Janamasthami 2020: દેશ અને દુનિયામાં જન્માષ્ટમીની ધૂમ, જુઓ ફોટા અને વીડિયો
આજે દુનિયાભરમાં કૃષ્ણ જન્માષ્ટમી (krishna Janmashtami 2020)નો પર્વ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની આઠમે 11 ઓગસ્ટે જ થઈ ગઈ હતી પરંતુ સૂર્યોદયની તિથિ માનવાના કારણે 12 ઓગસ્ટે આ તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આ તહેવાર ભગવાન શ્રીકૃષ્ણના ભક્તો માટે ઘણો વિશેષ હોય છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો તેેમને પ્રસન્ન કરવા માટે સાચી શ્રદ્ધા સાથે તેમની પૂજા કરે છે.

દુનિયાભરમાં છે ભગવાન શ્રીકૃષ્ણના ભક્તો
શ્રીકૃષ્ણના ભક્તો દુનિયાભરમાં મળી આવે છે માટે કૃષ્ણ જન્માષ્ટમી પણ દુનિયાભરમાં મનાવવામાં આવે છે. ચાલો વીડિયો અને ફોટા દ્વારા જોઈએ છે કે ક્યાં કઈ રીતે કૃષ્ણ જન્માષ્ટમીનો આ પવિત્ર તહેવાર મનાવવામાં આવે છે.
|
મથુરામાં કરવામાં આવી આરતી
ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. આ વીડિયો મથુરાના શ્રી કૃષ્ણ જન્મસ્થાન મંદિરનો છે. અહીં કૃષ્ણ જન્માષ્ટમીના પ્રસંગે મંગળા આરતી કરવામાં આવી છે.

દિલ્લીના બિરલા મંદિરનુ દ્રશ્ય
દિલ્લીમાં કોરોના મહામારીના કારણે શ્રી લક્ષ્મી નારાયણ મંદિર(બિરલા મંદિર)માં કૃષ્ણ જન્માષ્ટમી માત્ર વૈદિક રીતે મનાવવા આવશે. મંદિરના પૂજારીએ જણાવ્યુ કે, 'આ વર્ષે કોવિડ-19ના કારણે બહુ સામાન્ય રીતે શ્રીકૃષ્ણનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો છે. માત્ર વૈદિક રીતે ભગવાનની પૂજા કરવામાં આવશે.'

દિલ્લીના ઈસ્કોન મંદિરના ફોટા
આ ફોટા રાજધાની દિલ્લીના ઈસ્કોન મંદિરના છે જ્યાં ભક્તો ભજન ગઈને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મનાવી રહ્યા છે.
|
મથુરામાં જન્માષ્ટમીની ધૂમ
મથુરામાં પૂજારી અને સેવાદાર નંદ ભવન મંદિરમાં ગઈ રાતે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરી રહ્યા છે. પૂજારીનુ કહેવુ છે કે અમારા રીતિ રિવાજ અનુસાર નંદગાંવમાં રક્ષાબંધન બાદ જન્માષ્ટમી આઠ દિવસો સુધી મનાવવામાં આવે છે કારણકે સામાન્ય જનતા માટે મંદિર બંધ છે માટે આ વખતે પૂજારી અને સેવાદાર જન્માષ્ટમી મનાવી રહ્યા છે.
|
નોઈડાના મંદિરનો વીડિયો
નોઈડાના સેક્ટર 33માં સ્થિત ઈસ્કોન મંદિરમાં ભક્તો જન્માષ્ટમીનો તહેવાર મનાવી રહ્યા છે. મંદિરના એક અધિકારીએ જણાવ્યુ કે મંદિરના દર્શન ફેસબુક અને યુટ્યુબ ચેનલ પર લાઈવ બતાવવામાં આવશે. વાયરસથી બચાવ માટે બધા ઉપાયો અપનાવવામાં આવી રહ્યા છે.
જો બિડેને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ભારતીય મૂળના કમલા હેરિસના નામનુ કર્યુ એલાન