For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ભાજપ આપશે અડવાણી-રામદેવને પદ્મ પુરસ્કાર!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 ડિસેમ્બર: બેડમિંટન ખેલાડી સાયના નેહવાલની નારાજગીએ આ વખતના પદ્મ પુરસ્કારને રસપ્રદ બનાવી દીધો છે. આની વચ્ચે તેનાથી જોડાયેલા વધું એક સમાચાર સામે આવ્યા છે, જેણે સૌને ચોંકાવી દીધા છે, સમાચાર એ છે કે આ વખતે પદ્મ પુરસ્કાર મેળવનારાની સૂચિમાં ભાજપના કદ્દાવર નેતા લાલ કૃષ્ણ અડવાણી અને યોગ ગુરુ બાબા રામદેવના નામનો પણ સમાવેશ થઇ શકે છે.

સૂત્રોની માનીએ તો ભાજપ સરકાર અડવાણી અને યોગ ગુરુ બાબા રામદેવને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવાનું મન બનાવી ચૂકી છે. અત્રે નોંધનીય છે કે ગયા વર્ષે 25 ડિસેમ્બરના રોજ સરકારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.

advani ramdev
જે સમાચારો ટીવી પર પ્રસારીત થઇ રહ્યા છે તે અનુસાર પદ્મ પુરસ્કારોની સૂચિમાં યોગ ગુરુ બાબા રામદેવ, વૈદિક વિદ્વાન પ્રોફેસર ડેવિડ ફ્રોલી અને લાલ કૃષ્ણ આડવાણીનું નામ સામેલ છે. નોંધનીય છે કે 26 જાન્યુઆરીના અવસરે સરકાર પદ્મ પુરસ્કારોથી, દેશના એવા ગણમાન્ય લોકોને જેમના કારણે દેશનું ગૌરવ અને સન્માન વધ્યું છે, તેમને સન્માનિત કરે છે. હવે એ જોવું રહ્યું કે આ પુરસ્કાર કયા કયા લોકોને ફાળે જાય છે.

હવે ભાજપ આપશે અડવાણી-રામદેવને પદ્મ પુરસ્કાર
અત્રે અમે આપને એ પણ જણાવી દઇએ કે સોમવારે રમત મંત્રાલયે દેશની શ્રેષ્ઠ મહિલા બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલનું નામ 'વિશેષ રીતે' પદ્મભૂષણ માટે મોકલવાનો નિર્ણય કર્યો છે. રમત મંત્રાલયે એક પ્રેસ રીલિઝ જારી કરીને આ અંગેની જાહેરાત કરી હતી.

English summary
After honouring Atal Bihari Vajpayee with Bharat Ratna, Modi government is planning to give Padma Vibhushan, the second highest civilian award in the country, to former deputy PM L K Advani and Yoga Guru Baba Ramdev.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X