કમલેશ તિવારી મર્ડર કેસ વિશે યોગી સરકાર પર ભડક્યા કુમાર વિશ્વાસ, કર્યુ આ ટ્વીટ
આમ આદમી પાર્ટીના બાગી નેતા અને કવિ કુમાર વિશ્વાસે ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર મોટો હુમલો કર્યો છે. યુપીમાં ધોળે દિવસે હિંદુ સમાજ પાર્ટી અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યા બાદ સીએમ યોગી આદિત્યનાથના વલણ પર કમલેશની મા દ્વારા ઉઠાવાયેલા સવાલનુ કુમાર વિશ્વાસે ટ્વિટ કરીને સમર્થન કર્યુ છે. કુમારે લખ્યુ, નકામી વ્યવસ્થા તમારા આખા પરિવારને મારી પણ દે ત્યારે પણ તમારે તેમના દરબારમાં જવુ પડશે.
તમને જણાવી દઈએ કે કમલેશ તિવારીની હત્યા બાદ સીએમ યોગીએ તેમના પરિજનોને મળવા માટે લખનઉ બોલાવ્યા. મુલાકાત બાદ કમલેશની માએ કહ્યુ, 'સીએમના વલણથી નથી લાગતુ કે તેમને કોઈ ફરક પડ્યો હો. મને સીએમ યોગી અને તેમના હાવભાવથી વધુ કંઈ આશા નથી.' કમલેશ તિવારીની માના આ નિવેદન પર કુમાર વિશ્વાસે પણ યોગી સરકારને આડેહાથ લીધા છે. તેમણે એક તરફ જ્યં યોગી સરકારને નકામી ગણાવી ત્યાં બીજી તરફ કમલેશના પરિજનોને લખનઉ બોલાવવા પર પણ સીએમ યોગીની નિંદા કરી છે.
કુમારે ટ્ટવીટમાં કહી આ વાત
કુમાર વિશ્વાસે પોતાના ટ્વીટમાં લખ્યુ, નકામી વ્યવસ્થા તમારા ઘરવાળાને મારી દે તો પણ એ વ્યવસ્થાના સ્વયંભૂ માલિકોના દરબારમાં જવુ જ પડશે. સનાતન સંસ્કારોમાં મૃત્યુ બાદ તેરમી સુધી પરિજન ઘર ના છોડી શકે પરંતુ મૃતક ભલે કાયદાનો રખેવાળ બુલંદશહરનો ઈન્સ્પેક્ટર હોય કે કટ્ટરપંથીઓનો શિકાર, જવુ પડશે દરબારમાં.
કેમ કહ્યુ હતુ કમલેશ તિવારીની માએ
મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ જ્યારે મીડિયાએ કમલેશ તિવારીની માને પૂછ્યુ કે શું તે સંતુષ્ટ છે તો આના પર તેમણે કહ્યુ હતુ કે સંતુષ્ટ શું હોય. અમે સીએમને પૂછ્યુ કે કમલેશની સુરક્ષા કેમ હટાવવામાં આવી, તેમનુ બેરહેમીથી હત્યા કેમ થઈ. હિંદુ ધર્મમાં કોઈના મૃત્યુ બાદ ઘરવાળા 13 દિવસ સુધી બહાર નથી નીકળી શકતા પરંતુ સીએમનો આદેશ હતો અને પોલિસ પાછળ પડી હતી એટલા માટે જબરદસ્તી અમારે આવવુ પડ્યુ. તેમણે આગળ કહ્યુ કે સીએમના હાવભાવથી તેમને કોઈ અપેક્ષા નથી,જો અમને ન્યા ન મળ્યો તો અમે સ્વયં તલવાર ઉઠાવીશુ.
આ પણ વાંચોઃ હરિયાણા ચૂંટણી 2019: બબીતા ફોગાટની સની દેઓલે માંગી માફી, પછી પહેલવાનો પણ આપ્યો જવાબ