For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહાડી મંદિરની દાન પેટીઓમાં લાખો રૂપિયાની નોટો સડી ગઈ

ઝારખંડમાં પહાડી મંદિરની ખુબ જ માન્યતા છે. ભક્તો અહીં ખુબ જ શ્રદ્ધા સાથે આવે છે અને દાન આપીને જાય છે.

|
Google Oneindia Gujarati News

ઝારખંડમાં પહાડી મંદિરની ખુબ જ માન્યતા છે. ભક્તો અહીં ખુબ જ શ્રદ્ધા સાથે આવે છે અને દાન આપીને જાય છે. એવું અનુમાન છે કે ઝારખંડના પહાડી મંદિરમાં દર વર્ષે દોઢ કરોડ રૂપિયાનું દાન આવે છે. અહીં બેદરકારી એટલી છે કે મંદિરની દાનપેટીને છેલ્લા ચાર મહિનાથી ખોલવામાં નથી આવી, જેને કારણે નોટ સડી ગયા છે. મંદિર પરિસરમાં લગભગ 8 લાખ રૂપિયાના સિક્કા પડ્યા છે. પરંતુ આ દાનની સુરક્ષાના નામ પર કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી. મંદિર વિકાસ સમિતિ ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે તેના માટે પ્રશાશન જવાબદાર છે.

pahari mandir

તાત્કાલિક એસડીઓ અંજલિ યાદવે મંદિર વિકાસ સમિતિ પાસે હિસાબ માંગ્યો, જેના પર ખંજાનચી ઘ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યું. પરંતુ તેમનું રાજીનામુ સ્વીકાર કરવામાં નથી આવ્યું. પહાડી મંદિરમાં દાનપેટીમાં નોટો સડવાની સૂચના મળતા જ અધિકારીઓને વીડિયોગ્રાફી ઘ્વારા નોટોની ગણતરી કરવાનો આદેશ આપ્યો છે. મંગળવારે જયારે જિલ્લા પ્રશાશન ઘ્વારા પાંચ મેજિસ્ટર્ડની હાજરીમાં દાનપેટી ખોલવામાં આવી ત્યારે લાખો રૂપિયાની સડેલી નોટો નીકળી આવી. મંદિરના મુખ્ય પૂજારી મનોજ કુમાર મિશ્રા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેના માટે જિલ્લા પ્રશાશન જવાબદાર છે.

આ પણ વાંચો: શું છે તિરુપતિ બાલાજી મંદિરના ગુપ્ત રસોડાનું રહસ્ય

સાવન મહિના પહેલા દરેક દાનપેટી સીલ કરી દેવામાં આવી હતી, પરંતુ તેને યોગ્ય સમયે ખોલવામાં આવી નહીં. પહાડી મંદિર વિકાસ સમિતિના પીઆરઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે દર રવિવારે દાનપેટી ખોલવામાં આવતી હતી પરંતુ એસડીઓ અંજલિ યાદવે તેને સીલ કરી દીધી. દાનપેટી પર તાળું મારેલું છે હવે તેને પ્રશાશનના પદાધિકારી જ ખોલી શકે છે. રાંચીના તાત્કાલિક એસડીઓ ઘ્વારા મંદિરની 22 દાનપેટીઓ સીલ કરવામાં આવી હતી. હવે જિલ્લા પ્રશાશન સડેલી નોટોને સૂકવીને બચાવવાની કોશિશ કરી રહ્યું છે.

આ પણ વાંચો: અહીં વિભિષણે ભગવાન ગણેશ પર કર્યો હતો પ્રહાર, દેખાય છે ઈજાનું નિશાન

English summary
Lakhs of rupees decayed in donation boxes of pahari mandir in Ranchi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X