• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બેડ પર લેપટૉપ શટ ડાઉન કર્યા વિના સ્લીપ મોડમાં રાખી દેતા થયો ધમાકો, લાગી આગ

|
Google Oneindia Gujarati News

જો તમે લેપટૉપનો ઉપયોગ કરો છો અને તેના પર લાંબા સમય સુધી કામ કરવાની આદત હોય તો આ સમાચાર આપના માટે છે. વાસ્તવમાં એક સૉફ્ટવેર એન્જિનિયરનો જીવ એ સમયે મુશ્કેલીમાં ફસાઈ ગયો જ્યારે તેમના લેપટૉપમાં અચાનક ધમાકો થઈ ગયો. બન્યુ એવુ કે તેમણે પોતાના લેપટૉપ પર કામ કર્યા બાદ તેને બંધ કરવાના બદલે સ્લીપ મોડમાં પોતાના બેડ પર મૂકી દીધુ. તે પોતે બીજા રૂમમાં જઈને સૂઈ ગયા. માહિતી મુજબ બેડ પર રાખેલા લેપટૉપમાં અચાનક ધમાકો થઈ ગયો અને ત્યારબાદ આખા રૂમમાં આગ ફેલાઈ ગઈ. બીજા રૂમમાં સૂતેલા એન્જિનિયરને જેવી ખબર પડી તો તેમણે બૂમાબૂમ કરવાનુ શરૂ કરી દીધુ. બાદમાં પડોશીઓની મદદથી અને ફાયરબ્રિગેડ સમયસર પહોંચી જતા વ્યક્તિનો જીવ બચી ગયો. જો કે જે રૂમમાં લેપટૉપ ફાટ્યુ હતુ તે પૂરેપૂરો રાખ થઈ ગયો. એવુ શું બન્યુ કે લેપટૉપમાં ધમાકો થઈ ગયો?

બેડ પર બંધ કર્યા વિના રાખ્યુ લેપટૉપ, લાગી ગઈ આગ

બેડ પર બંધ કર્યા વિના રાખ્યુ લેપટૉપ, લાગી ગઈ આગ

સમગ્ર મામલો ગાઝિયાબાદના રાજનગર એક્સટેન્શન સ્થિત રિવર હાઈટ્સ અપાર્ટમેન્ટનો છે. માહિતી મુજબ અહીં રહેતા રાહુલ સિંહ નોઈડા સ્થિત એક કંપનીમાં સૉફ્ટવેર એન્જિનિયર છે. જણાવવામાં આવી રહ્યુ છે કે સોમવારે રાહુલ નાઈટ શિફ્ટમાં હતા અને ઘરે આવીને પણ તે લેપટૉપમાં કામ કરવા લાગ્યા. જેવુ તેમનુ કામ ખતમ થયુ તો તેમણે લેપટૉપ બંધ ના કર્યુ પરંતુ તેને સ્લીપ મોડમાં બેડ પર જ રાખી સૂવા માટે જતા રહ્યા. થોડા સમય બાદ અચાનક તેમની ઉંઘ ઉડી તો તેમણે લેપટૉપવાળા રૂમમાં આગ લાગેલી જોઈ. એટલુ જ નહિ આખા ઘરમાં ધૂમાડો જ ધૂમાડો ફેલાઈ ગયો હતો. તરત જ તેમણે બાલ્કનીમાં જઈને પડોશીઓને આની માહિતી આપી.

ગાઝિયાબાદના રાજનગર એક્સટેન્શનની ઘટના

ગાઝિયાબાદના રાજનગર એક્સટેન્શનની ઘટના

ત્યારબાદ એન્જિનિયર રાહુલ સિંહના પડોશીઓએ તરત જ ફાયર બ્રિગેડ વિભાગને ફ્લેટમાં આગ લાગવાની સૂચના આપી. ત્યારબાદ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તેમણે ખૂબ સાવચેતીથી રાહુલ સિંહને બહાર કાઢ્યા, સાથે રૂમમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો. બાદમાં થયેલી પ્રારંભિક તપાસમાં માલુમ પડ્યુ કે લેપટૉપમાં આગના કારણે આખા રૂમમાં આ આગ ફેલાઈ. આ દરમિયાન ફ્લેટમાં રાખેલો બધો સામાન રાખ થઈ ચૂક્યો હતો. આ બાબતે એક અધિકારીઓ જણાવ્યુ કે એન્જિનિયરે સમજદારી બતાવી અને બાલ્કનીમાં જતા રહ્યા જેનાથી તેમનો જીવ બચી ગયો.

આ પણ વાંચોઃ મોદી સરકારે પહેલી વાર માન્યુ આર્થિક વૃદ્ધિમાં થયો ઘટાડો પરંતુ દેશમાં રિસેશન જેવી સ્થિતિ નથીઆ પણ વાંચોઃ મોદી સરકારે પહેલી વાર માન્યુ આર્થિક વૃદ્ધિમાં થયો ઘટાડો પરંતુ દેશમાં રિસેશન જેવી સ્થિતિ નથી

શટ ડાઉન ન હોવા અને બેડ પર રાખવાના કારણે લેપટૉપમાં થયો ધમાકો

શટ ડાઉન ન હોવા અને બેડ પર રાખવાના કારણે લેપટૉપમાં થયો ધમાકો

અધિકારીએ જણાવ્યુ કે તપાસમાં જે વાતો સામે આવી છે તે મુજબ સૉફ્ટવેર એન્જિનિયર રાહુલ સિંહે રાતે પોતાના લેપટૉપ પર કામ કર્યુ ત્યારબાદ તે આને શટડાઉન કર્યા વિના સ્લીપ મોડમાં મૂકીને સૂવા જતા રહ્યા. આના કારણે લેપટૉપમાં આગ લાગી ગઈ. આ વાતને એક્સપર્ટે પણ સ્વીકારી. જાણકારો મુજબ જો લેપટૉપ સ્લીપ મોડમાં મૂકી દેવામાં આવે તો તે બંધ નથી થતુ, તેની બેટરી આ દરમિયાન પણ કામ કરતી રહે છે. એટલા માટે જરૂરી છે કે જ્યારે પણ લેપટૉપ પર કામ ખતમ કરો તો તેને શટ ડાઉન કરીને રાખો. આ ઉપરાંત લેપટૉપનો ઉપયોગ કરતી વખતે બીજી પણ અમુક બાબતો છે જેનુ ધ્યાન રાખવુ જરૂરી હોય છે.

લેપટૉપનો ઉપયોગ કરો છો તો આ વાતોનુ ધ્યાન રાખો

લેપટૉપનો ઉપયોગ કરો છો તો આ વાતોનુ ધ્યાન રાખો

બેડ પર કે ખોળામાં રાખીને લેપટૉપનો ઉપયોગ ક્યારેય ન કરો. બેડ પર ધૂળ હોય છે જેના કારણે લેપટૉપમાં લાગેલો ફેન બંધ થઈ જાય છે અને તેના ફાટવાની સંભાવના વધી જાય છે.

લેપટૉપનુ કામ ન હોય તો તેને સ્લીપ મોડની જગ્યાએ હંમેશા શટડાઉન કરો.

લેટૉપને ક્યારેય ચાર્જિંગ પર લગાવીને ન છોડી દો, આનાથી પણ નુકશાન થવાનુ જોખમ રહે છે.

જે જગ્યાએ લેપટૉપ રાખો તે કડક જગ્યા હોવી જોઈએ.

બેટરીમાં કોઈ પણ પ્રોબ્લેમ થાય તો તેને તરત જ બદલી દો.

English summary
Laptop Explodes when Engineer leaves it on bed without shut down fire in flat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X