For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલી વધી, આવકવેરા વિભાગ 12 કરોડની સંપત્તિ જપ્ત કરશે

લાલુ પ્રસાદ યાદવની 128 કરોડની સંપત્તિ જપ્ત થશે

|
Google Oneindia Gujarati News

નવિ દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના પરિવારના હાથથી દિલ્હી અને પટના સ્થિત સંપત્તિ સરકી શકે છે. બેનામી સંપત્તિ એક્ટ અંતર્ગત બંને શહેરોમાં લાલુના પરિવારની પૉશ વિસ્તારમાં આવેલ સંપત્તિ જપ્ત થઈ શકે છે. આઈટી વિભાગના મુખ્ય અધિકારીએ આ વાતની જાણકારી આપી છે. એમણે જણાવ્યું કે બેનામી સંપત્તિ એક્ટ અંતર્ગત આવકવેરા વિભાગે લાલુ પ્રસાદ યાદવના પરિવારની કુલ 17 સંપત્તિઓ સીઝ કરી છે, જેની કિંમત 128 કરોડની છે.

સગાઓએ ખરીદી હતી સંપત્તિ

સગાઓએ ખરીદી હતી સંપત્તિ

જે સંપત્તિને અટેચ કરવામાં આવી છે તેને લાલુના પરિવારની નજીકના લોકોએ ખરીદી હતી, જ્યારે લાલુ દેશના રેલવે મંત્રી હતા ત્યારે આ જમીન ખરીદવામાં આવી હતી. આરોપ છે કે ડમી કંપનીઓ દ્વારા આ સંપત્તિ ખરીદવામાં આવી હતી. આ સંપત્તિઓના માલિકાના હકને બાદમાં બીજા સદસ્યો રાવડી દેવી, તેજસ્વી યાદવ, ચંદા, મીસા, રાગિની, શૈલેશ કુમારને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. બેનામી સંપત્તિના કાયદા મુજબ આ સંપત્તિઓને આવકવેરા વિભાગ પોતાના કબ્જામાં લઈ શકે છે. જો કે આવકવેરા વિભાગ ઈચ્છે તો કોર્ટમાં આ મામલો ચાલે ત્યાં સુધી આ લોકો આ જગ્યાએ ભાડૂત તરીકે રહી શકે છે.

વિવિધ જગ્યાએ છે સંપત્તિ

વિવિધ જગ્યાએ છે સંપત્તિ

આવકવેરા વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે લાલુના પરિવારની આ સંપત્તિની કુલ કિંમત 127.75 કરોડ રૂપિયા છે. આ સંપત્તિ મુખ્ય રૂપે પટનામાં નિર્માણાધીન મૉલ, દિલ્હીમાં ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં ઘર, દિલ્હી એરપોર્ટની પાસે દોઢ કરોડની જમીન છે. આ સંપત્તિઓને આવકવેરા વિભાગે પાછલા વર્ષે ડિસેમ્બર મહિનામાં અટેચ કરી હતી અને લાલુના પરિવારના સભ્યો વિરુદ્ધ ચાર મામલામાં બેનામી એક્ટ અંતર્ગત કેસ દાખલ કર્યા હતા. એવામાં આવકવેરા વિભાગની કાર્યવાહી બાદ લાલુનો પરિવાર આ સંપત્તિઓને ગુમાવી શકે છે.

ડમી કંપનીઓ દ્વારા ખરીદી હતી સંપત્તિ

ડમી કંપનીઓ દ્વારા ખરીદી હતી સંપત્તિ

જણાવી દઈએ કે આ સંપત્તિઓ પર ચાર ફર્જી કંપનીઓના માલિકાના હક હતો, આ કંપનીઓ લાલૂના નજીકના લોકોની હતી. આ સંપત્તિઓને ખરીદવા માટે શરૂઆતમાં પૈસા ડમી કંપનીઓ દ્વારા લગાવવામાં આવ્યા હતા અને તે બાદ આ કંપનીઓના શેરને લાલુના પરિવારના સભ્યોને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગના અધિકારીઓ મુજબ આ શેરને ઓછી કિંમતે લાલુના પરિજનોને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

ગુરુગ્રામઃ જજના પુત્રનું ઈલાજ દરમિયાન મોત, દાન કર્યા પુત્રના અંગ, ગનરે મારી હતી ગોળીગુરુગ્રામઃ જજના પુત્રનું ઈલાજ દરમિયાન મોત, દાન કર્યા પુત્રના અંગ, ગનરે મારી હતી ગોળી

English summary
Lalu Yadav Family to lose prime properties in prime location under Benami act.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X