For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોભાલના કાશ્મીર પ્રવાસ પર મુફ્તીનો કટાક્ષઃ ગઈ વખતે મેનુમાં બિરયાની હતી તો શું આ વખતે હલીમ?

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(પીડીપી)ના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ અજીત ડોભાલના જમ્મુ કાશ્મીર પ્રવાસ પર કટાક્ષ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવાયા બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ બુધવારે બીજી વાર રાજ્યની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા માટે શ્રીનગર પહોંચ્યા છે. ડોભાલ શ્રીનગરમાં અનુચ્છેદ 370 હટાવાયા બાદની સ્થિતિ પર એનએસએ સુરક્ષાબળો અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથે આજે બેઠક કરશે. ડોભાલનો આ પ્રવાસ જમ્મુ કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ બનતા પહેલા થયો છે. તમને જણાવી દઈએ કે 31 ઓક્ટોબરના રોજ જમ્મુ કાશ્મીર બે કેન્દ્રશાસિત પ્રદેશો (જમ્મુ કાશ્મીર અને લદ્દાખ)માં વિભાજિત થઈ જશે.

શું આ વખતે મેનુમાં હલીમ હશે?...

શું આ વખતે મેનુમાં હલીમ હશે?...

વળી, બીજી તરફ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(પીડીપી)ના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ અજીત ડોભાલના જમ્મુ કાશ્મીર પ્રવાસ પર કટાક્ષ કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યુ કે ગઈ વખતના પ્રવાસમાં ફોટો સેશન દરમિયાન મેનુમાં બિરયાની હતી તો શું આ વખતે મેનુમાં હલીમ હશે?

જમવાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા

તમને જણાવી દઈએ કે ગઈ વખતે જ્યારે ડોભાલ કાશ્મીર ગયા હતા તો સ્થાનિક લોકો સાથે જમ્યા હતા. સ્થાનિક લોકો સાથે તેમના જમવાના ફોટા સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા.

હાઉડી મોદી કાર્યક્રમ પર પણ સાધ્યુ હતુ નિશાન

હાઉડી મોદી કાર્યક્રમ પર પણ સાધ્યુ હતુ નિશાન

મહેબૂબાએ આ પહેલા પણ હાઉડી મોદી કાર્યક્રમ વિશે પીએમ મોદી પર વાર કર્યો હતો. મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કર્યુ હતુ કે મુશ્કેલી એ જ છે કે એક એવો નિર્ણય જે જમ્મુ કાશ્મીરના વિશેષ હિતોને સુરક્ષિત કરવા માટે લેવામાં આવ્યો હતો તે નિર્ણય પર એ રાજ્ય અને જેના માટે કહેવામાં આવી રહ્યુ છે કે આનાથી રાજ્યના લોકોને ફાયદો થશે તેમને છોડીને પર દરેક જગ્યાએ ખુશી મનાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે મહેબૂબા મુફ્તી ગઈ 5 ઓગસ્ટથી શ્રીનગરના સરકારી ગેસ્ટ હાઉસમાં નજરબંધ છે અને તેમના ક્યાંય પણ અવર-જવર પર પ્રતિબંધ લાગેલો છે.

English summary
last time it was a biryani photo whats on the menu this time mehbooba mufti on doval jk visit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X