India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લેસ્બિયન પત્નીએ ઈલેક્ટ્રીક કટરથી પતિના શરીરના ટૂકડા કર્યા, પુરુષોને કરતી હતી નફરત

|
Google Oneindia Gujarati News

જોધપુરઃ સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં બુધવારે એક યુવકનુ શબ ટૂકડામાં વહેતુ મળી આવ્યુ હતુ. આ સનસનીખેજ હત્યાકાંડનો જોધપુર પોલિસે 48 કલાકમાં ખુલાસો કરી દીધો છે. પરંતુ પોલિસે જે ખુલાસો કર્યો છે તેને સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા. વાસ્તવમાં જોધપુર પોલિસે જણાવ્યુ કે ટૂકડામાં મળેલુ શબ ચરણ સિંહનુ છે જે 10 ઓગસ્ટથી ગાયબ હતો. ચરણ સિંહની હત્યાના આરોપમાં પોલિસે તેની પત્ની સીમા, બે સાળી અને એક સાળીના પ્રેમીની ધરપકડ કરી છે. સીમાએ ચરણ સિંહને પોતાની બહેનોના ઘરે બોલાવીને નશીલો પદાર્થ અને ઈંજેક્શન આપીને માર્યો અને પછી ઈલેક્ટ્રીક કટરથી હાથ-પગ અને ધડ કાપીને પૉલિથીનમાં પેક કરીને સીવરમાં ફેંકી દીધુ હતુ.

સવારે હાથ-પગ તો સાંજે કપાયેલુ મળ્યુ હતુ માથુ

સવારે હાથ-પગ તો સાંજે કપાયેલુ મળ્યુ હતુ માથુ

ડીસીપી ધર્મેન્દ્ર સિંહ યાદવે જણાવ્યુ કે બુધવારે સવારે નાંદડી ગૌશાલાની પાછળ એસટીએફ પ્લાન્ટ(સીવરેજ પ્લાન્ટ) પાસે એક અજ્ઞાત વ્યક્તિના કપાયેલા હાથ, પગ અને સાંજે કપાયેલુ માથુ મળવાની સૂચના મળી હતી. સૂચના મળતા જ પોલિસ ઘટના સ્થળે પહોંચી અને ઘટના સ્થળની નિરીક્ષણ કર્યુ. માનવ અંગોને જે થેલીઓમાં ફેંકવામાં આવ્યા તેમાં એક થેલી આનંદપુર કાલુ અને એક થેલી મેડતા સિટીના દુકાનની હતી. જેના પર પાલી જિલ્લા અને નાગોર જિલ્લામાં ગુમ થયેલ લોકો વિશે માહિતી મેળવી તો જાણવા મળ્યુ કે 10 ઓગસ્ટ 2020ના રોજ ગુમ થયેલ ચરણસિંહ ઉર્ફે સુશીલ ચૌધરીની ગુમ થયાની ફરિયાદ 11 ઓગસ્ટ 2020ના રોજ મેડતા સિટી પોલિસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. ફોટા મંગાવતા ચહેરા સાથે સમાનતા જોવા મળી.

સીમા અને તેની બહેનોની પોલિસે કરી ધરપકડ

સીમા અને તેની બહેનોની પોલિસે કરી ધરપકડ

આ હત્યાકાંડનો ખુલાસો કરીને જોધપુર કમિશ્નરેટના ડીસીપી ધર્મેન્દ્ર સિંહ યાદવે જણાવ્યુ કે સીમા, તેની બહેનો પ્રિયંકા, બબીતા અને બહેનોનો એક મિત્ર ભીયારામ જે આ ઘટનામાં તેનો સહયોગી હતો તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ચરણસિંહના શરીરના અમુક ભાગ તો નથી મળ્યા, તેની શોધ ચાલુ છે. ઈલેક્ટ્રીક કટર પણ પોલિસે મેળવી લીધુ છે. શુક્રવારે બધા આરોપીઓને કોર્ટમાં હાજર કરીને પોલિસ રિમાન્ડ મેળવવામાં આવશે. ડીસીપી ધર્મેન્દ્ર સિંહ યાદવે જણાવ્યુ કે સીમા અને ચરણ સિંહના બાળપણમાં જ લગ્ન થઈ ગયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી ગૌના માટે વાતચીત ચાલી રહી હતી પરંતુ સીમા એ નહોતી ઈચ્છતી.

છોકરાઓને કરતી હતી નફરત

છોકરાઓને કરતી હતી નફરત

મીડિયા રિપોર્ટસ મુજબ સીમા અને ચરણ સિંહના લગ્ન બાળપણમાં જ થઈ ગયા હતા. ચરણ સિંહ પોતાની પત્ની સીમાને સાસરીમાં આવવા માટે દબાણ કરવા લાગ્યો હતો જે તેને મંજૂર નહોતુ. સીમાએ પોતાની બહેનો સાથે મળીને ચરણ સિંહને પોતાની બહેનોના ઘરે જોધપુરના બનાડમાં બોલાવ્યો. આ દરમિયાન સીમાએ ગૌના વિશે પ્રેમથી વાત કરી અને પછી ચરણ સિહને જ્યુસમાં નશીલો પદાર્થ પીવડાવી દીધો અને ત્યારબાદ અમુક ઈંજેક્શન પણ લગાવ્યા ત્યારબાદ ચરણ સિંહ બેભાન થઈ ગયો. એટલુ જ નહિ ઘરના બાથરૂમમાં ઈલેક્ટ્રીક કટરથી તેના હાથ-પગ અને ધડ કાપી નાખ્યુ. આ ગુસ્સો કરવાનુ સીમા પાસે માત્ર એક જ કારણ હતુ કે તે છોકરાઓને નફરત કરતી હતી.

સીમાના ઘણી છોકરીઓ સાથે હતા સંંબંધ

સીમાના ઘણી છોકરીઓ સાથે હતા સંંબંધ

પોલિસ સૂત્રોનુ કહેવુ છે કે 2 દિવસની તપાસમાં જાણવા મળ્યુ કે સીમાના ઘણી છોકરીઓ સાથે સંબંધ હતા અને તે પુરુષોને નફરત કરવા લાગી હતી. આ દરમિયાન જ્યારે ચરણ સિંહના પરિવાર તરફથી બાળલગ્નને લગ્નમાં ફેરવવાનુ દબાણ વધ્યુ તો સીમાએ નક્કી કરી લીધુ કે તે ચરણ સિંહ સાથે ક્યારેય નહિ જાય. તપાસ દરમિયાન સામે આવ્યુ કે મૃતક ચરણ સિંહ ઉર્ફે સુશીલ મેડતાનો નિવાસી હતો અને કૃષિ વિભાગમાં અધિકારી હતી. તેના 2013માં સીમા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ લગભગ 7 વર્ષ સુધી સીમા પોતાના ઘરે જ રહી. તે ચરણ સિંહ પાસે ન ગઈ. વળી ચરણ સિંહ સીમા સાથે વૈવાહિક સંબંધ બનાવવા ઈચ્છતો હતો પરંતુ સીમાએ તેને ના પાડી દીધી અને વિશે બંને વચ્ચે ઘણો વિવાદ પણ થયો હતો.

આ પેઈન્ટિંગ જોઈને બગડ્યુ હતુ સુશાંતનુ માનસિક સંતુલન, તમે પણ સમજી-વિચારીને જોજોઆ પેઈન્ટિંગ જોઈને બગડ્યુ હતુ સુશાંતનુ માનસિક સંતુલન, તમે પણ સમજી-વિચારીને જોજો

English summary
Lasbian wife brutally murdered her husband with help of sister in jodhpur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X