Delhi Metro Update: આજે પણ લાલ કિલ્લા અને જામા મસ્જિદ મેટ્રો પર એન્ટ્રી-એક્ઝીટ ગેટ બંધ
Delhi Metro Update: રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં મંગળવારે(26 જાન્યુઆરી) ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા બાદ દિલ્લી મેટ્રો રેલ કૉર્પોરેશન(Delhi Metro Rail Corporation)ડીએમઆરસીએ આજે(ગુરુવાર 28 જાન્યુઆરી 2021) અપડેટ જાહેર કરી છે. DMRCએ પોતાના અધિકૃત ટ્વિટર પેજ પર સૂચના આપી છે કે આજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન(Lal Quila metro station) અને જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન (Jama Masjid metro station)બંધ રહેશે. ડીએમઆરસીએ કહ્યુ છે કે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન અને જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝીટ ગેટ બંધ રહેશે. દિલ્લી મેટ્રોએ જણાવ્યુ છે કે આ ઉપરાંત બધી સેવા સામાન્ય રીતે ચાલુ રહેશે. દિલ્લી મેટ્રોએ આ નિર્ણય સુરક્ષા કારણોસર લીધો છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા બુધવારે (27 જાન્યુઆરી) પણ દિલ્લી મેટ્રો દ્વારા લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન અને જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનને બંધ રાખવામાં આવ્યા હતા. બુધવારે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન અને જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝીટ ગેટ બંધ હતા.
દિલ્લીમાં ખેડૂત હિંસા બાદ વધારવામાં આવી સુરક્ષા
દિલ્લીમાં મંગળવારે ઘણા સ્થળોએ પોલિસ અને પ્રદર્શનકારી ખેડૂતો વચ્ચે હિસા બાદ ઘણા મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યા હતા. લાલ કિલ્લા બાદ ખેડૂતોએ ટ્રેક્ટર રેલી દરમિયાન જોરદાર હિંસા કરી હતી. જેના ઘણા ફોટા અને વીડિયો પણ સામે આવ્યા હતા. ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા બાદ દિલ્લીમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સિંધુ બૉર્ડર અને લાલ કિલ્લા પાસે ભારે સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્લીમાં આઈટીઓ, કનૉટ પ્લેસ, દીનદયાળ ઉપાધ્યાય માર્ગ, મિંટો રોડ, રાજઘાટ રોડ, લાલ કિલ્લા રોડ અને પ્રગતિ મેદાનની સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે.
દિલ્લી પોલિસે કહ્યુ - ખેડૂત હિંસામાં 300 પોલિસ ઘાયલ, 22 કેસ નોંધાયા
ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા પર દિલ્લી પોલિસે પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવયુ કે અત્યાર સુધી 22 એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલિસે કહ્યુ કે હિંસામાં 300થી વધુ પોલિસકર્મી ઘાયલ થયા છે. પોલિસે કહ્યુ કે હિંસામાં શામેલ ખેડૂતોની ઓળખ કરવા માટે ઘણા સીસીટીવી ફૂટેજ અને તમામ વીડિયો શોધવામાં આવી રહ્યા છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દિલ્લી પોલિસ જણાવ્યુ કે સંયુક્ત ખેડૂત મોરચાએ દિલ્લીના 4 માર્ગો પર શાંતિપૂર્ણ પરેડ કાઢવા માટે આશ્વાસન આપ્યુ હતુ પરંતુ મંગળવારે સવારે લગભગ સાડા છથી સાત હજાર ટ્રેક્ટર સિંધુ બૉર્ડર પર જમા થઈ ગયા હતા અને નક્કી માર્ગોના બદલે મધ્ય દિલ્લી તરફ જવા માટે જોર આપવા લાગ્યા.
Farmers Protest: હિંસા બાદ ખેડૂત સંગઠનોની બેઠક, કહ્યું- શાંતિપૂર્ણ સંઘર્ષ સામે ગંદુ ષડયંત્ર રચ્યું