કાલથી 500 નોટ ક્યાંય નહીં ચાલે, ખબર છે ને?
કેન્દ્ર સરકાર દ્વારા 8 નવેમ્બરના રોજ નોટબંધીની જાહેરાત કર્યા પછી ગુરુવાર એટલે કે 15 ડિસેમ્બર 2016ના રોજથી 500 રૂપિયાની જૂની નોટ ક્યાંય પણ નહીં ચાલે. કાલે 500 રૂપિયાની જૂની નોટના ચાલવાની છેલ્લી તારીખ છે.
નોંધનીય છે કે કેન્દ્ર સરકારે નોટબંધી બાદ જાહેરાત કરી હતી કે 15 ડિસેમ્બર 2016 સુધી સરકારી હોસ્પિટલ, ટોલ બૂથ, પાવર હાઉસ, એલપીજી આઉટલેટ અને સરકારી ટેક્સ જમા કરવવામાં જૂની નોટો ચાલશે. પણ કાલથી 500ની જૂની નોટો સંપૂર્ણ પણે બહાર થઇ જશે. તે પછી તમે આ 500 રૂપિયાની જૂની નોટોને 30 ડિસેમ્બર સુધી બેંક એકાઉન્ટમાં જમા કરાવી શકશો, કે પછી 31 માર્ચ સુધી ભારતીય રિઝર્વ બેંકમાં બદલાવી શકશો.
લોકો જૂની નોટો જલ્દી વટાવી
મુંબઇના એક બેંક મેનેજરે જણાવ્યું કે 24 નવેમ્બરથી 1000 રૂપિયાની નોટનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો હતો. તે પછી લોકોએ 500 રૂપિયાની નોટ પણ જલ્દીથી જ જમા કરાવવાનું પણ શરૂ કરી દીધુ હતું. એટલું જ નહીં પાવર કંપનીઓ અને ટોલ બૂથ પર પણ લોકોએ આ જૂની નોટો વટાવી લેવામાં જ પોતાની સમજદારી બતાવી હતી.