હવે ભાજપ આપશે અડવાણી-રામદેવને પદ્મ પુરસ્કાર!
નવી દિલ્હી, 6 ડિસેમ્બર: બેડમિંટન ખેલાડી સાયના નેહવાલની નારાજગીએ આ વખતના પદ્મ પુરસ્કારને રસપ્રદ બનાવી દીધો છે. આની વચ્ચે તેનાથી જોડાયેલા વધું એક સમાચાર સામે આવ્યા છે, જેણે સૌને ચોંકાવી દીધા છે, સમાચાર એ છે કે આ વખતે પદ્મ પુરસ્કાર મેળવનારાની સૂચિમાં ભાજપના કદ્દાવર નેતા લાલ કૃષ્ણ અડવાણી અને યોગ ગુરુ બાબા રામદેવના નામનો પણ સમાવેશ થઇ શકે છે.
સૂત્રોની માનીએ તો ભાજપ સરકાર અડવાણી અને યોગ ગુરુ બાબા રામદેવને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવાનું મન બનાવી ચૂકી છે. અત્રે નોંધનીય છે કે ગયા વર્ષે 25 ડિસેમ્બરના રોજ સરકારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.
હવે ભાજપ આપશે અડવાણી-રામદેવને પદ્મ પુરસ્કાર
અત્રે અમે આપને એ પણ જણાવી દઇએ કે સોમવારે રમત મંત્રાલયે દેશની શ્રેષ્ઠ મહિલા બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલનું નામ 'વિશેષ રીતે' પદ્મભૂષણ માટે મોકલવાનો નિર્ણય કર્યો છે. રમત મંત્રાલયે એક પ્રેસ રીલિઝ જારી કરીને આ અંગેની જાહેરાત કરી હતી.