For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલન, ટ્રક અને બસ અડફેટમાં આવી

હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલન, ટ્રક અને બસ અડફેટમાં આવી

|
Google Oneindia Gujarati News

પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં થયેલ વરસાદને પગલે સતત મુસિબત પેદા થઈ રહી છે. બુધવારે કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનની ઘટના બની. જેને કારણે એક ટ્રક અને બસ કાટમાળમાં દટાઈ ગયા છે, જેમાં ઓછામા ઓછા 40 લોકો દબાયા હોવાની આશંકા જતાવવામાં આવી રહી છે. ઘટનાની જાણકારી મળતાં જ ભારત-તિબેટ સીમા પોલીસ (ITBP)ની ટીમ ઘટના સ્થળે રવાના થઈ ગઈ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ કરી દીધું છે. મામલાની ગંભીરતાને જોતાં મુખ્યમંત્રીએ પણ લોકોની જરૂરી મદદ ઉપલબ્ધ કરાવવા સ્થાનિક પ્રશાસનને આદેશ આપ્યો છે.

kinnaur

જાણકારી મુજબ બપોરે 12.45 વાગ્યાની આસપાસ રિકાંગપિયો-શિમલા રાજ્યમાર્ગ પર ભૂસ્ખલન થયું. જેના કાટમાળમાં એક ટ્રક અને HRTC બસ દબાઈ ગયાં. બસમાં કેટલાક યાત્રીઓ હાજર હોવાના અહેવાલ મળ્યા છે. ઘટનાની જાણકારી મળતાંની સાથે જ આઈટીબીપીની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મામલામાં એસપી કિન્નૌર સજૂ રામ રાણાએ જણાવ્યું કે નેશનલ હાઈવે પર ભાભા નગર પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા વિસ્તારમાં ભૂસ્ખલનની સૂચના મળી છે. આઈટીબીપી, પોલીસ, હોમગાર્ડ અને રેસ્ક્યૂ ટીમ તહેનાત કરી દેવામાં આવી છે. અત્યારે ઘટના વિશે વધુ જાણકારી મળી નથી શકી.

દુર્ઘટનાને પગલે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું કે 'મેં પોલીસ અને સ્થાનિક પ્રશાસનને બચાવ અભિયાન ચલાવવાનો નિર્દેશ આપી દીધો છે. એનડીઆરએફની ટીમને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. પ્રારંભિક સૂચના મુજબ કાટમાળમાં બે વાહન દબાયાં છે. સરકાર અત્યારે વિસ્તૃત જાણકારીનો ઈંતેજાર કરી રહી છે.'

કામ વિના યાત્રા ના કરવાની સલાહ

જણાવી દઈએ કે પાછલા એક મહિનાથી હિમાચલ પ્રદેશમાં સતત ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. હાલની ઘટનાઓને જોતાં પ્રશાસને લોકો માટે એક એડવાઈઝરી જાહેર કરી હતી. જમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે કામ વિના લોકોએ પહાડોની યાત્રા કરવી નહીં. સાથે જ પૂર અને ભૂસ્ખલનને જોતાં દરેક જિલ્લામાં રેસ્ક્યૂ ટીમોને સ્ટેન્ડબાઈ પર રાખવામાં આવી છે.

English summary
Landslide in kinnaur, Himachal Pradesh, truck and bus stucked
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X