For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલની કિંમતો પર બોલ્યા લાલુ, સામાન્ય માણસનું તેલ કાઢી રહી સરકાર

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે સામાન્ય જનતાને ઘણી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે સામાન્ય જનતાને ઘણી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. તેલની કિંમત રોજ આશ્માને જઈ રહી છે અને દિલ્હીમાં પેટ્રોલ 80 રૂપિયે પ્રતિ લીટર પહોંચી ચૂક્યું છે. તેલની વધતી કિંમતોને કારણે વિપક્ષ સરકારને સતત ઘેરી રહી છે. રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે પણ તેલની વધતી કિંમતો અંગે સરકારને આડા હાથે લીધી છે. તેમને ટવિટ કરીને સરકાર પર પ્રહાર કર્યા છે.

લાલુ યાદવે મોદી સરકાર પર હુમલો કર્યો

લાલુ યાદવે મોદી સરકાર પર હુમલો કર્યો

લાલુ યાદવે પોતાના અંદાઝમાં ટવિટ કર્યું કે "એક તરફ તેલનો કૂવો છે અને બીજી તરફ મોંઘવારીની ખાઈ" સામાન્ય માણસનું તેલ કાઢી રહી છે સરકાર, બતાવો ક્યાં જઇયે. આપને જણાવી દઈએ કે લાલુ પ્રસાદ યાદવનો રાંચીની રિમ્સ હોસ્પિટલમાં ઉપચાર ચાલી રહ્યો છે.

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર સરકારની મુસીબત વધી

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર સરકારની મુસીબત વધી છે. બધા જ વિપક્ષી દળો તેમના પર હુમલો કરી રહ્યા છે. તેલની વધતી કિંમતોના વિરોધમાં કોંગ્રેસ ઘ્વારા 10 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેને 18 કરતા પણ વધારે રાજનૈતિક દળોનું સમર્થન મળ્યું છે. રાજદ નેતા તેજસ્વી યાદવે પણ મોદી સરકાર પર પ્રહાર કર્યા છે અને કોંગ્રેસ ઘ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધનું સમર્થન કર્યું છે.

તેલની વધતી કિંમતોથી સામાન્ય માણસ પરેશાન

તેલની વધતી કિંમતોથી સામાન્ય માણસ પરેશાન

આપને જણાવી દઈએ કે રવિવારે પણ તેલની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 80.50 રૂપિયા પ્રતિ લીટર છે જયારે શનિવારે તે 80.47 રૂપિયા પ્રતિ લીટર હતી. જયારે મુંબઈમાં રવિવારે પેટ્રોલની કિંમત 87.89 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ચુકી છે જયારે શનિવારે પેટ્રોલ 87.86 રૂપિયે પ્રતિ લીટર વેચાઈ રહ્યું હતું.

English summary
Lalu Prasad Yadav took the issue of raging fuel prices to Twitter, attacks modi government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X