For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લશ્કર-એ-તોયબાનું ઓનલાઈન મેગેઝીન લોન્ચ, સેના-સુરક્ષાબળોને આપી ધમકી

પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાએ પોતાનું ઓનલાઈન મેગેઝીન ચાલુ કર્યુ છે. લશ્કરે આ મેગેઝીન દ્વારા ધમકી પણ આપી છે કે વર્ષ 2018 ભારતીય સેના અને સુરક્ષબળો માટે જમ્મુ કાશ્મીરમાં વધુ મુશ્કેલ બનશે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાએ પોતાનું ઓનલાઈન મેગેઝીન ચાલુ કર્યુ છે. લશ્કરે આ મેગેઝીન દ્વારા ધમકી પણ આપી છે કે વર્ષ 2018 ભારતીય સેના અને સુરક્ષબળો માટે જમ્મુ કાશ્મીરમાં વધુ મુશ્કેલ થવાનું છે. લશ્કરના આ મેગેઝીનનું નામ 'વાઈથ' છે અને આ મેગેઝીનમાં પ્રવકતા અબ્દુલ્લા ગકઝનવીનો ઈન્ટરવ્યુ પણ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત મેગેઝીનમાં આતંકી હુમલાની એક યાદી પણ આપવામાં આવી છે જેનો વર્ષ 2017માં કેડર્સ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો.

army

સામાન્ય જનતાનો સંઘર્ષ છે લશ્કર

મેગેઝીનમાં સંગઠન તરફથી કહેવામાં આવ્યુ છે કે લશ્કર કાશ્મીરમાં એક સામાન્ય જનતાને સંઘર્ષમાં મદદ કરી રહ્યુ છે. ગઝનવીએ એ સવાલનો પણ જવાબ આપ્યો છે કે શું લશ્કર, પાકિસ્તાન સેનાનો જ એક અંગ છે? ગઝનવીએ કહ્યુ કે લશ્કર એક સામાન્ય જનતાનો સંઘર્ષ છે જે જમ્મુ કાશ્મીરના લોકોની આકાંક્ષાઓને પ્રદર્શિત કરે છે. તેણે એ પણ કહ્યુ કે જો પાકિસ્તાન સેના માટે 'પ્રોક્સી' શબ્દનો પ્રયોગ થાય છે તો તે ખોટુ છે. ગઝનવીએ કહ્યુ કે એવા દેશ જે ભગવાનમાં ઓછો ભરોસો કરે છે અને વધુને વધુ સેનાઓનો પ્રયોગ કરે છે પ્રોક્સી શબ્દ તેમના માટે છે. પાકિસ્તાનની સેના કોઈ પણ મુદ્દાને પહોંચી વળે તેમ છે.

ગઝનવીએ એ પણ કહ્યુ કે કાશ્મીરમાં આઝાદીના અધૂરા એજન્ડાને પૂરો કરવા માટે ત્યાં થઈ રહેલ સંઘર્ષને નૈતિક અને કાયદાકીય રીતે સમર્થન આપવુ પાકિસ્તાનની મજબૂરી છે. ગઝનવીએ કહ્યુ કે અત્યાર સુધીમાં લશ્કર તરફથી કુરાન અને હાદિથ પર આધારિત સાહિત્ય વિતરીત કરાતુ આવ્યુ છે. આના દ્વારા લશ્કર હંમેશા એ બતાવવાની કોશિશ કરતુ આવ્યુ છે કે કેટલાક લોકો ખોટા રસ્તે છે અને આવા લોકો ભારતને તેમનો લક્ષ્ય મેળવવામાં મદદ કરી રહ્યા છે.

English summary
Lashkar-e-Taiba has launched its online magazine and warned that 2018 will be tough for security forces in Jammu Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X