઝાટકો, જાણો કોણ છે આ યુવતી

|

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેનાર ભાજપને એવા સમયે ઝાટકો લાગ્યો, જ્યારે પાર્ટીનો યુવા ચહેરો અને રાજ્યની રાજનીતિમાં એક જાણીતુ્ં નામ પામેલા ગોસ્વામીની 100 ગ્રામ કોકીન સાથે કોલકાતામાં ધરપકડ કરવામાં આવી. પામેલા ગોસ્વામીની ધરપકડના સમાચાર ફેલાતાં જ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં હલચલ મચી ગઈ. શુક્રવારે પામેલા પોતાની કારમાં પોતાના એક મિત્ર પ્રબીર કુમાર ડે સાથે ક્યાંક જઈ રહી હતી, ત્યારે પોલીસે બંનેની ધરપકડ કરી. પોલીસે જ્યારે પામેલાને પકડી ત્યારે તેની સાથે કેન્દ્રથી મળેલી સિક્યોરિટીના જવાનો પણ હતા. આવો જાણીએ કોણ છે પામેલા ગોસ્વામી?

2019માં ભાજપમાં સામેલ થઈ

2019માં ભાજપમાં સામેલ થઈ

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ સામાજિક કાર્યો સાથે જોડાયેલી પામેલા ગોસ્વામી 2019માં ભાજપમાં સામેલ થઈ અને પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે ખુદ પ્રેસ કોન્ફ્રેન્સ કરી પાર્ટીની સભ્યતા અપાવી હતી. પામેલા સાથે જ બંગાળી ફિલ્મની મશહૂર એક્ટ્રેસ રિમઝિમ મિત્રા પણ ભાજપની સભ્ય બની. વર્તમાનમાં પામેલા ભાજપ યુવા મોર્ચાની પ્રદેશ મહાસચિવ અને હુગલી જિલ્લાની ઓબ્ઝર્વર છે. પાર્ટીના યુવા કાર્યકર્તાઓ વચ્ચે પામેલા કેટલી લોકપ્રિય છે તેનો અંદાજો પામેલાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ જોઈને જ લગાવી શકાય છે.

ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે તસવીરો

ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે તસવીરો

પામેલા ગોસ્વામી પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ભાજપની હરેક રેલી અને સભાની તસવીરો પોસ્ટ કરતી રહે છે. ભાજપ યુવા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા અને પાર્ટીના દિગ્ગજ નેતા મુકુલ રોય સાથે પણ તેમની તસવીરો તેમણે પોતાના ફેસબુક પેઝ પર શેર કરી છે. હાલમાં જ નેતાજી સુભાષ ચંદ્ર બોસની 125મી જયંતિના અવસર પર કોલકાતના વિક્ટોરિયા મેમોરિયલમાં આયોજિત પરાક્રમ દિવસ કાર્યક્રમમાં પણ પામેલા ગોસ્વામી હાજર રહી હતી.

રિહાનાની ટ્વીટ પર પણ કોમેન્ટ કરી હતી

રિહાનાની ટ્વીટ પર પણ કોમેન્ટ કરી હતી

પામેલા ગોસ્વામીના સોશિયલ મીડિયા પ્રોફાઈલથી આ વાતનો પણ પતો લગાવી શકાય કે તે રાજનૈતિક તરીકે ઘણી પ્રખ્યાત છે. હાલમાં જ જ્યારે ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાનાએ ખેડૂત આંદોલનના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો તો પામેલાએ આ મામલે લખ્યું, "પૂરી જાણકારી અને જ્ઞાન વિના ભારતના આંતરિક મામલામાં આવા પ્રકારની દખલ આપવા પર રોક લાગે. આજે અસલી ખેડૂતો આવા આતંકીઓ અને વચેટિયાઓને જોઈ શર્મિંદા છે. કોંગ્રેસના સમર્થનથી અને આતંકી ફંડથી આવા પ્રકારના હિંસક આંદોલન ચાલી રહ્યાં છે."

બંગાળી ટેલીવિઝનમાં એક્ટ્રેસ તરીકે કામ કર્યું

બંગાળી ટેલીવિઝનમાં એક્ટ્રેસ તરીકે કામ કર્યું

રાજનીતિમાં પગલું માંડતા પહેલાં પામેલા ગોસ્વામી મૉડલિંગ કરતી હતી. તે એર હોસ્ટેસ રહી ચૂકી છે અને તેમણે બંગાળી ટેલીવિઝનમાં પણ એક્ટ્રેસ તરીકે કામ કર્યું છે. સૂત્રોનું કહેવું છે કે પામેલા હંમેશા એક વિશેષ જગ્યાએ રોકાતી હતી અને પોલીસ ઘણા દિવસથી તેના પર નજર રાખી રહી હતી. શુક્રવારે પામેલા ગોસ્વામી અને તેનો મિત્ર કોકીન લઈ કારમાં જઈ રહ્યા હોવાની માહિતી મળી હતી, જે બાદ પોલીસે ઘેરાબંધી કરી તેની ધરપકડ કરી લીધી. કારની તલાશ લેતાં તેને કારની સીટમાંથી કોકીન મળ્યું હતું.

મને ખોટા કેસમાં ફસાવીઃ પામેલા

મને ખોટા કેસમાં ફસાવીઃ પામેલા

જો કે ધરપકડ બાદ પામેલા ગોસ્વામીએ ખુદને નિર્દોષ ગણાવી. પામેલાએ કહ્યું કે પોલીસે તેને ખોટા કેસમાં ફસાવી છે. જ્યારે પ્રદેશ ભાજપ પ્રવક્તા સમિક ભટ્ટાચાર્યએ પામેલાની ધરપકડ પર કહ્યું કે, "પ્રદેશમાં ચૂંટણી આચાર સંહિત લાગૂ થનાર ચે અને પોલીસ હજી પણ મમતા બેનરજી સરકારને આધીન છે. માટે કંઈપણ થઈ શકે. ક્યાંક પામેલાની ગાડી અને બેગમાં કોકીનના પેકેટ તેમણે જ રાખ્યાં કે કેમ તે જોવું રહેશે."

આ પણ વાંચોઃ

ભાજપે લોકોનો વિશ્વાસ જીત્યો છે અને લોકો ભાજપને જ ચૂંટશેઃ સીઆર પાટિલભાજપે લોકોનો વિશ્વાસ જીત્યો છે અને લોકો ભાજપને જ ચૂંટશેઃ સીઆર પાટિલ

English summary
Pamela Goswami said the police had misled me
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X