For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: કસાબના શહેર ફૈસલાબાદથી આવેલો આતંકી કાસિમ ઝબ્બે

|
Google Oneindia Gujarati News

ઉધમપુર, 5 ઓગષ્ટ: બુધવારે ઉધમપુરમાં બીએસએફ અને આતંકીઓની વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષાદળોને મોટી સફળતા હાથ લાગી જ્યારે તેમણે લશ્કર-એ-તૈયબાના એક આતંકી કાસિમને જીવતો પકડી પાડ્યો. 20નો કાસિમ ભાગવાની કોશિશ કરી રહ્યો હતો જ્યારે સુરક્ષાદળ અને બે સ્થાનિક લોકોની મદદથી તેને ધરદબોચી લીધો. તેમની ગિરફ્તારીને ઘાટીમાં સુરક્ષાદળો માટે મોટી સફળતા બતાવવામાં આવી રહી છે.

ત્રણ વર્ષ બાદ ઘાટીમાં પકડાયો કોઇ આતંકવાદી
આતંકીઓએ ત્રણ લોકોનું અપહરણ કરી લીધું હતું જેને બીએસએફે છોડાવી લીધા છે. કાસિમ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે જમ્મુ-કાશ્મીમાં આતંકીઓની નવી ખેપનો ભાગ છે. હાલમાં તેની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ અને ઇંટેલીજન્સ એજેન્સીઓ તેની પાસે મહત્વની જાણકારીઓ એકત્રીત કરવામાં લાગી ગઇ છે.

terrorist
કાસિમની ધરપકડ એવા સમયે થઇ છે જ્યારે ઘાટીમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્રણ વર્ષો બાદ સુરક્ષાદળોએ કોઇ આતંકવાદીને જીવતો પકડ્યો છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે ઘણી મહત્વની જાણકારીઓ સામે આવી શકે છે.

ફૈસલાબાદનો રહેનારો છે કાસિમ ખાન
કાસિમનું અસલી નામ ઉસ્માન ખાન છે. તે પાકિસ્તાનના ફૈસલાબાદનો રહેનારો છે. સૂત્રો તરફથી મળતી જાણકારી અનુસાર તે લશ્કર અને હિઝબુલ મુઝાહિદ્દીન તરફથી મળીને ચલાવવામાં આવી રહેલા નેટવર્કનો એક ભાગ છે. જમ્મુ કાશ્મીરમાં મોટા હુમલાઓને અંજામ આપવાના ઉદ્દેશ્યથી લગભગ 10 દિવસ પહેલા તે ભારતમાં દાખલ થયો હતો.

ગુરદાસપુર હુમલામાં તો સામેલ ન્હોતોને?
હવે પોલીસ અને સુરક્ષાદળ તેની પાસે એ જાણકારી હાસલ કરવામાં લાગી ગઇ છે કે શું કાસિમ થોડા દિવસ પહેલા પંજાબના ગુરદાસપુરમાં થયેલા આતંકી હુમલામાં સામિલ ટીમનો ભાગ તો ન્હોતા.

સૂત્રોની માનીએ તો આતંકીઓની એક ટીમે જ્યાં ગુરુદાસપુરના દીનાનગર પોલીસ ચોકી પર હુમલો કર્યો, જ્યારે એક ટીમ જે જમ્મુમાં અમરનાથ યાત્રીઓને નિશાનો બનાવવા માટે મોકલવામાં આવી હતી.

જુઓ વીડિયો...

English summary
Lashkar terrorist Kasim Khan arrested by security forces in Jammu Kashmir. A big break through for security forces.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X