• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

News In Breif of July 23: બિહારમાં નક્સલીઓએ ઉડાવ્યો રેલવે ટ્રેક

|

નવી દિલ્હી, 23 જુલાઇ: બિહારના ગયામાં નક્સલીઓએ વિસ્ફોટ કરીને રેલવે ટ્રેકને ઉડાવી દીધો છે. જેનાથી હાવડા-મુગલસરાય રૂટ પર ટ્રેનોની અવરજવર ઠપ થઇ છે. વિસ્ફોટ બુરાડ અને ઇસ્માઇલપુરની વચ્ચે થયો.

સમય રહેતા આ વિસ્ફોટની ખબર રેલવે અધિકારીઓએ થઇ ગઇ અને તેમણે ટ્રેનોની અવરજવર રોકી લીધી. જેના પગલે એક મોટી દુર્ઘટના ટળી ગઇ. આજે નક્સલીઓએ ઓરંગાબાદમાં ફાયરિંગ વિરુધ્ધ બંધનું એલાન કર્યું છે.

આ વિસ્ફોટ રાજધાની એક્સપ્રેસના પસાર થવાના બિલકૂલ થોડા સમય પહેલા થયો હતો. આ ધમાકાથી બંને રેલવે ટ્રેક ઊખડી ગયા હતા. રેલવે અધિકારીઓએ બંને તરફથી આવતી ટ્રેનોની અવરજવરને રોકી દીધી છે. ટ્રેક કેટલાં સમયમાં ઠીક થઇ જશે તે અંગે રેલવે અધિકારીઓનું કહેવું છે કે ટ્રેકને ઠીક કરવા માટે થોડો સમય લાગી શકે છે. ટ્રેક સામાન્ય થયા બાદ જ ટ્રેનોની અવરજવર શરૂ થશે.

રહો સમગ્ર સમાચારોથી અપડેટ...

2.48 pm: આ શિવસેનાને ભિંસમાં લેવાનો પ્રયાસ થઇ રહ્યો છે, શિવસેના એક હિન્દુ પાર્ટી છે પરંતુ અમે ધર્માંધ નથી: ઉધ્ધવ ઠાકરે

2.30 pm: મુખ્યમંત્રી સિધ્ધારમૈયા દ્વારા કરવામાં આવેલ કથિત બળાત્કાર અંગેની ટિપ્પણીનો ફ્રિડમ પાર્ક ખાતે વિરોધ નોંધાવતા એબીવીપીના કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં છોડી દેવામાં આવ્યા હતા.

1.45 pm: ચોતરફથી વિરોધનો સામનો કરી રહેલી શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે 'કોઇની ધાર્મિક લાગણી દૂભાવવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય ન્હોતો.'

1.33 pm: કેટરીંગ સ્ટાફ સાથે શિવસેનાના નેતા દ્વારા કરવામાં આવેલ ગેરવર્તણૂંક અંગે ભાજપના સિનિયર નેતા લાલકૃષ્ણ આડવાણીએ જણાવ્યું કે 'જે કંઇપણ બન્યું તે યોગ્ય નથી.'

1.05 pm: બિજનોરમાં ઉત્તર પ્રદેશના મંત્રી ચિતરંજન સ્વરૂપની કારમાંથી 10 લાખની ચોરી, તેઓ મુજફ્ફરનગરથી હરિદ્વાર જઇ રહ્યા હતા.

12.45 pm: કમલનાથે ભ્રષ્ટ જજની નિમણૂંક બદલ સુપ્રીમ કોર્ટના કોલેજિયમ પર ઊઠાવ્યા સવાલ, મનમોહનસિંહનો બચાવ કરતા કહ્યું કે કોઇપણ સલાહ આપી શકે છે.

11.37 am: પોવઇ ખાતેના આઇઆઇટી બોમ્બે કેમ્પસમાં દીપડો ઘુસી આવ્યો, લેબોરેટરીમાં છૂપાયો હોવાની શંકા, જંગલખાતાના અધિકારીઓ તેને પકડવા માટે મથી રહ્યા છે.

11.24 am: બેંગલોર બળાત્કાર કેસ: શાળાના ચેરમેનની ધરપકડ.

11.02 am: ચાઇનામાં ભારતીય શીખ બાસ્કેટબોલની ટીમને તેમની પાઘડી ઉતારીને રમવા માટે કહેવામાં આવ્યું.

10.14 am: મહારાષ્ટ્ર વિધાનસભામાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા કે શિવસેનાના એક ધારાસભ્યએ એક મુસ્લીમ કેટરરનો રોઝા તોડાવી દીધો કારણ કે તેણે શિવસેનાના ધારાસભ્યોને મરાઠી ભોજન આપ્યું ન્હોતું. જોકે સંજય રાઉતે આ આરોપોનું ખંડન કરી દીધું હતું.

9.55 am: જસ્ટીસ કાત્જૂના આરોપ પર ભાજપે જણાવ્યું છે કે 'પૂર્વ વડાપ્રધાને એ ખુલાસો કરવો જોઇએ કે શું તેઓ દબાણમાં આવીને કામ કરતા હતા.'

9.40 am: 'એરસેલ-મેક્સિસ સોદો એક મોટું કૌભાંડ છે જે રાષ્ટ્રીય સુરક્ષા પર અસર કરી શકે છે.' મારન બ્રધર્સ કેસ પર ભાજપની પ્રતિક્રિયા..

9.15 am: આસામના ગોલપરા જિલ્લામાં વિસ્ફોટ. 1 નું મોત, 4 ઇજાગ્રસ્ત.

8.50 am: હાઇકોર્ટ આજે સુભાષ ઘાઇની ફિલ્મ સ્કૂલ વિસલિંગ વૂડસની પ્રોપર્ટી અંગે ચૂકાદો આપી શકે છે.

8.30 am: રેલવે મંત્રી સદાનંદ ગૌડાએ બિહારમાં નક્સલીઓ દ્વારા ઉડાવી દેવામાં આવેલ રેલવે ટ્રેક અંગે રિપોર્ટ મંગાવ્યો છે.

8.15 am: ઉત્તર પ્રદેશ સરકારે લખનઉ બળાત્કાર કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખામી મુદ્દે તપાસના આદેશ આપ્યા.

8.00 am: નવી દિલ્હી-કોલકાતા રાજધાની એક્સપ્રેસનું પાયલોટ એન્જીન બિહારના ઓરંગાબાદમાં ખોરવાયું: ટીવી રીપોર્ટ્સ

English summary
Latest National news of July 23: Naxal attack on railway track in bihar, and other news see in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more